Technology: ઇન્ટરનેટ વિના પણ 4 ડિવાઇસ સાથે વોટ્સએપનો કરી શકાશે ઉપયોગ, જાણો કેવી રીતે

બીટામાં હોવા છતાં વોટ્સએપનું નવુ ફીચર વપરાશકર્તાઓને તેમના પ્રાથમિક સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના, ચાર ઉપકરણો સુધી લિંક કરવાની મંજૂરી આપે છે.

Technology: ઇન્ટરનેટ વિના પણ 4 ડિવાઇસ સાથે વોટ્સએપનો કરી શકાશે ઉપયોગ, જાણો કેવી રીતે
WhatsApp (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:38 PM

Technology News: તમારો ફોન ઈન્ટરનેટ(Internet) સાથે જોડાયેલ ન હોય ત્યારે પણ એકસાથે 4 ડિવાઇસ પર તમે WhatsAppનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપનું નવુ ફીચર તમને આ સુવિધા આપે છે. એકવાર લૉગ ઇન થયા પછી WhatsApp પર લિંક કરેલ ઉપકરણો સ્માર્ટફોન(Smartphone) ઑફલાઇન થયાના 14 દિવસ સુધી સંદેશા પ્રાપ્ત અને મોકલી શકશે.

હવેથી તમારે તમારા સ્માર્ટફોનને ઇન્ટરનેટથી કનેક્ટ રાખીને જ તેને ચાલુ રાખવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. વોટસએપે તાજેતરમાં જ તેના મલ્ટી-ડિવાઈસ ફીચરને વ્યાપકપણે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જે પ્રમાણે હવે વોટ્સએપ તેના વપરાશકર્તાઓને તેમના પ્રાથમિક સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના, ચાર ડિવાઇસ સુધી લિંક કરવાની મંજૂરી આપે છે.

4 ડિવાઇસ સાથે થઇ શકે છે લીંક બીટામાં હોવા છતાં વોટ્સએપનું નવુ ફીચર વપરાશકર્તાઓને તેમના પ્રાથમિક સ્માર્ટફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના, ચાર ડિવાઇસ સુધી લિંક કરવાની મંજૂરી આપે છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ હાલમાં ફક્ત બીટા ટેસ્ટિંગ માટે સાઇન અપ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ સાથે, તમારા ફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના પણ WhatsApp વેબ તમારા લેપટોપ પર કામ કરશે.

ફીચર અત્યારે ઓપન બીટા સ્ટેજમાં જો તમે ઘણા બધા ડિવાઇસજેમ કે ફોન, લેપટોપ, ટેબ્લેટનો ઉપયોગ કરો છો તો વોટ્સએપની આ નવી સુવિધા તમને ખૂબ જ ઉપયોગી બનશે. આ ફીચર અત્યારે ઓપન બીટા સ્ટેજમાં છે, તેથી યુઝર્સને પહેલા મલ્ટિ-ડિવાઈસ બીટા માટે સાઇન અપ કરવાની જરૂર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નવુ ફીચર કેવી રીતે યુઝ કરી શકાશે? 1. સ્માર્ટફોનમાં WhatsApp ખોલી ઉપરના જમણા ખૂણે થ્રી-ડોટ મેનૂ પર ક્લિક કરો 2. થ્રી-ડોટ મેનૂ પર ક્લિક કરીને લિંક કરેલ ડિવાઇસ પસંદ કરો. આ તે સ્ક્રીન ખોલશે જ્યાંથી તમે WhatsApp વેબ પર લોગિન કરો છો. 3. “મલ્ટિ ડિવાઇસ બીટા” પર ટૅપ કરો, પછી “બીટામાં જોડાઓ” પર ટૅપ કરો. 4. લાઇન્ડ ડિવાઇસીસ પેજ પર પાછા આવી જાઓ અને અને ‘લિંક ડિવાઇઝ’ બટન પર ટેપ કરો. 5. તમારા બીજા ડિવાઇસ પર web.whatsapp.com ખોલો. 6. તમારા સ્માર્ટફોન કેમેરા વડે તમારા સેકન્ડરી ડિવાઇસ પર દર્શાવેલ QR કોડ સ્કેન કરો. 7. એકવાર લિંક થઈ ગયા પછી તમે સ્માર્ટફોનને ભૂલી જઇને નિરાંતે WhatsApp વેબનો ઉપયોગ કરી શકો છો.

એક વાર લીંક થઇ ગયા પછી કોઇપણ વ્યક્તિ આ રીતે બંને ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરી શકે છે. તમારે તમારા પ્રાથમિક સ્માર્ટફોનને ઇન્ટરનેટથી કનેક્ટ રાખવા અથવા તે બાબત માટે તેને ચાલુ રાખવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર લૉગ ઇન થયા પછી, WhatsApp પર લિંક કરેલ ઉપકરણો સ્માર્ટફોન ઑફલાઇન થયાના 14 દિવસ સુધી સંદેશા મેળવી અને મોકલી શકશે.

નવા ફીચરની મર્યાદા iOS પર આ ફીચરની એક મર્યાદા છે. તે તમને લિંક કરેલ ઉપકરણમાંથી વાતચીત અથવા સંદેશાઓને રિમુવ મંજૂરી આપતી નથી. વધુમાં, તમે હજુ પણ ટેબ્લેટ અથવા સેકન્ડરી સ્માર્ટફોનને WhatsApp સાથે લિંક કરી શકતા નથી.

આ પણ વાંચો: Big News: રાજ્ય ચૂંટણી પંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચો: જામનગરમાં 10 કરોડની કિંમતનું 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">