જામનગરમાં 10 કરોડની કિંમતનું વધુ 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

જામનગરમાં 10 કરોડની કિંમતનું વધુ 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:51 PM

આરોપીઓએ કબુલાત કરી હતી કે તેમણે જામનગરના એક બંદર પાસે જમીનમાં ખાડો ખોદીને તેમાં 2 કિલો જેટલુ હેરોઇન છુપાવી રાખ્યુ છે. આ પુછપરછ દરમિયાન જે વિગતો મળી હતી તેના આધારે જામનગર પોલીસ અને એટીએસએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી સતત ડ્રગ્સ(Drugs) ઝડપાવાની ઘટના સામે આવે છે, હજુ પણ ડ્રગ્સ ઝડપાવવાનો સીલસીલો યથાવત છે. જામનગર(Jamnagar)માં જમીનમાં દાટીને સંતાડવામાં આવેલું 10 કરોડની કિંમતનું 2 કિલો હેરોઇન(Heroin) કબજે કરાયું.સ્થાનિક પોલીસ સહિત ગુજરાત એટીએસ(ATS)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરતા સ્થાનિક પોલીસે હેરોઇન શોધી કાઢ્યું છે.

ચાર દિવસ પહેલા ઝીંઝુડા ગામમાંથી ગુજરાત એટીએસએ કબ્જે કર્યુ હતુ. જેમાં અલગ અલગ સમયે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓએ કબુલાત કરી હતી કે તેમણે જામનગરના એક બંદર પાસે જમીનમાં ખાડો ખોદીને તેમાં 2 કિલો જેટલુ હેરોઇન છુપાવી રાખ્યુ છે. આ પુછપરછ દરમિયાન જે વિગતો મળી હતી તેના આધારે જામનગર પોલીસ અને એટીએસએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. જમીનમાં ખાડો ખોદીને સ્થાનિક પોલીસે તપાસ કરતા 2 કિલો જેટલુ હેરોઇન મળી આવ્યુ હતુ. જેની કિંમત 10 કરોડ રૂપિયા જેટલી થાય છે.

છેલ્લા એક અઠવાડિયામાં ઝીંઝુડા ગામમાંથી જે 120 કિલો હેરોઇન મળ્યુ હતુ. તે પછી વધુ 24 કિલો હેરોઇન મળ્યુ હતુ અને હવે ફરી 2 કિલો હેરોઇન મળ્યુ છે એટલે કે 147 કિલો હેરોઇન જેની કુલ કિંમત 730 કરોડથી વધુ થાય છે તેને કબ્જે કરાયુ છે. હજુ પણ આરોપીઓની પુછપરછ ચાલુ છે. જે હેરોઇનનો જથ્થો પોરબંદરમાં લેન્ડ કરવામાં આવ્યો હતો તેને બીજે કોઇ સ્થળે સંતાળવામાં આવ્યુ છે કે કેમ તે અંગેની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

Published on: Nov 22, 2021 03:23 PM
g clip-path="url(#clip0_868_265)">