ઈ-વેસ્ટ સમસ્યા કેટલી ગંભીર ? જાણો તેનો કેવી રીતે લાવી શકાય ઉકેલ

ભારત હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઈલેક્ટ્રોનિક વેસ્ટ પેદા કરનારા દેશોમાં ચીન અને યુએસ પછી ત્રીજા ક્રમે છે. ભારતમાં ઈ-વેસ્ટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ત્યારે આ લેખમાં ઈ-વેસ્ટ એ દેશ અને દુનિયા માટે કેટલો મોટો ખતરો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે તે અંગે જાણીશું.

ઈ-વેસ્ટ સમસ્યા કેટલી ગંભીર ? જાણો તેનો કેવી રીતે લાવી શકાય ઉકેલ
E-Waste
Follow Us:
| Updated on: Jul 01, 2024 | 7:39 PM

આજે દેશ અને દુનિયામાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની માંગ વધી રહી છે ત્યારે તે ગેજેટ્સ આપણા પર્યાવરણમાં ઝેર બનીને ફરી રહ્યા છે, જે માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો બની રહ્યા છે. ત્યારે આ લેખમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) એ દેશ અને દુનિયા માટે કેટલો મોટો ખતરો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે તે અંગે જાણીશું.

ઈલેક્ટ્રોનિક કચરો (ઈ-વેસ્ટ) શું છે ?

ઈલેક્ટ્રોનિક સામાન જે આપણે ઘર અને ઉદ્યોગોમાં ઉપયોગ કર્યા પછી ફેંકી દઈએ છીએ તેને ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) કહેવાય છે. જ્યારે આ કચરો યોગ્ય રીતે એકત્ર કરવામાં ન આવે ત્યારે સમસ્યા સર્જાય છે. તેમજ તેના બિન વૈજ્ઞાનિક નિકાલને કારણે પાણી, માટી અને હવા ઝેરી બની રહી છે. જે સ્વાસ્થ્ય માટે પણ સમસ્યારૂપ બની રહ્યા છે.

મોબાઈલ ફોન આજે માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ફોન લોકોના કામ જેટલા સરળ બનાવી રહ્યો છે તેટલો જ તે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. કારણ કે ફોન ઈલેક્ટ્રોનિક કચરો પેદા કરે છે. આજે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે, ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની પાસે ફોન નહીં હોય. કેટલાક લોકો પાસે એક નહીં પણ 2-3 ફોન પણ હોય છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે જે પર્યાવરણ માટે ખતરાની ઘંટડી સમાન છે.

મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો
Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
ચોમાસાની ઋતુમાં વાદળ શા માટે અને કેવી રીતે ફાટે છે?

વિશ્વભરમાં 1600 કરોડ ફોનનો થાય છે ઉપયોગ

નવો સ્માર્ટફોન ખરીદ્યા પછી જૂના ફોન બિનઉપયોગી બની જાય છે, જેને લોકો લગભગ ઘરમાં જ રાખી મુકતા હોય છે. વિશ્વભરમાં 1600 કરોડથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાંથી લગભગ એક તૃતીયાંશ એટલે કે 530 કરોડથી વધુ મોબાઈલ ફોન દર વર્ષે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ઈન્ટરનેશનલ વેસ્ટ ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ફોરમ (WEEE)ના રિપોર્ટ મુજબ, દરેક વ્યક્તિ દર વર્ષે 8 કિલો ઈ-વેસ્ટ પેદા કરી રહ્યો છે. ત્યારે આ સમસ્યા કેટલી ગંભીર છે અને તેનો ઉપાય શું છે તે અંગે જાણીશું.

ભારતમાં ઈ-વેસ્ટની સમસ્યા

ભારત હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટા ઈ-કચરો પેદા કરનારા દેશોમાં ચીન અને યુએસ પછી ત્રીજા ક્રમે છે. ભારતમાં ઈ-વેસ્ટનું પ્રમાણ 2021-22માં નોંધપાત્ર રીતે વધ્યું છે અને 1.6 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. ભારતમાં 65 શહેરો એવા છે. જે કુલ ઉત્પાદિત ઈ-વેસ્ટના 60 ટકાથી વધુ પેદા કરે છે, જ્યારે 10 રાજ્યો કુલ ઈ-વેસ્ટના 70 ટકા ઈ-વેસ્ટ પેદા કરે કરે છે. મુંબઈ સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા છે, ત્યારબાદ દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને કોલકાતા આવે છે.

ભારતમાં પેદા થતા ઈ-વેસ્ટનું પ્રમાણ રાજ્ય પ્રમાણે બદલાય છે. સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરતા ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પંજાબ પણ નોંધપાત્ર ઈ-વેસ્ટ પેદા કરે છે. ભારતમાં પેદા થતા કુલ ઈ-વેસ્ટના લગભગ 20 ટકા જેટલો ઈ-વેસ્ટ તો માત્ર મહારાષ્ટ્ર જ પેદા કરે છે. એમાં પણ મુંબઈમાં સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા થાય છે.

કેમ પેદા થાય છે મોટી માત્રામાં ઈ-વેસ્ટ ?

ઈ-વેસ્ટને લઈને દરેકના મનમાં પ્રશ્ન હશે કે આખરે સમગ્ર વિશ્વમાં આટલો બધો ઈલેક્ટ્રોનિક કચરો કેમ વધી રહ્યો છે ? તેનું કારણ વિશ્વભરમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનો ઝડપથી વધી રહેલો વપરાશ છે. આજે બજારમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનું આયુષ્ય ટૂંકું છે. જેના કારણે તે ઝડપથી બેકાર થઈ જાય છે. જેમ જેમ નવી ટેક્નોલોજી આવે છે, તેમ તેમ જૂનીને ડમ્પ કરવામાં આવે છે. આ સાથે ઘણા દેશોમાં આ ઉત્પાદનોના સમારકામ અને રિસાયક્લિંગ માટે મર્યાદિત વ્યવસ્થા છે અથવા તે ખૂબ ખર્ચાળ છે. આવી સ્થિતિમાં જેમ જેમ કોઈ ઉત્પાદન ખરાબ થાય છે, લોકો તેને રિપેર કરાવવાને બદલે તેને બદલવાનું પસંદ કરે છે.

ઈ-વેસ્ટમાંથી નીકળે છે ખતરનાક ગેસ

ઈ-વેસ્ટનો કેટલોક ભાગ જમીનમાં દટાઈ જાય છે, પરંતુ તે લાંબા ગાળે ખતરનાક પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રાખે છે. ઈ-વેસ્ટના કારણે મોટા પ્રમાણમાં તાંબા અને પેલેડિયમ જેવી ધાતુઓ અને ખનિજોને બર્બાદ કરે છે. 80 ટકા ગ્રીનહાઉસ વાયુઓ મોબાઇલ ફોનના ઉત્પાદનમાં સામેલ માઇનિંગ, રિફાઇનિંગ અને પ્રોસેસિંગ દરમિયાન ઉત્સર્જિત થાય છે. તમને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રોનિક સાધનો બનાવવામાં ઝેરી પદાર્થો કાચ, પારો, કેડમિયમ વગેરેનો ઉપયોગ થાય છે.

ઈ-વેસ્ટનું રિસાયક્લિંગ

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ભારતે 2021-2022માં પેદા થયેલા ઈ-વેસ્ટમાંથી 33 ટકા રિસાયકલ કર્યું છે. જો કે આ આંકડો અગાઉના વર્ષોની સરખામણીએ વધ્યો છે. આજકાલ ઈ-વેસ્ટના રિસાયક્લિંગ પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને ઈલેક્ટ્રોનિક વેસ્ટની પ્રતિકૂળ અસરોથી માનવ અને પર્યાવરણને બચાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ભારત પણ ધીરે ધીરે ઈ-વેસ્ટના રિસાયક્લિંગ તરફ આગળ વધી રહ્યું છે. ઘણી કંપનીઓ ઈ-વેસ્ટમાંથી પણ સારી એવી કમાણી કરી રહી છે. ભારતમાં 468થી વધુ અધિકૃત ઈ-વેસ્ટના રિસાયકલર્સ છે. આ કંપનીઓને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ઈ-કચરો એકત્ર કરવા, વિસર્જન કરવા અને રિસાયકલ કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.

ભારતમાં ઈ-વેસ્ટ માટે શું છે કાયદો ?

ભારતમાં ઈ-વેસ્ટના વ્યવસ્થાપન માટે 2011થી કાયદો અમલમાં છે. આ કાયદા હેઠળ, માત્ર અધિકૃત ડિસમેંટલર્સ અને રજિસ્ટર્ડ ઈ-વેસ્ટ રિસાયકલર્સ ઈ-વેસ્ટ એકત્ર કરી શકે છે. ઈ-વેસ્ટ (વ્યવસ્થાપન) નિયમો 2016, 1 ઓક્ટોબર, 2017 ના રોજ ઘડવામાં આવ્યા હતા. આમાં 21 થી વધુ ઉત્પાદનો (શિડ્યુલ-1) નો નિયમના દાયરામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ નિયમને વધુ મજબૂત કરવા માટે, પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ઓર્ગેનાઈઝેશન (PRO) નામની નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઉત્પાદકોએ લક્ષ્યાંક પૂરો કરવો પડે છે, જે તેમના વેચાણમાંથી પેદા થતા કચરાના 20 ટકા હોવા જોઈએ. આ પછી, આ લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ સુધી વાર્ષિક 10 ટકા વધતો રહેશે. આ કાયદો એ પણ જણાવે છે કે ઉત્પાદકોની જવાબદારી માત્ર કચરો એકત્ર કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તે સુનિશ્ચિત કરવાની પણ છે કે ઈ-કચરો અધિકૃત રિસાયકલર્સ સુધી પહોંચે.

ઈ-વેસ્ટ સમસ્યાનું સમાધાન

ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદન માટે જે જરૂરી ધાતુઓ અને ખનિજોની જરૂર પડે છે, તે લિમિટેડ માત્રામાં જ ઉપલ્બ્ધ છે. તેથી ઈ-વેસ્ટમાં રહેલી આ ખનિજોના રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વપૂર્ણ છે. આ પદ્ધતિ સરળ અને સસ્તી છે. મોટી માત્રામાં કિંમતી ખનિજો ઇ-વેસ્ટની સાથે ટ્રીટમેન્ટ કર્યા વિના લેન્ડફિલમાં જાય છે. ત્યારે એક સુવ્યવસ્થિત, મજબૂત અને નિયંત્રિત ઈ-વેસ્ટ સિસ્ટમ બનાવવી જોઈએ જે આ કિંમતી ખનિજોને રિસાયકલ કરે અને રોજગારીનું સર્જન કરે.

ભારતમાં ઈ-વેસ્ટનું રિસાયક્લિંગ વધારવાની અપાર સંભાવનાઓ છે. આ દિશામાં પહેલાથી જ કેટલાક કામ કરવામાં આવી રહ્યા છે, જો કે, આ ક્ષેત્રના અનૌપચારિક ક્ષેત્રમાં પર્યાપ્ત સલામતીનાં પગલાં અપનાવીને જાગૃતિ અભિયાનો, કૌશલ્ય વિકાસ અને ટેક્નોલોજીના પરિચય દ્વારા હજુ પણ એક વિશાળ લક્ષ્ય હાંસલ કરવાનું બાકી છે.

તમારા ખરાબ થયેલો મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટીવી, રીમોટ, એલઈડી કે પછી અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણનો કચરો કોઈ બીજા માટે કરોડો રૂપિયાની કમાણીનું સાધન બની જાય છે. તમને થતું હશે કે આ કેવી રીતે, તો જણાવી દઈએ કે તમે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો અને દેશને એક મોટી સમસ્યામાંથી પણ ઉગારી શકો છો.

આ પણ વાંચો સાઉદીમાં સેંકડો હજ યાત્રીઓના મોતનું કારણ ભયંકર ગરમી કે બીજું કંઈ ?

Latest News Updates

ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
માધવપુર ઘેડમાં ભારે વરસાદ, ચોપાટી પર આવેલુ શિવલિંગ દરિયામાં ગરકાવ
g clip-path="url(#clip0_868_265)">