Technology: હવે યુઝર્સને Twitter પર અનવોન્ટેડ ટેગથી મળશે છુટકારો, ટૂંક સમયમાં આવશે નવું ફીચર

આ બાબતે સંશોધક જેન મંચુન વાંગે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે કોઈપણ વાતચીત અધવચ્ચે છોડવા પર, વપરાશકર્તાઓનું ટ્વિટર હેન્ડલ સાદા ટેક્સ્ટ તરીકે દેખાશે.

Technology: હવે યુઝર્સને Twitter પર અનવોન્ટેડ ટેગથી મળશે છુટકારો, ટૂંક સમયમાં આવશે નવું ફીચર
Twitter (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:04 PM

ટ્વિટર (Twitter) પોતના યુઝર્સ માટે કોમ્યુનિકેશન સંબંધિત એક નવું ફીચર રજૂ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી યુઝર્સ ટ્વીટમાં પોતાને ટેગ કર્યા પછી અનટેગ કરી શકતા નહોતા. પરંતુ, નવા ફિચર તેમને અનવોન્ટેડ ટેગ (Unwanted Tags)ને હટાવવા સહિત તેમાં સુધારો કરવામાં સક્ષમ બનાવશે. આ ફીચરની મદદથી યુઝર્સ અનવોન્ટેડ ટ્વીટ્સમાંથી પોતાને અનટેગ પણ કરી શકશે.

આ અંગે વર્જે એક સ્ક્રીનશોટ શેર કરીને આ ફીચર વિશેની માહિતી આપતા જણાવ્યું છે કે આ ફીચરનું નામ Leave This Conversation કહેવામાં આવી રહ્યું છે. તેના અહેવાલમાં ટ્વીટરના નવા ફિચર અંગેનો એક પુરો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની માહિતી આપી છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ ટ્વિટર વાતચીતમાંથી યુઝરનેમ અનટેગ કરી શકશે અને આ ફીચર તેમને વાતચીતમાં ફરીથી ટેગ કરવાની મંજૂરી આપશે નહીં. આ સાથે યુઝરને તે વાતચીતથી સંબંધિત સૂચનાઓ નહીં મળે, જેનો તેઓ ભાગ બનવા માંગતા નથી.

આ બાબતે સંશોધક જેન મંચુન વાંગે તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે કોઈપણ વાતચીત અધવચ્ચે છોડવા પર, વપરાશકર્તાઓનું ટ્વિટર હેન્ડલ સાદા ટેક્સ્ટ તરીકે દેખાશે. હાલમાં જ્યારે ટ્વીટમાં ટેગ કરવામાં આવે છે, ત્યારે યુઝરનેમ હાઈપરલિંક કરવામાં આવે છે અને તેના પર ક્લિક કરીને પ્રોફાઈલ જોઈ શકાય છે. આ રીતે વાતચીતમાં સામેલ બાકીના લોકોને ખબર પડશે કે યુઝર થ્રેડનો ભાગ બનવા માંગતો નથી અને યુઝર્સને નોટિફિકેશન નહીં મળે.

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?
ધરતી પરનું એ અનોખું પ્રાણી કે જેના દૂધનો રંગ છે કાળો
ચોમાસામાં વાળને રોજ શેમ્પૂ કરવું જોઈએ કે નહીં, જાણો
25 કરોડ રૂપિયા ખર્ચી પુરૂષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન
ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે 800 કરોડ રૂપિયાનો માલિક
પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

આ સાથે ટ્વીટરે વધુ એક ફિચર પણ એડ કર્યું છે, જે ડાઉનવોટ બટન તરીકે ઓળખાય છે. થોડા દિવસો પહેલા વૈશ્વિક યુઝરબેઝ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવું ડાઉનવોટ ફીચર બહાર પાડવામાં આવ્યું હતું. ટ્વિટરનું કહેવું છે કે આ ફેરફારને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેનાથી ખબર પડી છે કે યુઝર્સ પ્લેટફોર્મ પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગે છે. ટ્વિટરે ગયા વર્ષે વેબ યુઝર્સ સાથે ડાઉનવોટ બટનનું પરીક્ષણ શરૂ કર્યું હતું. તે હવે iOS અને Android એપ યુઝર્સને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સિવાય Twitter પર હવે યુઝર્સ લાંબી પોસ્ટ શેર કરી શકે છે

ટ્વિટર એક નવા ‘આર્ટિકલ’ ફીચરનું પણ પરીક્ષણ કરી રહ્યું છે, જેની મદદથી પ્લેટફોર્મ પર લાંબા લેખ શેર કરી શકાય છે. ટ્વિટરના નવા ફીચરને લગતા સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. ટ્વિટર તેના વપરાશકર્તાઓ માટે ઘણી ગોપનીયતા-સંબંધિત સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમના ફોલોઅર્સની સૂચિમાંથી તેમની પોસ્ટ્સ કોણ જોઈ શકે છે અને લાઈક કરી શકે છે તેમાં ફેરફાર કરી શકશે.

આ પણ વાંચો: Russia Ukraine War: ટેક ઈન્ડસ્ટ્રી પણ થશે પ્રભાવિત, મોંઘા થઈ શકે છે ટીવી, સ્માર્ટફોન જેવા ગેજેટ્સ

આ પણ વાંચો: મત્સ્યોદ્યોગ અને ડેરી પર સરકારનું વિશેષ ધ્યાન, ખેડૂતોને ફાયદો થશે અને લોકોને મળશે પોષણ સુરક્ષા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">