Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્વિટરે કહ્યું, “અમે ન તો આ વિષયની પુષ્ટિ કરીએ છીએ અને ન તો નકારીએ છીએ. પરંતુ અમે અમારા નિવેદનને પછીથી એડિટ કરી શકીએ છીએ."

Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:51 AM

ટૂંક સમયમાં તમે ટ્વિટર (Twitter) પર તમારી ટ્વીટ્સ એડિટ (Edit Tweet) કરી શકશો. ટ્વિટરે 1 એપ્રિલે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ટ્વિટરે લખ્યું કે તેઓ ‘એડિટ’ બટન પર કામ કરી રહ્યા છે. જોકે યુઝર્સ આ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા. તેઓ તેને એપ્રિલ ફૂલની મજાક માની રહ્યા છે. જ્યારે ટ્વિટરના એક યુઝરે પૂછ્યું કે શું આ સાચું છે તો ટ્વિટરે ખૂબ જ વિચિત્ર રીતે જવાબ આપ્યો. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્વિટરે કહ્યું, “અમે ન તો આ વિષયની પુષ્ટિ કરીએ છીએ અને ન તો નકારીએ છીએ. પરંતુ અમે અમારા નિવેદનને પછીથી એડિટ કરી શકીએ છીએ.”

કેવી રીતે કરી શકાશે આ ફિચરનો ઉપયોગ?

આપને જણાવી દઈએ કે, હાલમાં ટ્વિટર પર કોઈ એડિટ ઓપ્શન નથી. જો યુઝર તેના ટ્વિટ ટેક્સ્ટમાં કોઈ ભૂલ કરે છે, તો તેણે કાં તો તેની ટ્વિટ ડિલીટ કરવી પડશે અથવા તેના જવાબમાં કરેલી ભૂલનો ઉલ્લેખ કરવો પડશે. આવી સ્થિતિમાં, જો ટ્વિટરનું આ નવું ટ્વીટ યોગ્ય છે, તો આવનારા દિવસોમાં યુઝર્સ તેમની ટ્વીટને એડિટ પણ કરી શકશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની માંગ કરી રહ્યા છે

નોંધનીય છે કે ઘણા સમયથી યુઝર્સ ટ્વિટર પર એડિટ ફીચરની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આ ફિચર આવે છે, તો તમે ટ્વિટર પર જે પણ લખ્યું છે તે તમે સરળતાથી એડિટ કરી શકશો. એજ રીતે જે રીતે તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડિટ કરી શકો છો, ટ્વિટરમાં પણ એ જ રીતે કરી શકશો. જો કે એડિટ ફીચર આવશે તો કેવું હશે, કેવી રીતે કામ કરશે, કેટલી વાર એડિટ કરી શકાશે, આ તમામ સવાલોના જવાબ ફીચર આવ્યા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: WhatsApp પર આ ભૂલ પડી શકે છે ભારે ! કંપનીએ એક મહિનામાં બેન કર્યા 10 લાખથી વધુ એકાઉન્ટ્સ

આ પણ વાંચો: Ukraine-Russia war : યુક્રેનનો પાંચ સપ્તાહ બાદ ફરી કિવ પર કબજો, યુદ્ધમાં અત્યાર સુધીમાં 17800 રશિયન સૈનિકોના મોત, વાંચો 10 મોટા અપડેટ્સ

g clip-path="url(#clip0_868_265)">