Share Market : કોરોનાના કહેરની અસર બજાર ઉપર પડી , SENSEX 1707 અને NIFTY 524 અંક તૂટ્યો

કોરોનાની બીજી લહેર અને લોકડાઉનના અહેવાલોને કારણે શેરબજાર(Share Market)માં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Share Market : કોરોનાના કહેરની અસર બજાર ઉપર પડી , SENSEX 1707 અને NIFTY 524 અંક તૂટ્યો
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 4:38 PM

કોરોનાની બીજી લહેર અને લોકડાઉનના અહેવાલોને કારણે શેરબજાર(Share Market)માં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો થયો હતો. અને બપોર સુધીમાં ઇન્ડેક્સ 48 હજાર પર આવી ગયો હતો . આખરે કારોબારના અંતે ઇન્ડેક્સ 1707 પોઇન્ટના ઘટાડા સાથે 47,883 પર બંધ રહ્યો હતો. આજે બજારના નુકશાનના કારણે રોકાણકારોના 8.4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. નિફટી 524 .05 અંક તૂટીને 14,310.80 ના સ્તર ઉપર બંધ થયો હતો.

આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 29 શેરોમાં ઘટાડો થયો છે. ઇન્ડેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્કનો સૌથી વધુ 8.6% ઘટ્યો છે બીજીતરફ ડો. રેડ્ડીનો શેર 4.8% ઉપર બંધ રહ્યો છે. નિફ્ટી પણ 524 પોઇન્ટના ઘટાડા સાથે 14,310 પર બંધ રહ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
Market SENSEX NIFTY
Index 47,883.38 14,310.80
GAIN −1,707.94 (3.44%) −524.05 (3.53%)

શેરબજારમાં ઘટાડાનાં 3 કારણો 1. દેશમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 69 હજાર 914 કેસ નોંધાયા હતા. દેશમાં એક દીવસમાં સંક્રમણની આ સૌથી મોટી સંખ્યા છે. 2. વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો થયો છે જેમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનું હેંગસેંગ અને જાપાનનું નિક્કી ઇન્ડેક્સ શામેલ છે. 3. ચોથા ક્વાર્ટરના પરિણામો પહેલાં રોકાણકારો નર્વસ છે. સતત બે ક્વાર્ટરમાં સારા પરિણામ આવ્યા પછી ચોથા ક્વાર્ટર દરમિયાન કોરોનામાં અસર જોવા મળી શકે છે તેથી રોકાણકારો રોકાણ કરતા પહેલા સતર્ક રહે છે.

બેન્કિંગ શેરમાં 10% ઘટાડો આજના ઘટાડામાં બેન્કિંગ ક્ષેત્રના શેર મોખરે છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1,656 અંક એટલે કે 5.1% ઘટીને 30,792 પર બન્ધ થયો છે. આરબીએલ અને પીએનબી બેન્કના શેર 10-10% સુધી નીચે બંધ થયા છે. બેન્કિંગ શેરના ઘટાડાનું મુખ્ય કારણ લોકડાઉન છે કારણ કે તેનાથી બેન્કિંગ બિઝનેસમાં અસર થઈ રહી છે.

માર્કેટ કેપમાં  8.69 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો  BSE માં 3,101 શેરોમાં કારોબાર થયો હતો જેમાં 510 શેર વધારા સાથે બંધ થયા હતા અને 2,477 શેર તૂટ્યા હતા. આજે 450 શેરોમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી. એક્સ્ચેંજ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200.94 લાખ કરોડ રૂપિયા થઈ છે જે શુક્રવારે 209.63 લાખ કરોડ રૂપિયા હતી . માર્કેટ કેપમાં 8.69 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">