Railwayનો મોટો નિર્ણય, હવે જનરલ ટીકીટ માટે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં

Railwayના ટીકીટ કાઉન્ટરો પર ભીડ ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે રેલ્વેએ UTS ON MOBILE સુવિધા શરૂ કરવાના આદેશ આપી દીધા છે.

Railwayનો મોટો નિર્ણય, હવે જનરલ ટીકીટ માટે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 7:26 PM

Railwayએ યાત્રીઓની સુવિધા માટે હવે જનરલ ટીકીટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના ગાઈડલાઈન મુજબ  સોશિયલ ડિસ્ટન્સ  જાળવવું જરૂરી છે, પરંતુ ટિકિટ કાઉન્ટરોમાં ભીડ છે. આવી સ્થિતિમાં રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ માટે યાત્રીઓની  સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલ્વેએ એક મોટો નિર્ણય લીધો છે અને સમાધાન શોધી કાઢ્યું છે.

મોબાઈલ એપ્લીકેશન દ્વારા મળશે જનરલ ટીકીટ  ભારતીય રેલ્વેએ એવા વિસ્તારોમાં જ્યાં રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે ત્યાં મોબાઇલ એપ્લિકેશન પર UTS  સુવિધા ફરીથી સક્રિય કરવા સૂચના આપી છે. ઝોનલ રેલ્વેને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ઝોનમાં જ્યાં રીઝર્વેશન વગરની ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે, ત્યાં જનરલ  ટિકિટ આપવા માટે મોબાઇલ એપ્લિકેશન સેવા શરૂ કરી શકાય છે. ભારતીય રેલ્વે દ્વારા UTS ON MOBILE  એપ્લિકેશન દ્વારા રીઝર્વેશન વગરની જનરલ ટિકિટ બુક કરવાની સુવિધાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

UTS ON MOBILE – કેવી રીતે કરશો ડાઉનલોડ ?  રેલ્વે દ્વારા શરૂ કરવામાં UTS ON MOBILE એપ્લીકેશનને એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે. અને આઇફોન યુઝર્સ તેને Apple સ્ટોરથી ડાઉનલોડ કરી મોબાઇલ પર ઇન્સ્ટોલ કરી શકે છે. આ એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે, એટલે કે તેને ડાઉનલોડ કરવા માટે કોઈ ખર્ચ થશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Railway's big decision, no longer have to stand in line for general tickets!

Indian Railway UTS Mobile App

UTS ON MOBILE એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો? UTS ON MOBILE એપ્લીકેશનને મોબાઇલમાં ઇન્સ્ટોલ કર્યા પછી, તમારે તમારા મોબાઇલ નંબર દ્વારા એકાઉન્ટ  બનાવવું પડશે. પેપરલેસ ટિકિટ બુક કરવા માટે સ્માર્ટફોન જીપીએસ સક્ષમ હોવો જરૂરી છે. એપ્લિકેશનમાં લોગિન કર્યા પછી તમે યાત્રા શરૂ કરવાનું સ્ટેશન અને પછી યાત્રા પૂરી કરવાનું  સ્ટેશન દાખલ કરો. ટિકિટ પસંદ કરો અને ચુકવણી વિકલ્પ પર ક્લિક કરો. તમે એપ્લિકેશન વોલેટ, યુપીઆઈ અથવા ડિજિટલ ચુકવણીની અન્ય રીત દ્વારા પણ ટીકીટની ચૂકવણી કરી શકો છો. ટ્રેન ઉપડવાના એક કલાક પહેલાની અંદર જ બુકિંગ કરવું જરૂરી છે.

મોબાઇલ એપ્લિકેશનમાં જ બતાવી શકાશે ટિકિટ રેલ્વે યાત્રીઓ  UTS ON MOBILE મોબાઇલ એપ્લિકેશન દ્વારા પેપરલેસ ટ્રાવેલ ટિકિટ, સીઝન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવી શકે છે. ટિકિટ મોબાઇલ એપ્લિકેશનમાં રહેશે. એટલે કે તેને છાપવાની જરૂર રહેશે નહીં. યાત્રીઓ  ટિકિટની હાર્ડકોપી વિના મુસાફરી કરી શકે છે. જ્યારે પણ ટિકિટ ચેકર કર્મચારી ટિકિટ માંગે ત્યારે મુસાફરો એપ્લિકેશનમાં ‘શો ટિકિટ’ વિકલ્પનો ઉપયોગ કરીને ટિકિટ બતાવી શકશે

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">