અફઘાનિસ્તાન પર તાલિબાના કબ્જાને કારણ કે અમેરીકી ટેક કંપનીઓની સમસ્યામાં વધારો થયો છે. તેમની સામે પ્રશ્ન છે કે આ ગ્રૃપ દ્વારા ક્રિએટ કરવામાં આવેલા કંટેન્ટને કંપની કઇ રીતે હેન્ડલ કરે કારણ કે દુનિયાની કેટલીક સરકાર માટે તે એક આતંકી સંગઠન છે. આને લઇને ફેસબુકે જણાવ્યુ છે કે તેણે તાલિબાનને એક આતંકવાદી સંગઠન તરીકે માની લીધુ છે અને તેના દ્વારા ક્રિએટ કરેલા કંટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર બેન કરી દીધુ છે.
પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે તાલિબાની મેમ્બર્સ હજી પણ ફેસબુક એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે અને કંપની દ્વારા તેને ખતરનાક ઓર્ગેનાઇઝેશન માનવા છતાં તેઓ અફઘાની લોકો સાથે ડાયરેક્ટ વાત કરી રહ્યા છે. જેને લઇને ફેસબુક ઇંકના પ્રવક્તાએ જણાવ્યુ કે, કંપની દેશમાં સ્થિતી પર નજર રાખી રહી છે અને વોટ્સએપ અફઘાનિસ્તાનમાં સ્વીકૃત સંગઠનો સાથે જોડાયેલા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરશે. આવા કોઇ પણ લોકોના એકાઉન્ટને રિમૂવ કરવામાં આવશે.
ટ્વીટરે આપ્યો ગોળ-ગોળ જવાબ
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરની જો વાત કરીએ તો તાલિબાનના પ્રવક્તાનું આ પ્લેટફોર્મ પર એકાઉન્ટ છે અને તેના હજારો ફોલોવર્સ પણ છે. તેણે અફઘાનિસ્તાન પર કબજો કરવા દરમિયાન કેટલાક ટ્વીટ્સ પણ કર્યા છે. જ્યારે એક મીડિયા હાઉસે ટ્વીટરને આના વિશે સવાલ કર્યો તો કંપનીએ હિંસક સંગઠનો વિરુદ્ધ તેમની નીતિઓનું કારણ આપ્યુ. ટ્વીટરના કહ્યા પ્રમાણે તે એવા ગ્રૃપ્સને પ્લેટફોર્મ યૂઝ કરવાની અનુમતી નથી આપતુ કે જે આતંકવાદ અથવા તો નાગરીકો વિરુદ્ધ હિંસાનો પ્રોત્સાહન આપે.
શું છે YouTube ની પ્રતિક્રિયા ?
આલ્ફાબેટ ઇંકના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube ને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમણે તાલિબાન પર કઇ રીતે પ્રતિબંધ લગાવ્યો છે તો કંપનીએ આ વાત પર કોમેન્ટ કરવાની ના પાડી દીધી. તેણે ફક્ત એટલુ જણાવ્યુ કે, વીડિયો-શેયરિંગ સર્વિસ “વિદેશી આતંકવાદી સંગઠનો” (FTO)ને પરિભાષિત કરવા માટે સરકારો પર આધાર રાખે છે જેથી હિંસક અપરાધિક સમૂહો વિરુદ્ધ નિયમોની મદદથી સાઇટનું માર્ગદર્શન કરી શકાય.
આ પણ વાંચો
આ પણ વાંચો