AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કારણે Whatsapp ઝૂક્યું, હાલ મોકૂફ રાખી પ્રાઈવસી પોલિસી અપડેટ

Whatsappp ની પ્રાઈવસી પોલિસીને લઈને યુઝર્સમાં ઉભા થયેલા વિરોધ બાદ વોટસએપે પોતાની પ્રાઈવેટ પોલિસીના અમલને હાલ ત્રણ મહિના માટે મોકૂફ રાખી છે.

આ કારણે Whatsapp ઝૂક્યું, હાલ મોકૂફ રાખી પ્રાઈવસી પોલિસી અપડેટ
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 16, 2021 | 5:55 PM
Share

Whatsappp ની પ્રાઈવસી પોલિસીને લઈને યુઝર્સમાં ઉભા થયેલા વિરોધ બાદ વોટસએપે પોતાની પ્રાઈવેટ પોલિસીના અમલને હાલ ત્રણ મહિના માટે મોકૂફ રાખી છે. વાસ્તવમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં ઈન્ટીગ્રેશન વધારે હતું, જેના કારણે યુઝર્સનો વોટ્સએપ ડેટા ફેસબુક પર શેર કરવામાં આવે છે.  વોટ્સએપ પર ફેસબુકનો માલિકી હક છે. વોટ્સએપની આ પ્રાઈવસી પોલિસીથી પરેશાન થઈને યુઝર્સ બીજી મેસેજિંગ એપ ટેલિગ્રામ અને સિગ્નલ પર શિફ્ટ થઈ રહ્યા છે.

જેમાં વોટ્સએપે નવી શરતોના સ્વીકાર કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જો કે આ હાલ વોટ્સએપે આ અપડેટને હાલ ત્રણ માસ સુધી મોકૂફ રાખ્યું  છે. વોટસએપે આ અંગે કહ્યું છે કે આ દરમ્યાન યુઝર્સ વચ્ચે ફેલાયેલી ભ્રામક જાણકારીઓ દૂર કરશે. જેમાં એક બ્લોગ પોસ્ટમાં વોટસએપે લખ્યું છે કે  ‘અમે અનેક લોકોને સાંભળયા છે. અમારી  હાલના અપડેટને લઈને ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. આ અપડેટથી અમે ફેસબુક જોડે વધારે ડેટા શેર નથી કરવાના.

આ પૂર્વે પણ Whatsappp  એક બ્લોગના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી કે અમે કોઈના મેસેજ અથવા કોલ જોઈ નથી શકતા અને ફેસબુક પણ નથી જોઈ શકતું. ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે 4 જાન્યુઆરીના રોજ  ‘ઈન એપ’  નોટિફીકેશનના માધ્યમથી નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત કરી હતી.  જેમાં અપડેટ આવવાનું પણ શરૂ થયું હતું. વોટસએપે તેમાં જણાવ્યું હતું કે તે કેવી રીતે ફેસબુક જોડે ડેટા શેર કરે છે. તેમજ કહેવામાં આવ્યું હતું કે જો અપડેટ સ્વીકારકવામાં નહી આવે તો 8 ફેબ્રુઆરીથી તમારું  વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે.

આ પણ વાંચો: ‘કુછ દિન તો ગુજારો ઉતરાખંડ મેં’ ટુરિઝમને વધારવા માટે ગુજરાતની રીતથી શો કરશે ‘Big B’

g clip-path="url(#clip0_868_265)">