Tech Tips: આ Android Tricksથી થશે તમારા કામ સરળ, આ રીતે કરો ઉપયોગ

ઘણી વખત યુઝરને મેસેજ એપમાં એવા મેસેજ આવે છે, જેમાં વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે. વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવામાં આવે છે, ત્યારબાદ આ મેસેજ નકામા બની જાય છે.

Tech Tips: આ Android Tricksથી થશે તમારા કામ સરળ, આ રીતે કરો ઉપયોગ
Android PhoneImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 7:29 PM

જો તમે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરો છો તો આ લેખમાં અમે તમારા માટે કેટલીક નવી માહિતી લઈને આવ્યા છીએ. તમારો એન્ડ્રોઈડ ફોન એક કરતાં વધુ શ્રેષ્ઠ સુવિધાઓ અને ફીચર સાથે આવે છે, પરંતુ ઘણા ઓછા વપરાશકર્તાઓ આ સુવિધાઓથી વાકેફ હોય છે. આ સ્માર્ટ ફીચર્સની મદદથી તમે તમારા ઘણા કાર્યોને સરળ બનાવી શકો છો તો ચાલો કેટલીક નવી અને અમેજીંગ Android ટ્રિક્સ વિશે જાણીએ જેનાથી તમે તમારા કામ સરળ કરી શકો છો.

આ પણ વાંચો: મેટાએ મલ્ટિપલ એકાઉન્ટ માટે રજૂ કરી નવી સુવિધા, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને એક જ એકાઉન્ટથી કરી શકાશે મેનેજ

વન ટાઈમ મેસેજનો કરો Google મેસેજ એપથી સફાયો

ઘણી વખત યુઝરને મેસેજ એપમાં એવા મેસેજ આવે છે, જેમાં વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે. વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવામાં આવે છે, ત્યારબાદ આ મેસેજ નકામા બની જાય છે. આવી સ્થિતિમાં આ મેસેજ સેવ રહે છે. તમે Auto-delete OTPs after 24 hours ની મદદથી આ સંદેશાઓને એક જ વારમાં કાઢી શકો છો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Windows 11 પર ચાલાવી શકાય છે એન્ડ્રોઈડ એપ

વિન્ડોઝ 11માં એન્ડ્રોઇડ એપ્સ ચલાવવાની સુવિધા છે. એમેઝોન એપસ્ટોરની મદદથી, તમે Windows 11 પર સરળતાથી એન્ડ્રોઇડ એપ્સ ચલાવી શકો છો.

Incognito tabs માં સિક્યોરિટી લોક

આમ તો બ્રાઉઝરમાં ઈનકોગનિટો ટેબનો ઉપયોગ પ્રાયવસી માટે થાય છે. તેની હિસ્ટ્રી રેકોર્ડ થતી નથી. તેમજ વપરાશકર્તાને સાઇન ઇન કરવાની જરૂર નથી. ખાસ વાત એ છે કે તમે ઇન્કોગ્નિટો ટેબ પર મજબૂત સુરક્ષા લોક પણ સેટ કરી શકો છો. ઈનકોગનિટો ટેબ પર ફિંગરપ્રિન્ટ સેન્સર લોકનો વિકલ્પ મળે છે.

Androidમાં માઈક્રોફોન કેવી રીતે બંધ કરવું

જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો તમારે ફક્ત સેટિંગ્સમાં જઈને સિક્યુરિટી એન્ડ પ્રાઈવસીના ઓપ્શનમાં જવાનું રહેશે. આ પછી તમારે પ્રાઈવસી પર ટેપ કરવાનું રહેશે. ત્યારપછી તમને અહીંથી ખબર પડશે કે કઈ એપ પાસે કેમેરા અને માઇક્રોફોનનો એક્સેસ છે. તમે ઇચ્છો તે કોઈપણ એપ્લિકેશનમાંથી ઍક્સેસ દૂર કરી શકો છો. આ સિવાય તમે એક જ વારમાં આખા ફોનમાંથી માઇક્રોફોન અને કેમેરાનો એક્સેસ હટાવી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">