ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે, ટેલિકોમ રેગ્યુલેટર (TRAI)એ યુએસએસડી મેસેજ(USSD Messages)પર લાદવામાં આવતી ડ્યુટી નાબૂદ કરી છે. USSD ચાર્જ મોટે ભાગે ફીચર ફોન વપરાશકર્તાઓ દ્વારા મોબાઇલ બેંકિંગ અને પેમેન્ટ સેવાઓ દ્વારા વ્યવહારો માટે વસૂલવામાં આવે છે. USSD એ એક મોબાઈલ શોર્ટ કોડ છે જેનો ઉપયોગ ફીચર ફોન પર પણ નાણાકીય અને બેંકિંગ વ્યવહારો માટે થાય છે. ટ્રાઈએ ગુરુવારે USSD (Unstructured Supplementary Services Data)અપડેટ્સ પરના ચાર્જને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે.
યુએસએસડી ઇન્ટરનેટ કનેક્શન વિના મોબાઇલ ફોન પર સંદેશા મોકલે છે. આ ટેક્સ્ટ સંદેશ અન્ય SMS કરતા અલગ છે. ટેલિકોમ કંપનીઓ વારંવાર યુઝર્સને તેમના બેલેન્સ વિશે ચેતવણી આપવા માટે કૉલ અથવા SMS પછી યુએસએસડી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંદેશા મોકલે છે. અત્યાર સુધી આ ચાર્જ પ્રતિ USSD મેસેજ 50 પૈસા હતો.
USSD Fee એક એવી ફી છે જે ફીચર મોબાઇલ ફોન વપરાશકર્તાઓને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ મોબાઇલ બેંકિંગ અને ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આ સુવિધાની મદદથી તમે ઇન્ટરનેટ વિના પણ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.
ટ્રાઈએ કહ્યું છે કે મોબાઈલ બેંકિંગ અથવા પેમેન્ટ સેવાઓ માટે ગ્રાહકો પાસેથી કોઈ USSD ફી લેવામાં આવશે નહીં. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ટ્રાઈનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. આ નિર્ણયથી ડિજિટલ અર્થતંત્રને કેટલો ફાયદો થયો છે તે જોવા માટે આગામી બે વર્ષ સુધી સમીક્ષા કરવામાં આવશે.
શહેરો અને ગામડાઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો હોવા છતાં ફીચર ફોનનો ઉપયોગ કરનારા લોકોની કોઈ કમી નથી. મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા નથી. આવા લોકો યુએસએસડીની મદદથી મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓનો લાભ લે છે. USSD ચાર્જ નાબૂદ થવાથી ફીચર ફોન પર બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થશે.
આ પણ વાંચો: Tech News: Google Play Store દ્વારા ડઝનેક એપ્સ પર મુકાયો પ્રતિબંધ, ગુપ્ત રીતે કરતી હતી યુઝર્સના ડેટાની ચોરી
આ પણ વાંચો: Viral: વિદ્યાર્થીએ ફુલ સ્પીડમાં ફરતા પંખાને હાથ વડે રોક્યો, લોકો વીડિયો જોઈ દંગ રહી ગયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો