AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT માં લોકડાઉન મોડ, તમારી વ્યક્તિગત માહિતી હવે વધુ સુરક્ષિત રહેશે !

OpenAI એ ChatGPT માટે એક નવો લોકડાઉન મોડ લોન્ચ કર્યો છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો અને સંસ્થાઓ માટે બનાવવામાં આવ્યું છે જે સંવેદનશીલ માહિતી સાથે કામ કરે છે અને ડેટા ચોરીના જોખમને ઘટાડવા માંગે છે.

ChatGPT માં લોકડાઉન મોડ, તમારી વ્યક્તિગત માહિતી હવે વધુ સુરક્ષિત રહેશે !
OpenAI ChatGPT Lockdown ModeImage Credit source: ChatGPT
| Updated on: Jun 07, 2026 | 2:14 PM
Share

OpenAI એ ChatGPT વપરાશકર્તાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક નવો લોકડાઉન મોડ રજૂ કર્યો છે. આ સુવિધા ખાસ કરીને સંવેદનશીલ માહિતી સાથે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે બનાવવામાં આવ્યું છે જે ડેટા ચોરીનું જોખમ ઘટાડવા માંગે છે. લોકડાઉન મોડ Prompt Injection Attacks સામે રક્ષણ કરવામાં મદદ કરશે. જે આજની AI સિસ્ટમો માટે ખતરો છે. આ મોડને ચાલુ કરવાથી ચેટજીપીટીની ઇન્ટરનેટ અને બાહ્ય સેવાઓની ઍક્સેસ નોંધપાત્ર રીતે મર્યાદિત થશે.

શું છે લોકડાઉન મોડ?

OpenAI અનુસાર, સંવેદનશીલ ડેટા ખોટા હાથમાં ન જાય તે માટે લોકડાઉન મોડ રજૂ કરવામાં આવ્યો છે. AIની દુનિયામાં પ્રોમ્પ્ટ ઇન્જેક્શનને એક મોટો ખતરો માનવામાં આવે છે. હુમલાખોરો વેબસાઇટ્સ, ઇમેઇલ્સ, દસ્તાવેજો અથવા અન્ય કન્ટેન્ટમાં છુપાયેલા સૂચના દાખલ કરીને AI મોડેલોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. ઘણા કિસ્સાઓમાં આ ચેટબોટ્સ દ્વારા સંવેદનશીલ વપરાશકર્તા માહિતી જાહેર કરી શકે છે. નવો લોકડાઉન મોડ આ ખતરાને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. જ્યારે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા પ્રોમ્પ્ટ ઇન્જેક્શનને સંપૂર્ણપણે અટકાવતી નથી તે હુમલાખોરને ડેટા ટ્રાન્સમિશનના અંતિમ તબક્કાને નોંધપાત્ર રીતે મર્યાદિત કરે છે.

લોકડાઉન મોડ સાથે શું બદલાશે?

લોકડાઉન મોડ સક્રિય થયા પછી ચેટજીપીટીના ઘણા ફીચર્સ કામ કરવાનું બંધ કરી દેશે અથવા મર્યાદિત થઈ જશે. લાઇવ વેબ બ્રાઉઝિંગ Cached Content સુધી મર્યાદિત રહેશે. ડીપ રિસર્ચ અને એજન્ટ મોડ સંપૂર્ણપણે બંધ થઈ જશે. કેનવાસમાં બનાવેલ કોડ ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકશે નહીં. વધુમાં ફાઇનાન્સ અને શોપિંગ જેવા Integrated Agent Features ઉપલબ્ધ નહીં રહે. Image Generation ફીચરનો ઉપયોગ કરી શકાશે નહીં. જોકે મેમરી, ફાઈલ અપલોડ, ચેટ શેરીંગ જેવા ફીચર્સ પર કોઈ અસર નહીં પડે

લોકડાઉન મોડને કેવી રીતે સક્રિય કરવું

લોકડાઉન મોડ ચેટજીપીટી ફ્રી, ગો, પ્લસ, પ્રો અને સેલ્ફ-સર્વિસ બિઝનેસ એકાઉન્ટ્સમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. એકવાર સુવિધા ઉપલબ્ધ થઈ જાય પછી વપરાશકર્તાઓ તેને સરળતાથી વાપરી શકે છે. સૌપ્રથમ ChatGPT એપ અથવા વેબસાઇટ ખોલો. પછી સેટિંગ્સમાં જાઓ. સિક્યુરિટી સેક્શનમાં બાદ એડવાન્સ સિક્યુરિટી પર ક્લિક કરો. અહીં એડવાન્સ્ડ સિક્યુરિટી વિકલ્પ હેઠળ લોકડાઉન મોડ દેખાશે. વપરાશકર્તાઓ તેને એક જ ટેપથી સક્રિય કરી શકે છે. આ સુવિધા દરેક માટે જરૂરી નથી પરંતુ તે સંવેદનશીલ ડેટા સાથે કામ કરતા વ્યાવસાયિકો અને સંસ્થાઓ માટે વધારાની સુરક્ષાનું એક મહત્વપૂર્ણ સ્તર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો, Instagram Reels : ભારતીયો ઇન્સ્ટાગ્રામ ક્યા પ્રકારના રીલ્સ વધુ જોઈ રહ્યા છે?

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">