AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Reels : ભારતીયો ઇન્સ્ટાગ્રામ ક્યા પ્રકારના રીલ્સ વધુ જોઈ રહ્યા છે?

ભારતમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટની લોકપ્રિયતા સતત વધી રહી છે. મોટાભાગે આજના લોકો ટુંકા સમયના શોર્ટ જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વચ્ચે Meta દ્વારા એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે 2026માં ભારતીય યુઝર્સ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર કયા પ્રકારનું કન્ટેન્ટ સૌથી વધુ જોવાનું પસંદ કરે છે.

Instagram Reels : ભારતીયો ઇન્સ્ટાગ્રામ ક્યા પ્રકારના રીલ્સ વધુ જોઈ રહ્યા છે?
Instagram Reels ContentImage Credit source: Whisk
| Updated on: Jun 07, 2026 | 11:32 AM
Share

ભારતમાં શોર્ટ વીડિયો કન્ટેન્ટની લોકપ્રિયતા સતત વધી રહી છે. મોટાભાગે લોકો ફ્રી ટાઈમમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતા હોય છે. એક રિસર્ચ એજન્સી દ્વારા યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર કયા પ્રકારનું કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે આ વિષય પર સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં દેશના અનેક શહેરો અને ગ્રામિણ વિસ્તારોના લોકોનો સમાવેશ હતો.

બ્યુટી અને ફેશન કન્ટેન્ટ બન્યું સૌથી મોટું આકર્ષણ

રિપોર્ટ અનુસાર, બ્યુટી, મેકઅપ, ફેશન અને લેટેસ્ટ ટ્રેન્ડ્સ સંબંધિત વીડિયો ભારતીય દર્શકોમાં સૌથી વધુ લોકપ્રિય રહ્યા છે. સર્વેમાં સામેલ 52 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ નિયમિતપણે આવા કન્ટેન્ટ સાથે જોડાયેલા હોય છે. જ્યારે 39 ટકા લોકોએ કોમેડી કન્ટેન્ટ જોવાનું પસંદ કર્યું છે અને 38 ટકા લોકોએ રમતગમત સંબંધિત વીડિયો જોયા છે જ્યારે 37 ટકા લોકોએ મુસાફરી કન્ટેન્ટ જોવાનું પસંદ કર્યું છે.

ક્રિએટર્સ માટે રીલ્સ બન્યું સૌથી અસરકારક પ્લેટફોર્મ

સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અન્ય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સની સરખામણીએ કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ એન્ગેજમેન્ટ આપે છે. દર્શકો માત્ર રીલ્સ જ નથી જોતા પરંતુ લાઈક, કમેન્ટ, શેર અને રીશેર પણ કરે છે.

રીલ્સ માત્ર મનોરંજન સુધી મર્યાદિત નથી

રિપોર્ટ મુજબ, રીલ્સ હવે માત્ર મનોરંજન સુધી મર્યાદિત રહ્યું નથી. પરંતુ લોકોના ખરીદી સંબંધિત નિર્ણયોને પણ અસર કરી રહ્યું છે. ઘણા લોકોએ જણાવ્યું કે તેમને નવા પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સ વિશેની પ્રથમ માહિતી રીલ્સ દ્વારા જાણવા મળે છે. ગ્રાહકો કોઈ બ્રાન્ડ પર વિચાર કરતા પહેલાં તે સંબંધિત રીલ્સ જુએ છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ ઈ-કોમર્સ અને ડિજિટલ માર્કેટિંગનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.

સૌથી વધુ Gen Z પ્રભાવિત

યુવા પેઢી ખાસ કરીને Gen Z આ સૌથી મોટો ભાગ બનીને ઉભરી આવી છે. Gen Z યુઝર્સ નવા પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સની શોધ Metaના પ્લેટફોર્મ્સ દ્વારા કરે છે. Gen Z યુઝર્સ દરરોજ રીલ્સ જુએ છે અથવા તેની સાથે જોડાયેલા રહે છે. આથી સ્પષ્ટ થાય છે કે યુવાનો માટે રીલ્સ હવે માહિતી, મનોરંજન અને ખરીદીની પ્રેરણાનું મુખ્ય સ્ત્રોત બની ગયું છે.

ગ્રામિણ ભારતમાં પણ રીલ્સનો ઝડપી પ્રસાર

અગાઉ એવું માનવામાં આવતું હતું કે વીડિયો કન્ટેન્ટનો પ્રભાવ મુખ્યત્વે મોટા શહેરો સુધી મર્યાદિત છે, પરંતુ નવી રિપોર્ટ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સર્વેમાં જાણવા મળ્યું કે ગ્રામિણ યુઝર્સ પણ નવા બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ વિશેની માહિતી Metaના પ્લેટફોર્મ્સ દ્વારા મેળવે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Instagram Plus : હવે Seen થયા વગર જોઈ શકશો Story, 299 પ્રતિ મહિને પૈસા ચૂકવીને મળશે ઘણા નવા ફીચર્સ!

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">