NASAના વૈજ્ઞાનિકોનો કમાલ, પૃથ્વીથી 24 અબજ કિમી દૂર રહેલા અવકાશયાનને કર્યું રિપેર, જાણો કેવી રીતે

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલ અવકાશમાં અટવાયા છે અને તેમને પાછા લાવવા માટે NASA દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે તમને જણાવી દઈએ કે તાજેતરમાં NASAએ પૃથ્વીથી 24 અબજ કિલોમીટર દૂર રહેલા વોયેજર-1 નામના અવકાશયાનને રિપેર કરીને કમાલ કર્યો છે. ત્યારે આ લેખમાં NASAની આ કામગીરી અંગે તેમજ વોયેજર-1 મિશન શું છે તેના વિશે માહિતી આપીશું.

NASAના વૈજ્ઞાનિકોનો કમાલ, પૃથ્વીથી 24 અબજ કિમી દૂર રહેલા અવકાશયાનને કર્યું રિપેર, જાણો કેવી રીતે
Voyager
Follow Us:
| Updated on: Jul 03, 2024 | 6:44 PM

વિશ્વનું સૌથી મોટું રહસ્ય એ છે કે શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ કે કોઈ બીજી પ્રજાતિ પણ છે. વિશ્વભરની અવકાશ એજન્સીઓ આ પ્રશ્નને ઉકેલવામાં વ્યસ્ત છે. આમાં સૌથી મોટી ભૂમિકા અમેરિકન સ્પેસ એજન્સી NASA ભજવી રહ્યું છે. નાસાએ 46 વર્ષ પહેલા 2 અવકાશયાન વોયેજર-1 અને વોયેજર-2 લોન્ચ કર્યા હતા.

NASA દ્વારા તાજેતરમાં પૃથ્વીથી 24 અબજ કિલોમીટર દૂર રહેલા વોયેજર-1 નામના અવકાશયાનને વૈજ્ઞાનિકોએ ફરીથી કાર્યરત કર્યું છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે NASAએ પૃથ્વી પરથી અબજો કિલોમીટર દૂર રહેલા અવકાશયાનને કેવી રીતે રિપેર કર્યું હશે ? તો આ લેખમાં અમે તમને NASAની આ કામગીરી અંગે તેમજ વોયેજર-1 મિશન શું છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપીશું.

વોયેજર મિશન શું છે ?

1977માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વી પરથી બે અવકાશયાન છોડ્યા હતા. જેના નામ વોયેજર-1 અને વોયેજર-2 હતા. વોયેજર 2 અમેરિકન સ્પેસ સેન્ટર કેપ કેનાવેરલથી 20 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે વોયેજર-1ને 5 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંને અવકાશયાન પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર છે.

ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર
ફેટી લીવર હોય તો સવારે શું ખાવું ?
વિરાટ કોહલી તેના બાળપણના કોચને ગળે મળતા જ થયો ભાવુક, જુઓ તસવીર
જ્યાં છે અંબાણીનું ઘર એન્ટિલિયા ત્યાં જમીનના ભાવ શું છે? આટલામાં મળશે એક ફ્લેટ
રમ, વ્હિસ્કી, વાઇન અને બીયર... શેમાં નશો વધારે થાય ?

લગભગ 46 વર્ષ પહેલા લોન્ચ કરાયેલ વોયેજર-1 એ પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવેલ સૌથી દૂરનું અવકાશયાન છે. નાસાની વેબસાઈટ અનુસાર, તે હાલમાં પૃથ્વીથી 24 અબજ કિલોમીટરના અંતરે છે અને ધીમે ધીમે સૌરમંડળથી દૂર જઈ રહ્યું છે. રેડિયો સિગ્નલ પ્રકાશની ઝડપે આ અંતર કાપવામાં 22.5 કલાક લે છે. આનો અર્થ એ છે કે વોયેજર-1ને મેસેજ આપવામાં અને મેસેજ મેળવવામાં વૈજ્ઞાનિકોને લગભગ બે દિવસ લાગે છે. વોયેજર-1 એ 61,100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અવકાશમાં મુસાફરી કરી રહ્યું છે, જેનો અર્થ છે કે તે હંમેશા સ્થાન બદલતું રહે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આજે 46 વર્ષ પછી પણ બંને અવકાશયાન કામ કરી રહ્યા છે અને બ્રહ્માંડના તમામ રહસ્યો માનવ સુધી પહોંચાડી રહ્યા છે. જો કે, બંનેની કામ કરવાની શક્તિ નબળી પડી ગઈ છે. તેમની ટેક્નોલોજી પણ જૂની છે. આજે, નાસાએ વોયેજર અવકાશયાનમાંથી આવતા સંદેશાઓને મેળવવા માટે વિશ્વભરમાં રેડિયો સિગ્નલ કેન્દ્રો બનાવ્યા છે.

વોયેજર મિશન મોકલવાનો ઉદ્દેશ

વોયેજર-1 એ સૂર્યના હેલીઓસ્ફિયરની બહારના એટલે કે બાહ્ય સૌરમંડળ અને તારાઓ વચ્ચેની અવકાશનો અભ્યાસ કરવા માટે વોયેજર પ્રોગ્રામના ભાગરૂપે 5 સપ્ટેમ્બર, 1977ના રોજ નાસા દ્વારા શરૂ કરાયેલી અવકાશ સંશોધન વાહન છે. તે NASA ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા નિયમિત આદેશો પ્રાપ્ત કરવા અને પૃથ્વી પર ડેટા ટ્રાન્સમિટ કરવા માટે કોમ્યુનિકેશન કરે છે. રીઅલ-ટાઇમ અંતર અને વેગ ડેટા NASA અને JPL દ્વારા આપવામાં આવે છે. જૂન 2024 સુધીમાં પૃથ્વીથી 24.4 બિલિયન કિમીના અંતરે આવેલું માનવ નિર્મિત મિશન છે.

46 વર્ષોમાં વોયેજર મિશનથી આપણને બ્રહ્માંડના ઘણા રહસ્યો જાણવા મળ્યા છે. ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહો વિશે ઘણી રસપ્રદ માહિતી મળી છે. આ મહાકાય ગ્રહોના ચંદ્રો વિશેની તમામ માહિતી વોયેજર મિશન દ્વારા મેળવવામાં આવી છે. એટલે કે વોયેજર માત્ર એક સ્પેસ મિશન નથી, પરંતુ દૂરના બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે તેની માહિતી પણ મોકલે છે.

વોયેજર મિશન લોન્ચ કર્યાના 18 મહિના પછી એટલે કે 1979માં વોયેજર 1 અને 2 એ જ્યુપિટર ગ્રહની શોધ શરૂ કરી હતી. બંને અવકાશયાનોએ સૌરમંડળના આ સૌથી મોટા ગ્રહની ખૂબ જ સ્પષ્ટ અને રસપ્રદ તસવીરો મોકલી હતી. વોયેજર મિશન દ્વારા આપણે શનિના નાના ચંદ્ર એન્સેલેડસની શોધ કરી હતી.

બંને અવકાશયાન હંમેશા અવકાશમાં જ રહેશે. કદાચ બીજી કોઈ સંસ્કૃતિ માનવતાના આ સંદેશવાહકો શોધી શકે. ત્યારે તેઓ આ વાહનોમાં સ્થાપિત ગ્રામોફોન રેકોર્ડ દ્વારા મનુષ્યનો સંદેશ વાંચી શકશે.

નવેમ્બર-2023માં સર્જાઈ હતી ખામી

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન વોયેજર-1 સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ ફરીથી તેણે સિગ્નલ મોકલ્યા છે અને નાસાના એન્જિનિયરો તેને વાંચવામાં સફળ રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં વૈજ્ઞાનિકોને વોયેજર-1 ના વર્તનમાં ફેરફાર થયો હોવાનું લાગ્યું. અવકાશયાન સામાન્ય રીતે ડેટા મોકલી રહ્યું ન હતું. ડેટામાં એ જ પેટર્ન વારંવાર પુનરાવર્તિત થઈ રહી હતી, જે સમજની બહાર હતી. આ અવકાશયાને ગયા વર્ષે 14 નવેમ્બરથી સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું. જો કે, વોયેજર-1ને પૃથ્વી પરથી મોકલવામાં આવતા આદેશો મળતા હતા.

વૈજ્ઞાનિકોએ વોયેજરની ત્રણ ઓનબોર્ડ કમ્પ્યુટર સિસ્ટમમાંથી એકમાં ખામી શોધી કાઢી હતી. આ કમ્પ્યુટર્સ વોયેજરની ફ્લાઇટ ડેટા સબસિસ્ટમ (FDS)નો ભાગ છે. એફડીએસ પૃથ્વી પર મોકલતા પહેલા અવકાશયાન દ્વારા એકત્રિત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ડેટાને પેકેજ કરે છે. કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીની ટીમે શોધી કાઢ્યું હતું કે ડેટા એકત્રિત કરતી મેમરી ચિપ નિષ્ફળ ગઈ હતી. આ ચિપમાં FDS કોમ્પ્યુટરનો સોફ્ટવેર કોડ પણ હતો.

નાસાના વૈજ્ઞાનિકોએ કર્યું સમસ્યાનું નિરાકરણ

નાસાની ટીમે શોધી કાઢ્યું હતું કે અવકાશયાન પરની એક ચિપ ખરાબ થઈ હતી, જેના લીધે 3 ટકા ડેટા સિસ્ટમ મેમરી ખરાબ થઈ ગઈ હતી. આ કારણોસર અવકાશયાન કોઈપણ વાંચી શકાય તેવા સંકેત મોકલી શકતું ન હતું. ત્યારે હવે વૈજ્ઞાનિકોએ કોડિંગ દ્વારા ચિપને ઠીક કરી લીધી છે, જેના કારણે મિશન ફરીથી કાર્યરત થયું છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જમીનથી આટલા અંતરે ચિપને ઠીક કરવી શક્ય નથી, ત્યારબાદ અન્ય વિકલ્પો પર કામ શરૂ થયું. સોફ્ટવેર કોડને એફડીએસની મેમરી સિસ્ટમથી અલગ જગ્યાએ મૂકવાનો એક રસ્તો હતો, પરંતુ અહીં પણ સમસ્યા આવતી હતી. કોડ ઘણો મોટો હતો અને તેને એકસાથે રાખવા માટે પૂરતી જગ્યા નહોતી.

ત્યાર બાદ એન્જિનિયર્સની ટીમે કોડને કેટલાક ભાગોમાં વહેંચી દીધો અને તેને ફ્લાઈટ ડેટા સબસિસ્ટમમાં અલગ-અલગ જગ્યાએ મૂક્યોઅને તેઓ એક સાથે કામ કરી શકે તે રીતે ગોઠવવામાં આવ્યા હતા. આખરે 18 એપ્રિલના રોજ વોયેજર-1 એ પૃથ્વી પર રેડિયો સિગ્નલ મોકલ્યો, જે 20 એપ્રિલે નાસાની ગ્રાઉન્ડ ટીમને પ્રાપ્ત થયો હતો.

નાસાની ટીમે પૃથ્વી પરથી 24 અબજ કિલોમીટર દૂર વોયેજર-1ની કોમ્પ્યુટરની સમસ્યાને દૂર કરવાનું પરાક્રમ કર્યું છે. ખાસ વાત એ છે કે વોયેજરનું જે કોમ્પ્યુટર નાસાની ટીમે આટલા દૂરથી રિપેર કર્યું હતું તે 1970ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. નાસાની ટીમના પ્રયાસોને કારણે અવકાશમાં અવિરત સફર કરી રહેલા વોયેજર-1 એ 5 મહિના પછી પૃથ્વી પર પહેલો મેસેજ મોકલ્યો, જે વૈજ્ઞાનિકો વાંચવામાં સફળ રહ્યા હતા. અવકાશયાને સિગ્નલ મોકલવાનું ફરીથી શરૂ કરતાં આ મિશન હાલ ચર્ચામાં છે.

Latest News Updates

અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અદાણીને આપેલી ગૌચરની જમીન ગામના લોકોને પરત કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા દરમ્યાન કયો રુટ રહેશે બંધ ?
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
રાહુલની મુલાકાત પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી વાસનિક આવ્યા ગુજરાત
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
અમદાવાદ: AMC ના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
આવતીકાલે 102માં ‘આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ’ ની કરાશે ઉજવણી
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
બહુચર માતાજી માટે અભદ્ર વાણી વિલાસ કરનાર રાજકોટના શખ્શ સામે ફરિયાદ
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
ભાવનગરમાં હાઈટેક રથ પર નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા- Video
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહીસાગર જિલ્લામાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
રથયાત્રા અગાઉ આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી
g clip-path="url(#clip0_868_265)">