Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી

વેબસાઈટ ડાઉન ડિટેક્ટરેએ ગૂગલ મેપ્સ વિશે એક અહેવાલ બહાર પાડ્યો હતો કે સેંકડો હજારો લોકો અચાનક મેપ્સ એપ ડાઉન થવાને કારણે તેને ખોલવામાં અસમર્થ હતા. આ અંગે ગૂગલ મેપની વેબસાઈટે એક નિવેદન જાહેર કર્યું હતું.

Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી
Google Map (Symbolic Image)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 9:22 AM

ગૂગલ મેપ્સ (Google Maps)લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. હવે આપણે કોઈ પણ અજાણી જગ્યા પર જવું હોય તો બિન્દાસ જઈ શકીએ છીએ કારણ કે રસ્તો ભટકવાની ચિંતા દૂર થઈ ગઈ છે. જો તમે ક્યાંક ફરવા જાઓ છો અથવા જવા માંગતા હોવ તો એકવાર ગૂગલ મેપ ઓપન કરીને લોકેશન (Location)જાણવાનો પ્રયાસ કરો છો. પરંતુ જ્યારે આ ફીચર ડાઉન હોય છે, ત્યારે તમે સમજી શકો છો કે તે કેટલી હદે સમસ્યા બની શકે છે. ભારતમાં ગુરુવારે મોડી સાંજે લગભગ 9:30 વાગ્યે વિશ્વભરના વપરાશકર્તાઓ માટે Google Maps ક્રેશ થયું.

હજારો લોકો અચાનક એપ ખોલી શકતા ન હતા

વેબસાઈટ ડાઉન ડિટેક્ટરેએ ગૂગલ મેપ્સ વિશે એક અહેવાલ બહાર પાડ્યો હતો કે સેંકડો હજારો લોકો અચાનક મેપ્સ એપ ડાઉન થવાને કારણે તેને ખોલવામાં અસમર્થ હતા. આ અંગે ગૂગલ મેપની વેબસાઈટે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સર્વરમાં ખામી સર્જાઈ છે.

લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી

આની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકો એટલા હતાશ થઈ ગયા કે તેઓએ Apple Mapsનો પણ આશરો લીધો. એકે ટ્વિટ કરીને લખ્યું કે હું ક્યાંક જઈ રહ્યો છું અને અચાનક ગૂગલ મેપ બંધ થઈ ગયો. મેં ભટકવાનું ટાળ્યું કારણ કે મારી પાસે Apple Maps છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ભારત પાસે હવે ગૂગલ મેપનો વિકલ્પ હોવો જોઈએ

આવા સમયે, ગૂગલ મેપ્સનો વિકલ્પ બનાવવાનો ભારતનો પ્રયાસ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જેથી ભવિષ્યમાં આવી એક પણ ખામી સમગ્ર સામાન્ય જીવનને ખલેલ પહોંચાડે નહીં. તે જ સમયે, ગૂગલ મેપ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનોમાંથી એક છે.

આ પણ વાંચો: Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું

આ પણ વાંચો: Tech Tips: ગૂગલ પે દ્વારા FASTag કેવી રીતે કરવું રિચાર્જ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

g clip-path="url(#clip0_868_265)">