AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: ગૂગલ પે દ્વારા FASTag કેવી રીતે કરવું રિચાર્જ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી પર કામ કરે છે, જેના દ્વારા ટોલ બ્લોક પર નોન-સ્ટોપ ટોલ ટેક્સ ચૂકવી શકાય છે. Google Pay સાથે FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા માટે, બંનેને લિંક કરવું જરૂરી છે.

Tech Tips: ગૂગલ પે દ્વારા FASTag કેવી રીતે કરવું રિચાર્જ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
FASTag Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:28 AM
Share

ફાસ્ટેગ (FASTag)એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ (Electronic Toll Collection)છે જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (National Highways Authority of India)દ્વારા ચલાવવામાં આવે છે. તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી પર કામ કરે છે, જેના દ્વારા ટોલ બ્લોક પર નોન-સ્ટોપ ટોલ ટેક્સ ચૂકવી શકાય છે. Google Pay સાથે FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા માટે, બંનેને લિંક કરવું જરૂરી છે. આ માટે તમારે પહેલા Google Pay એપના “Bill Payments” વિભાગમાં જવું પડશે.

“બિલ પેમેન્ટ્સ” વિભાગમાં, તમને FASTag રિચાર્જનો વિકલ્પ મળશે. આ પછી તમારે FASTag રિચાર્જ માટે તમારી Google Pay એપમાં હાજર કોઈપણ એક બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે. Google Pay સાથે FASTag રિચાર્જ કરવા માટે, તમારે Google Pay FASTag એકાઉન્ટનો ઉપયોગ કરવાની જરૂર છે, જે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સાથે લિંક હશે.

FASTag એકાઉન્ટ કેવી રીતે લિંક કરવું

  1. સૌ પ્રથમ, FASTag એકાઉન્ટને લિંક કરવું પડશે.
  2. તમારા Android અથવા iPhone પર Google Pay એપ્લિકેશન ખોલો.
  3. હવે New Payment બટન પર ક્લિક કરો.
  4. આ પછી સર્ચ બારમાં “FASTag” સર્ચ કરો.
  5. નીચે, તમારે તમારી FASTag જાહેર કરનાર બેંક પસંદ કરવાની રહેશે.
  6. હવે Get Started પર ક્લિક કરો.
  7. હવે, તમારે તમારો વાહન નંબર દાખલ કરવો પડશે અને ખાતાને નામ આપવું પડશે. ઉદાહરણ તરીકે, “માય કાર” અથવા તમે તમારી કારના મોડલ નામનો પણ ઉપયોગ કરી શકો છો.
  8. હવે સ્ક્રીનની નીચે લિંક એકાઉન્ટ બટન પર ક્લિક કરો.
  9. આ પછી તમારે તમારા એકાઉન્ટની રિવ્યું કરવું પડશે, જેમાં એકાઉન્ટ ધારકનું નામ અને વાહન નંબર વગેરે સામેલ હશે.
  10. સમીક્ષા કર્યા પછી, લિંક એકાઉન્ટ બટન પર ક્લિક કરો. હવે ઓછામાં ઓછા 200 રૂપિયાનું પેમેન્ટ માટે પે બટન પર ટેપ કરો.
  11. હવે ટિક પર ક્લિક કરો.
  12. આ પછી સ્ક્રીનના નીચે Pay બટન પર ક્લિક કરો.
  13. હવે, Google Pay એપ્લિકેશન તમને તમારો UPI પિન પૂછશે, જે દાખલ કર્યા પછી તમારી પેમેન્ટ કરવામાં આવશે.
  14. એકવાર ચુકવણી થઈ જાય, પછી તમને Google Pay સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટમાંથી એક SMS મળશે.

આ પણ વાંચો: Viral: ત્રણ કોબરા સાપ સાથે મસ્તી કરી રહ્યો હતો શખ્સ, અચાનક સાપે હુમલો કરતા થયું કંઈક આવું

આ પણ વાંચો: Success Story: કોરોનામાં નોકરી ગઈ તો ઘરમાં જ શરૂ કરી માઈક્રોગ્રીન્સની ખેતી, સરકારથી મળી સહાય તો કમાણી પણ સારી થઈ 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">