Jio Vs BSNL: Jioને પછાડી BSNL થયું આગળ, માત્ર 56 રૂપિયામાં આપે છે બંપર ડેટા
Jio Vs BSNL: એક તરફ રિલાયન્સ જિયો (Reliance Jio) ખૂબ જ ઓછા સમયમાં લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યુ તો બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકોને ખુશ કરવાની સાથે જ રિલાયન્સ જિયોને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે.
Jio Vs BSNL: એક તરફ રિલાયન્સ જિયો (Reliance Jio) ખૂબ જ ઓછા સમયમાં લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યુ તો બીજી બાજુ સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકોને ખુશ કરવાની સાથે જ રિલાયન્સ જિયોને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. BSNLના અન્ય ઘણા પ્લાન છે, જેમાં ઓછા ભાવે બમ્પર ડેટાની સાથે ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે તો ચાલો BSNLના આ મહત્વના પ્લાન પર એક નજર કરીએ.
જિયોનો 51 રૂપિયાનો પ્લાન જો જિયોના 51 રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ તો ગ્રાહકોને કુલ 6 જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. જિયોના ગ્રાહક આ પ્લાનનો ઉપયોગ એડ-ઓન-ડેટા તરીકે કરી શકે છે.
BSNLનો 56 રૂપિયાનો પ્લાન BSNL પોતાના ગ્રાહકોને ફક્ત 56 રૂપિયામાં 10 જીબી ડેટા આપી રહી છે. આ પ્લાન એવા લોકો માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેમને વધુ ઈન્ટરનેટ ડેટાની જરૂર છે. જો કે આ પ્લાનમાં ઈન્ટરનેટ ડેટા સિવાય કોલિંગ અને SMSની સુવિધા આપવામાં આવી નથી. આ રિચાર્જ પેક અંતર્ગત BSNLના ગ્રાહકોને વિના મૂલ્યે ઝિંગ (zing)નું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
BSNLનો 97 રૂપિયાનો પ્લાન BSNLના 97 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 18 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ રિચાર્જ પેકમાં BSNL વપરાશકારોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMS પણ આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: QS Subject Ranking 2021માં ટોપ 100 સંસ્થાઓમાં 12 ભારતીય કોલેજનો સમાવેશ