સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

Jio-Google નો આ સ્માર્ટફોન હાલ રીસર્ચ અને ડેવલોપમેન્ટના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી તેના ભાગો ખરીદવાની તૈયારીમાં છે.

સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 7:57 PM

રિલાયન્સ Jio-Google ના સસ્તા સ્માર્ટફોનની હાલના દિવસોમાં ઘણી ચર્ચા થઇ રહી છે. દિવાળીની આસપાસ આ ફોન ભારતમાં લોન્ચ થઈ શકે છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર Jio-Google ની પાર્ટનરશિપમાં બની રહેલો આ સ્માર્ટફોન હાલમાં વિંગટેક મોબાઈલ્સ, ડિકસન ટેક્નોલોજીઓ, યુટીએલ નિયોલિંક્સ અને ફ્લેક્સટ્રોનિક્સ ટેક્નોલોજીના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટેસ્ટીંગમાંથી પસાર થઇ રહ્યો છે.

ગૂગલ સોફ્ટવેર આપશે, અન્ય વિક્રેતાઓ એસેમ્બલીંગ કરશે ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની વિંગટેક Jio-Google ના આ ફોનની ડિઝાઇન તૈયાર કરી શકે છે. વિંગટેક કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે ગૂગલનું કામ આ ફોન માટે સોફ્ટવેર તૈયાર કરવાનું હતું અને બાકીના વિક્રેતાઓ ફોન એસેમ્બલ કરવાનું કામ કરશે. ફોનનું ટ્રાયલ શરૂ થવાની સાથે જ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફોન આ વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં બજારમાં આવશે.

jio નું 50 કરોડ ગ્રાહક પુરા કરવાનું લક્ષ્ય Jio-Google ના આ સસ્તા સ્માર્ટફોન માટે ભારતના 30 કરોડ સ્માર્ટફોન વપરાશકારોને લક્ષ્ય બનાવવા માટે ખૂબ મહત્વનું છે કારણ કે જિઓએ પહેલાથી જ પોતાના માટે 50 કરોડ ગ્રાહકોનું લક્ષ્ય નક્કી કર્યું છે. Jio પાસે હાલમાં 42.6 કરોડ યુઝર્સ છે, પરંતુ કંપનીને એરટેલ તરફથી સખત સ્પર્ધા મળી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કંપનીને થઇ શકે છે 4.2 કરોડ ગ્રાહકોનો ફાયદો બ્રોકરેજ ફર્મ યુબીએસના જણાવ્યા અનુસાર Jio-Google ના સસ્તા સ્માર્ટફોનથી જીઓને બેથી ત્રણ વર્ષમાં 3 થી 4.2 કરોડ ગ્રાહકો સુધી ફાયદો થઈ શકે છે. યુબીએસએ કહ્યું કે 50 ડોલરની કિંમતે આ સ્માર્ટફોન લોંચ કરવો થોડો મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ફોનના ઘટકો સાથે સમાધાન કરીને, તેની કિંમત લગભગ 65 થી 70 ડોલરની નીચે લાવી શકાય છે.

કિંમત ઓછી રાખવી એ એક પડકાર બની શકે છે યુબીએસ અનુસાર, Jio-Google લાઇટ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ કરે તો પણ ખર્ચ ઘટાડવા માટે ડિસ્પ્લે અને ફોનની મેમરી પર વિશેષ ધ્યાન આપવું પડશે. જો કે, 4G માઈગ્રેશનના લક્ષ્યને ધ્યાનમાં લેતા, Jio પણ આ સ્માર્ટફોનની કિંમત 50 ડોલર રાખી શકે છે.

ભારતમાં આટલી હોઈ શકે છે કિંમત Jio-Google નો આ સ્માર્ટફોન હાલ રીસર્ચ અને ડેવલોપમેન્ટના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી તેના ભાગો ખરીદવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ અનુસાર, જિયો-ગૂગલનો આ સ્માર્ટફોન ભારતમાં 50 ડોલરથી ઓછી કિંમતે એટલે કે લગભગ 3600 રૂપિયાની કિંમતે લોંચ થઈ શકે છે. કંપની આગામી મહિનામાં આ ફોનના પ્રી-ઓર્ડર તરીકે બુકિંગ શરૂ કરી શકે છે.

Latest News Updates

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">