Instagram Fraud: ઓનલાઈન ખરીદી કરતી વખતે રહો સાવચેત, ઈન્સ્ટાગ્રામ પર પ્રોડક્ટની ફેક જાહેરાત દ્વારા છેતરપિંડી, જુઓ Video
ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર જુદા-જુદા પ્રોડક્ટની નકલી જાહેરાત આપે છે અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે અને પછી થાય છે છેતરપિંડી.

હાલમાં લોકો પોતાની જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓની ખરીદી ઓનલાઈન (Online Shopping) કરે છે. તેથી શોપિંગ કરતી વખતે તમારે સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે ઓનલાઈન છેતરપિંડીના (Cyber Crime) કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફ્રોડ (Instagram Fraud) કરવામાં આવી રહ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર જુદા-જુદા પ્રોડક્ટની નકલી જાહેરાત આપે છે અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે અને પછી થાય છે છેતરપિંડી.
આઈફોનનો 20,000 રૂપિયામાં સોદો કર્યો
સાયબર ફ્રોડની એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર આઈફોનની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ તેમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો અને આઈફોનનો 20,000 રૂપિયામાં સોદો નક્કી કર્યો. આ પછી ઠગોએ તેની સાથે ફોન લેવા માટે કુલ 89, 997 રૂપિયાની છેતરપિંડી કરી હતી.
89, 997 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી
યુવકે ઈન્સ્ટાગ્રામ પર iPhone 13 ની જાહેરાત જોઈ હતી. જેની કિંમત 25 હજાર રૂપિયા જણાવવામાં આવી હતી. જાહેરાત જોઈને તેણે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો. ફોન પર વાત કર્યા બાદ 20,000 રૂપિયામાં ફોનનો સોદો નક્કી થયો હતો. ત્યારબાદ ફોન કરનારે કુરિયરના નામે 1050 રૂપિયા માંગ્યા હતા અને જુદા-જુદા ટ્રાન્સેકશન દ્વારા કુલ 89, 997 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Work From Home Fraud: વર્ક ફ્રોમ હોમના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન
ફ્રોડથી બચવા માટે સાવચેત રહો
1. કોઈ અજાણ્યા વ્યક્તિને તમારી અંગત વિગતો ન આપો.
2. ઓનલાઈન ટ્રાન્સેકશન સંબંધિત વાત આવે ત્યારે પીન કે OTP શેર કરશો નહીં.
3. કોઈપણ ઓનલાઈન ખરીદી વખતે વેબસાઈટ ચેક કરો.
4. વધારે રકમની ચૂકવણી ઓનલાઈન કરશો નહીં.
5. ખરીદી વખતે કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરવો જોઈએ.
6. ફેક લાગતી વેબસાઇટ્સ પર તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી આપવી નહીં.
7. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
8. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો