Breaking News : વડોદરામાં આરોગ્ય વિભાગની ઢીલી કામગીરી,ઉતરાયણમાં લીધેલા ઊંઘિયાના સેમ્પલ હોળી પછી આપ્યા
વડોદરામાં ખાદ્ય સુરક્ષા અંગેની ઢીલી કામગીરી સામે આવી છે. કારણ કે, ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી આવ્યો છે.લેબોરેટરીના રિપોર્ટમાં કુલ 22 નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું બહાર આવ્યા છે.
વડોદરામાં આરોગ્ય વિભાગની ઢીલી કામગીરીનું ઉત્તમ નમુનો સામે આવ્યો છે.ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો છે. સત્ય વિજય ફરસાણનું સુરતી ઊંધિયાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે.આ સિવાય અન્ય સ્થળની તલ અને શીંગની ચિક્કી પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું આવ્યું સામે આવ્યું છે.શંકાસ્પદ જણાતાં પનીર, દૂધ, ઘી, તેલ અને ચીક્કીના નમૂના લેવામાં આવ્યા હતા.
22 નમૂના હલકી ગુણવત્તાના હોવાનું બહાર આવ્યું
કારેલીબાગ, સમા-સાવલી રોડ અને ગોત્રી સહિતના વિસ્તારોમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટ, ડેરી યુનિટ અને ઉત્પાદક પેઢી પર તપાસ કરવામાં આવી હતી.લેબોરેટરીના રિપોર્ટમાં કુલ 22 નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું બહાર આવ્યા છે.નામાંકિત જગ્યાઓના નમૂના ગાયત્રી ભવન, અગ્રવાલ દૂગ્ધાલય , ગુપ્તા સમોસા સેન્ટર સત્યવિજય ફરસાણ હાઉસઆ તમામ સિવાય અનેક જગ્યાઓના લીધેલા નમૂનાઓ ફેલ થયા છે.રિપોર્ટ આવવાની રાહ જોતા હોવાના કારણે મોડા રિપોર્ટ જાહેર કર્યો હોવાનો બચાવ કર્યો છે.
જો આ રિપોર્ટ વહેલઓ આવ્યો હોત તો લોકોએ આ સ્થળેથી ખરીદી કરવાનું ટાળ્યું હોત. પરંતુ તેહવાર પૂર્ણ થયા બાદ લોકોએ મોટી સંખ્યામાં ઊંધિયું સહિત ફરસાણ અને દુધની આઈટમ આરોગ્યા બાદ મહિનાઓ બાદ હલકી ગુણવત્તાનો રિપોર્ટમાં સામે આવ્યો છે.આને લઈ હવે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.આટલું જ નહી આરોગ્ય વિભાગ પણ પોતાનો બચાવ કરતા જોવા મળ્યું હતુ.રિપોર્ટમાં કુલ 22 નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ સામે આવ્યા છે.
