Breaking News: સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, સરકારે 1002 કરોડની સબસિડી રિલીઝ કરી
સુરતના ટેક્સટાઈલ માર્કેટના વિવિધ ઉદ્યોગને 1002 કરોડની સબસિડીનું મોટું પેકેજ રિલીઝ થયું છે. મળતી માહિતી મુજબ 2019ની ટેક્સટાઈલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર થઈ છે. કુલ 4500થી વધુ ફાઈલોના નિકાલ થવાથી ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં રાહત મળી છે.
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરત ટેક્સટાઈલ માર્કેટ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે કાપડ ઉદ્યોગ પર પડેલા નકારાત્મક પ્રભાવ વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિવિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અંદાજે 1002 કરોડ રૂપિયાની સબસિડી રિલીઝ કરવામાં આવી છે, જેનાથી ઉદ્યોગકારોમાં નવી આશા જાગી છે.
ટેક્સટાઈલ માર્કેટ માટે 1002 કરોડની સબસિડીનું મોટું પેકેજ
સુરતના ટેક્સટાઈલ માર્કેટના વિવિધ ઉદ્યોગને 1002 કરોડની સબસિડીનું મોટું પેકેજ રિલીઝ થયું છે. મળતી માહિતી મુજબ 2019ની ટેક્સટાઈલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર યોજનાની પેન્ડિંગ ફાઈલો ક્લિયર થઈ છે. કુલ 4500થી વધુ ફાઈલોના નિકાલ થવાથી ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં રાહત મળી છે. ઘણા સમયથી અટકેલા લાભ હવે સીધા ઉદ્યોગકારોને મળવા લાગશે.
આ નિર્ણય પાછળ ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆત મહત્વપૂર્ણ રહી છે. ઉદ્યોગની હાલત સુધારવા માટે ચેમ્બર દ્વારા સરકાર સમક્ષ વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અંતે સરકારે ઉદ્યોગકારોની માંગને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
સુરતના કાપડ ઉદ્યોગને મળશે ગતિ
તાજેતરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે વિવિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો હતો. હવે આ સબસિડી અને નીતિગત સહાયથી ઉદ્યોગને ફરી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પણ મદદ મળશે
ઉદ્યોગજગતના નિષ્ણાતોના મત મુજબ, આ સહાય પેકેજથી માત્ર હાલની મંદીને જ નહીં પરંતુ ભવિષ્યમાં ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પણ મદદ મળશે. સબસિડીના કારણે નવી ટેક્નોલોજી અપનાવવા, ઉત્પાદન ક્ષમતા વધારવા અને રોજગારીના નવા અવસરો ઉભા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગકારો હવે સરકારના આ પગલાને લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનતા થયા છે.
Breaking News : દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ

