અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા, પોલીસને જોતા જ વૃદ્ધે ફેરવી તોળ્યુ- Video
આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ અનેક લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે અને લોકોને પણ અંધશ્રદ્ધા તરફ દોરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમરેલીના ઢોલરવા ગામમાંથી સામે આવ્યો જ્યાં એક વૃદ્ધે જીવતા સમાધિ લેાની જાહેરાત કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ આવી જતા વૃદ્ધે ફેરવી તોળ્યુ હતુ.
અમરેલીના ઢોલરવા ગામમા એક વૃદ્ધે જીવતા સમાધિ લેવાનુ તૂત ઉભુ કરી આખા ગામને ગાંડુ કર્યુ. ઢોલરવા ગામના વૃદ્ધે એક મહિના પહેલા જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી. 2જી એપ્રીલે સવારે 9 થી 11 વચ્ચે જીવતા સમાધિ લેવાની વૃદ્ધે જાહેરાત કરતા ગામલોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સગાસંબંધીઓને આમંત્રણ આપી ધાર્મિક વિધિથી સમાધિ આપવાની વાત કરી હતી. આ જાહેરાતને પગલે છેલ્લા 3-4 દિવસથી લોકો વૃદ્ધના દર્શ માટે ઉમટી રહ્યા હતા.
વૃદ્ધના જીવતા સમાધિ લેવાની જાણ થતા સામાજિક કાર્યકરો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને સામાજિક કાર્યકરોને જોતા જ વૃદ્ધે ફેરવી તોળ્યુ હતુ. વૃદ્ધને પોલીસ સ્ટેશને લઈ જઈ અંધશ્રદ્ધા ફેલાવવા બગલ માફી મગાવી હતી. લેખિત માફી મગાવી ફરી આવુ તૂત નહીં કરવાની લીધી બાંહેધરી લીધી હતી.
જીવતા સમાધિ લેવી અને આવી વાતો ફેલાવવી ગેરકાનુની પ્રવૃતિ છે અને વૃદ્ધને ફરી આવુ ન કરવા તેમના પરિવારને પણ સમાજાવવામાં આવ્યા. જો કે રૂપિયા એકત્ર કરવા માટે વૃદ્ધે આ પ્રકારની ખોટી જાહેરાત કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે વૃદ્ધની સમાધિની જાહેરાતે તમામને દોડતા કરી દીધા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli
સડકછાપ ટપોરી પણ જાહેરમાં બોલતા પરહેઝ કરે એવી ભદ્દી કોમેન્ટ અમેરિકાના ‘સનકી’ રાષ્ટ્રપ્રતિ ટ્રમ્પે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિશે કરી?- વાંચો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
