Breaking News : હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે દ્વારકામાં AAP નેતાઓનો જામીન પર છુટકારો, મુક્ત થતા જ ભાજપ પર લગાવ્યા આરોપ, જુઓ Video
સરકારી કામમાં અવરોધ સર્જવાના કેસમાં અટકાયત કરાયેલા AAP નેતાઓને આખરે અડધી રાતે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ યાદીમાં મુખ્યત્વે AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi સહિતના નેતાઓ સામેલ હતા, જેઓને મોડીરાતે મુક્ત કરવામાં આવ્યા છે. જો કે જામીન મળતા તેમને મોટા રાહતનો શ્વાસ લીધો હતો અને તરત જ ભાજપ પર આરોપ લગાવ્યા હતા.
દ્વારકા: સરકારી કામમાં અવરોધ સર્જવાના કેસમાં અટકાયત કરાયેલા AAP નેતાઓને આખરે અડધી રાતે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ યાદીમાં મુખ્યત્વે AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi સહિતના નેતાઓ સામેલ હતા, જેઓને મોડીરાતે મુક્ત કરવામાં આવ્યા છે. જો કે જામીન મળતા તેમને મોટા રાહતનો શ્વાસ લીધો હતો અને તરત જ ભાજપ પર આરોપ લગાવ્યા હતા.
ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીની નેતા ઈસુદાન ગઢવીના જણાવ્યા મુજબ, “ભાજપ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારનો ડર હોવાથી AAP ને હેરાન કરવાનો પ્રયાસ કરી રહી છે.” તેમણે જણાવ્યું કે ગુજરાતનું પોલીસ વિભાગ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે, જેના કારણે ન્યાય અને સુવ્યવસ્થા પર પ્રશ્ન ઉઠી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિવિધ પક્ષોએ કસી કમર
મહત્વનું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલા વિવિધ રાજકીય પક્ષો અત્યારથી જ કમર કસી રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 263 તાલુકા પંચાયતો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.
આ પણ વાંચો- Breaking News : દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર: પ્રસાદમાં પાઉંભાજી ખાતા 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના
