AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરેલા કલાત્મક વાઘાથી કરાયો દિવ્ય શણગાર, 151 કિલોની કેકનો ધરાવાયો પ્રસાદ

હનુમાન જયંતી નિમીત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક 'નૂતન સુવર્ણ વાઘા' અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણોના વસ્ત્રોમાં સજ્જ દાદા દીપી ઉઠ્યા છે અને ભાવિ ભક્તો પણ તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મારૂતિનંદનનો આજે જન્મદિવસ હોવાથી સવારથી સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે અને દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2026 | 4:42 PM
Share

દાદાને આજે સોના જડિત વઆઘાનો શણગાર કરાયો છે. આ વાઘાને 22 ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એક વર્ષમાં 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વિશેષ વાઘા તૈયાર થયા છે. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા વઆઘામાં હીરા અને રત્નોનો સમાવેશ કરાયો છે. રૂબી, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડીને ખાસ વાઘા બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો કષ્ટભંજન દેવના દર્શનાર્થે પહોંચ્યા છે. ભક્તોએ ચોકલેટ અને કેક અર્પણ કરીને દાદાના જન્મદિવસ ઉજવી રહ્યા છે.

આ તરફ સાળંગપુર મંદિરને પણ 1001 કિલો ફુલોથી સજાવવામાં આવ્યુ છે. આ જન્મોત્સવની ઉજવણીમાં આધુનિક્તા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન ઉડાડીને દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. દાદાને 151 કિલોની કેક પણ ધરાવવામાં આવી છે. જે દાદાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી રહી છે. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગૂંજી ઉઠ્યુ છે.

1 લાખ બલૂન અને 151 કિલોની કેક કાપી

જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.

આજે દાદાને વિવિધ વાનગીઓ અને મિષ્ઠાનનો અન્નકુટનો ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે સાંજે વિશેષ મહા સંધ્યા આરતીનું પણ આયોજન કરાયુ છે. જેમા ભવ્ય આતશબાજી અને ઢોલ તાસાની સામૂહિક આરતી કરવામાં આવશે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા, પોલીસને જોતા જ વૃદ્ધે ફેરવી તોળ્યુ- Video

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">