AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોનમાં રાખવી છે પર્સનલ એપ્સ? બીજાને ફોન આપતા પહેલાં જાણી લો એપ્સ છુપાવવાની આ સ્માર્ટ અને સેફ રીત

સ્માર્ટફોને જીવન સરળ બનાવી દીધું છે. બાળકોથી લઈ વડીલોસુધી આજે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન જોવામાં આવે છે. પરંતુ તેની સાથે પ્રાઇવસી પણ એક મોટો મુદ્દો બની ગયો છે.

ફોનમાં રાખવી છે પર્સનલ એપ્સ? બીજાને ફોન આપતા પહેલાં જાણી લો એપ્સ છુપાવવાની આ સ્માર્ટ અને સેફ રીત
Hide AppsImage Credit source: iStock
| Updated on: Jul 12, 2026 | 3:02 PM
Share

સ્માર્ટફોને જીવન સરળ બનાવી દીધું છે. બાળકોથી લઈ વડીલોસુધી આજે લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન જોવામાં આવે છે. પરંતુ તેની સાથે પ્રાઇવસી પણ એક મોટો મુદ્દો બની ગયો છે. ઘણા લોકો પોતાના ફોનમાં કેટલીક એવી એપ્સ રાખે છે જે તેઓ અન્ય લોકોને બતાવવા માંગતા નથી. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ એપને વારંવાર ડિલીટ કરીને રી-ઇન્સ્ટોલ કરે છે. જોકે એવી જરૂર નથી. ફોનમાં જ રહેલા કેટલાક ફીચર્સની મદદથી તમે કોઈપણ એપને સરળતાથી હાઈડ કરી શકો છો.

iPhone યુઝર્સ આ રીતે એપ્સ હાઈડ કરી શકે છે

જો તમે iPhone વાપરો છો તો તેમાં પહેલેથી જ અનેક પ્રાઇવસી ફીચર્સ આપવામાં આવેલા છે. કોઈપણ એપને હાઈડ કરવા માટે એપના આઇકોન પર લાંબો સમય ટેપ કરો અને Require Face ID ઓપ્શન પસંદ કરો. કેટલાક કિસ્સાઓમાં એપને App Libraryમાં પણ નાખી શકાય છે. ત્યારબાદ તે હોમ સ્ક્રીન પર દેખાશે નહીં અને માત્ર Face ID અથવા પાસવર્ડ દ્વારા જ તેને ખોલી શકાશે.

Androidમાં એપ્સને હાઈડ કરવાની રીત જાણો

જો તમારી પાસે Android ફોન હશે તો પણ એપ્સને સરળતાથી હાઈડ કરી શકો છો. મોટાભાગના ફોનમાં આ સુવિધા આપવામાં આવેલી હોય છે. તે માટે તમને ફોનની Settingsમાં જાઓ. Home Screen અથવા Privacy સેક્શન ઓપન કરો. હાઈડ એપ્સ અથવા હીડન એપ્સ વિકલ્પ પસંદ કરો. જે એપ્સ હાઈડ કરવી હોય તેને પસંદ કરીને ફીચર ચાલુ કરો. જો તમારા ફોનમાં એપ હાઈડ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, તો Private Space, App Lock અથવા Secure Folder જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર્સ એપ્સને અલગ સુરક્ષિત જગ્યાએ રાખે છે. જ્યાં માત્ર પાસવર્ડ, PIN અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા જ ઍક્સેસ મળી શકે છે.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો તમે એપ્સ હાઈડ કરવા માટે કોઈ થર્ડ-પાર્ટી એપનો ઉપયોગ કરો છો તો તેને ડાઉનલોડ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા ચોક્કસ તપાસવી. હંમેશા વિશ્વસનીય એપ્સ અથવા ફોનમાં આપવામાં આવેલા ઇન-બિલ્ટ પ્રાઇવસી ફીચર્સનો જ ઉપયોગ કરો. ઉપરાંત, તમારા સ્માર્ટફોનમાં મજબૂત પાસવર્ડ, PIN અથવા બાયોમેટ્રિક લોક રાખો જેથી તમારી પ્રાઇવસી વધુ સુરક્ષિત રહે.

આ પણ વાંચો, ફોનની સ્ક્રીન શર્ટ કે રૂમાલથી સાફ કરો છો ? આ નાની ભૂલ ડિસ્પ્લે અને ટચને પહોંચાડી શકે છે મોટું નુકસાન !

Follow Us
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર
Breaking News: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
g clip-path="url(#clip0_868_265)">