જાણો ક્યા વર્ષ સુધીમાં દેશમાં આવશે 5G, તે પહેલા લગભગ 4 કરોડ લોકો 5G ફોનનો ઉપયોગ શરૂ કરશે
ટેલિકોમ કંપનીઓ અને સરકાર 5G પર ઝડપથી કામ કરી રહી છે. આ માટે એક ઝડપી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે.
ટેલિકોમ કંપનીઓ અને સરકાર 5G પર ઝડપથી કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આવતા વર્ષ સુધીમાં ભારત 5Gની દુનિયામાં સંપૂર્ણપણે પ્રવેશ કરી લેશે. આ માટે એક ઝડપી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે, જેમાંથી કેટલુક તૈયાર છે, જ્યારે ઘણા 5G તૈયાર સ્માર્ટફોન પણ બજારમાં આવ્યા છે. આ અંગે કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિસર્ચ ડિરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું હતું કે, ભારતમાં 5G લોન્ચ થાય ત્યાં સુધીમાં 30થી 40 મિલિયન 5G સ્માર્ટફોન હશે.
સ્માર્ટફોન ઉત્પાદકો અને ચિપમેકર્સના સંયુક્ત પ્રયાસને કારણે આ તૈયારી શક્ય બની છે. મીડિયાટેક ઇન્ડિયાના કોર્પોરેટ સેલ્સના ડિરેક્ટર કુલદીપ મલિકે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં 5G વપરાશકર્તાઓ અનન્ય અનુભવો અને સુવિધાઓની માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, વિવિધ પ્રકારના સ્માર્ટફોન બનાવવાની જરૂર છે. આ માટે કંપનીઓને ચિપ્સના કસ્ટમાઇઝેશનની જરૂર છે અને મીડિયાટેકે તેના Dymensity 5G ઓપન રિસોર્સ આર્કિટેક્ચર સાથે આ કર્યું છે.
આ સ્માર્ટફોન કંપનીઓને ચિપની ખૂબ નજીકથી એક્સેસ કરવાની પહોંચ આપે છે અને આની મદદથી તેઓ AI, મલ્ટીમીડિયા અને કેમેરાની મદદથી વિવિધ પ્રકારના કસ્ટમાઇઝેશન કરવાની તક આપે છે. આની મદદથી કંપની AI આધારિત સુપર રિઝોલ્યુશન, સ્માર્ટ એમ્બિયન્ટ ડિસ્પ્લે, ડેપ્થ મેપિંગ અને કલર કરેક્શન પર કામ કરી શકે છે.
5G આગળ વધારવામાં વિડીયોની મુખ્ય ભૂમિકા રહેશે
એક અહેવાલ મુજબ ઓપો ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને આર એન્ડ ડી હેડ તસ્લીમ આરિફે કહ્યું કે, 5 જી આગળ વધારવામાં વિડીયો મુખ્ય ભૂમિકા ભજવશે. અમને આ અનુભવ એવા દેશોમાંથી મળ્યો છે જ્યાં 5G પહેલાથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, યુરોપ અને અન્ય દેશોમાં જ્યાં તેમણે 5G લોન્ચ કર્યું છે ત્યાં શોર્ટ વિડિયો ઝડપથી વધી રહ્યો છે.
હવે વિડીયો પર ઘણા પ્રકારની સુવિધાઓ લાગુ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ જ કારણે સ્માર્ટફોન ઉત્પાદકો આ દિવસોમાં ફોનના કેમેરા પર વધુને વધુ કામ કરી રહ્યા છે અને સતત નવી સુવિધાઓ રજૂ કરી રહ્યા છે. આમાં તમને Bokeh Mode, AI Highlight Video, Night Mode સિવાય ઘણી સુવિધાઓ મળશે.
5Gના આગમન સાથે વિશ્વ ઝડપથી બદલાશે
તે જ સમયે કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના તરુણ પાઠકે જણાવ્યું હતું કે 5Gના આગમન પછી વિડીયોના ઉપયોગના 10-15 કેસ હશે જેમાં મલ્ટિવ્યૂ વિડીયો પણ હશે. તેમણે વધુમાં કહ્યું કે, ચીનનું ઈ-કોમર્સ માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને લોકો લાઈવ વીડિયો સ્ટ્રીમ પર સામાન ખરીદી રહ્યા છે.
આ સાથે ભારતમાં લોકો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને તેમની પ્રોડક્ટ વેચી રહ્યા છે અને આગામી બે વર્ષમાં તેઓ લાઇવ પ્રોડક્ટ વેચશે. સ્ટાર્ટઅપ્સ માટે નવા બિઝનેસ મોડલ રજૂ કરવાની વિડિઓઝ એક ઉત્તમ તક હશે. આ સાથે, 5G, AI આધારિત કમ્પ્યુટિંગ, IoT, ઓગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટીના આગમન પછી પણ નોંધપાત્ર વેગ આવશે.