Vadodara : સુરતની ગજેરા સ્કૂલની મનમાનીને લઇને સીએમ રૂપાણીનું નિવેદન,કહ્યું નોટિફિકેશનનો ભંગ સરકાર નહિ ચલાવે
સીએમ રૂપાણીએ વડોદરામાં સ્પષ્ટ કર્યું છે કોઇ પણ નોટિફિકેશનનો ભંગ સરકાર ચલાવશે નહિ. આ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોરોના ગાઇડ લાઇન ભંગ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ.
ગુજરાતના સુરત (Surat) શહેરમાં ગજેરા સ્કૂલની મનમાનીને લઈને સીએમ રૂપાણીએ વડોદરામાં સ્પષ્ટ કર્યું છે કોઇ પણ નોટિફિકેશન(Notification) નો ભંગ સરકાર ચલાવશે નહિ. આ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે કોરોના ગાઇડ લાઇન ભંગ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ.
શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલની મોરી બેદરકારી સામે આવી છે. રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડતા ધોરણ 9 થી 12 અને કોલેજોનું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી. આમ છતાં કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કુલમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવવમાં આવ્યાં હતા.
આટલું જ નહી, પણ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આમ ગજેરા સ્કુલ દ્વારા શિક્ષણ વિભાગ અને કોરોના ગાઈડલાઈન બંનેના નિયમોનો ભંગ કર્યો છે. ગજેરા સ્કૂલ કોંગ્રેસમાંથી હમણા જ ભાજપમાં જોડાયેલા ધીરૂભાઈ ગજેરાની છે.
આ પણ વાંચો : બોલીવૂડની આ TOP 7 હિરોઈનોએ મૂકી સાઉથ તરફ દોટ, જાણો કોણ, કઈ ફિલ્મમાં આવશે કોની સાથે?
આ પણ વાંચો : 16 SANSKAR: શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ