ભારતનું મહત્વકાંક્ષી ચંદ્ર મિશન એટલે Chandrayaan-3, જાણો તેનો ઉદ્દેશ
Chandrayaan-3 Moon Mission Launch : આજે 14 જુલાઈ, 2023ના રોજ ભારત માટે મહત્વનો ચંદ્રયાન-3 મિશન લોન્ચ થવા જઈ રહ્યું છે. તેવામાં એવો પ્રશ્રનો થતો જ હશે કે આવા મિશન પાછળ કરોડો રુપિયા કેમ ખર્ચવામાં આવે છે. ચાલો જાણીએ કે ચંદ્રયાન-3થી ભારતને શું મળશે.

Sri Harikota : આજે ભારતની ધરતી પરથી ચંદ્રયાન-3 અવકાશ તરફ ઉડાન ભરશે. ઈસરો દ્વારા આ મિશન સફળતા પૂર્વક લોન્ચ થાય તે માટે રાત દિવસ સખત મહેનત કરવામાં આવી છે. જો આ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળ રીતે લેન્ડ કરશે, તો એ ભારત માટે મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-3 લેન્ડરનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પર જઈને તેમાંથી રોવર નીકળી ચંદ્રની આસપાસ ચક્કર લગાવવાનો છે. જેથી ચંદ્રની (MOON) સપાટીનું નિરીક્ષણ કરી શકાય.
ચંદ્રયાન-3નું રોવર પહેલાના બે ચંદ્રયાન જેવું નથી. ચંદ્રયાન -3નું એન્જિનિયરીંગ ચંદ્રયાન-2થી અલગ છે. પહેલા 2 ચંદ્રયાન કરતા ચંદ્રયાન-3 વધારે મજબૂત છે. તેના લેન્ડરમાં 4 થ્રોટલ એન્જિન છે. તેના ઈમ્પેક્ટ લેગ્સ અને અંદરના ઉપકરણો પણ પહેલા કરતા સારા છે. તેનું રોવર એટલું મજબૂત છે કે તેના સોફટવેર દ્વારા અંતરિક્ષમાં જોખમી જગ્યાની જાણ ચંદ્રયાનને થઈ શકશે.
આ પણ વાંચો : ભારતના મૂન મિશનની સફળતાના શ્રીગણેશ એટલે chandrayaan 1, નાસાએ પણ કરી હતી ભારતની પ્રશંસા, જુઓ Video
ભારતનું મહત્વકાંક્ષી ચંદ્ર મિશન

ચંદ્રયાન -3 એ ચંદ્રયાન-2નું ઉત્તરાધિકારી મિશન કહી શકાય. ચંદ્રયાન -3નું લોન્ચિંગ LVM-3 -M4 લોન્ચ વ્હીકલ દ્વારા થશે. ચંદ્રયાન-3ના લેન્ડર -રોવર સાથે ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા સંપર્ક સાધશે. આ મિશનને સફળ બનાવવા માટે લેન્ડર પાસે અલિટીમીટર, લેઝર કોપ્લર વેલોસીમીટર, લેઝર હોરિઝોન્ચલ વેલોસિટી કેમેરા હશે.
આ મિશનથી શું મળશે ?
- ભારત પહેલી વાર કોઈ ગ્રહ કે ઉપગ્રહ પર રોવર લેન્ડ કરશે.
- હમણા સુધી અમેરિકા, રશિયા અને ચીનને સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી છે. ભારત ચોથા દેશ બની શકે છે.
- મિશનની સફળતાથી ઈસરોને મોટા પ્રોજેક્ટ માટે રસ્તા ખોલવામાં મદદ મળશે.
- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલો દેશ બની શકે છે ભારત.
- રોવરની સોફ્ટ લેન્ડિંગની મદદથી ચંદ્ર પર જીવનની શક્તા શોધવામાં મદદ મળશે.
- ચંદ્ર પર ખરેખર પાણી છે કે નહીં તેની ચોક્કસ માહિતી મેળવાની શક્યતા.
- ચંદ્રની સપાટીના નમૂના પરથી નવી શોધ કે નવી જાણકારી પ્રાપ્ત કરી શકે નાસા.
આ પણ વાંચો : Chandrayaan 2 : થોડા જ અંતરથી તૂટયુ ચંદ્રને સ્પર્શ કરવાનું સ્વપ્ન, દોઢ મિનિટમાં તૂટયા કરોડો દિલ, જુઓ Video
ચંદ્રયાન-2ની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ 21 ફેરફારો કર્યા
ચંદ્રયાન-2ની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ ચંદ્રયાન-3માં 21 ફેરફારો કર્યા છે. તેમા ઓર્બિટરના પ્રોપલ્શન મોડ્યુલમાં ફેરફારનો સમાવેશ થાય છે જે લેન્ડિંગ મોડ્યુલને આગળ ધપાવે છે અને વજન ઘટાડવા માટે પાંચને બદલે ચાર એન્જિનનો સમાવેશ થાય છે. આ સિવાય લેન્ડરના પગને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યા છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો