Chandrayaan 2 : થોડા જ અંતરથી તૂટયુ ચંદ્રને સ્પર્શ કરવાનું સ્વપ્ન, દોઢ મિનિટમાં તૂટયા કરોડો દિલ, જુઓ Video
Chandrayaan 2 Mission : ચંદ્રયાન-1ની ભવ્ય સફળતા બાદ ભારતે લગભગ 10 વર્ષ બાદ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું. પણ આ મિશનને જોઈએ તેવી સફળતા ન મળી. મોટા થોડા અંતરથી ચંદ્રયાન-2નો સંપર્ક તૂટ્યો અને કરોડો દિલ તૂટ્યા હતા. ચાલો જાણીએ ચંદ્રયાન-2 અંગેની વાતો.

Sri Harikota : 7 સપ્ટેમ્બર, વર્ષ 2019ની રાત્રે ચંદ્રયાન-2ની મદદથી કરોડો ભારતીયો ચંદ્રને સ્પર્શ કરવાના જ હતા, ત્યાં જ છેલ્લી ક્ષણોમાં ચંદ્રયાન-2ની (Chandrayaan 2) ક્રેશ લેન્ડિગ થઈ. આ ઘટનાને કારણે કરોડો ભારતીયોના દિલ અને હિંમત તૂટી હતી. ભારત ઈતિહાસ રચવાથી થોડા જ પગલા પાછળ હતુ, ત્યા દોઢ મિનિટ પહેલા ભારતના સપના અધૂરા રહી ગયા.
7 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી બેંગ્લુરુ સ્થિત ઈસરો સેન્ટરમાં હાજર હતા. રાત્રે 1.55 કલાકે લેન્ડર વિક્રમ 2.1 સાથે કિલોમીટર પહેલા સંપર્ક તૂટયુ. 13 મિટર સુધી બધુ ઈસરોની યોજના મુજબ ચાલ્યું પણ અંતિમ દોઢ મિનિટ માટે ભારત ચંદ્રની સપાટીને સંપર્શીને ઈતિહાસ રચવામાં ચૂકી ગયુ. વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી અને તેમની પીઠ થપથપાવી હતી. આ ભાવુક દ્રશ્યો આખી દુનિયાએ જોયા હતા.
આ પણ વાંચો : Chandrayaan-3 : મહિલાના હાથમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની કમાન, જાણો કોણ છે રિતુ કરિધાલ ?
ચંદ્રયાન -2 વિશે રસપ્રદ વાતો

આ પણ વાંચો : Knowledge : છેલ્લા 50 વર્ષોથી કેમ ચંદ્ર પર કોઈ માણસ નથી મૂકી શક્યું પગ ? જાણો કારણ
- ચંદ્રયાન-2ના ઓર્બિટર કેમેરાની તસવીરો પરથી જાણવા મળ્યું કે વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડિગ થઈ હતી.
- તેનાથી વિક્રમ તૂટયુ ન હતું, માનવામાં આવી રહ્યુ હતું કે વિક્રમ સાથે ભવિષ્યમાં પણ સંપર્ક થઈ શકે છે.
- 47 દિવસની યાત્રામાં ચંદ્રયાન-2એ ઘણા મુશ્કેલ પડાવ પાર કર્યા હતા.
- અંતે લેન્ડર વિક્રમની મદદથી રોવર પ્રજ્ઞાનને ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતુ.
- ગતિ અનિયંત્રિત થતા હાર્ડ લેન્ડિગ થઈ અને સંપર્ક તૂટયો હતો.
- વિશ્વએ ભારતના આ પ્રયાસની પ્રશંસા કરી હતી.
- નાસાએ લૂનર રેકોન્સેન્સ ઓર્બિટરની મદદથી વિક્રમ લેન્ડરનો કાટમાળ ચંદ્ર પર હોવાની જાણકારી આપી હતી.
- હાર્ડ લેન્ડિંગને કારણે ઈસરોને ચંદ્રની સપાટીની જરુરી જાણકારી મળી નથી.
ચંદ્રયાન-2ની વિશેષતાઓ
- સ્વદેશી ચેકનોલોજીની સાથે ચંદ્રની સપાચી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરનાર પ્રથમ ભારતીય મિશન
- આ પ્રથમ ભારતીય મિશન છે કે જે સ્વદેશી ટેકનોલોજી વડે ચંદ્રના ક્ષેત્રની શોધ કરવાનો પ્રયાસ કરવાનું હતું.
- ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગ કરવો માટેનું અવકાશ મિશન
- વિક્રમ સાથે સંપર્ક તૂટી જવા બાદ પણ સંપર્ક સાંધવાનો પ્રયાસ ચાલુ હતો, જો સંપર્ક સાધી શકાયો હોત તો ભારતનું ચંદ્રયાન -2 મિશન 90થી -95 ટકા સફળ માની શકાય.
આ પણ વાંચો : Knowledge : ચંદ્ર પર દફન છે આ માણસની રાખ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
ચંદ્રયાન-2ની હાલની પરિસ્થિતિ
- 15 જુલાઈ, 2019ની વહેલી સવારે 2.51 મિનિટે ચંદ્રયાન-2 લોન્ચ થવાનું હતુ.
- ટેકનિક્લ ખામીને કારણે તેનો સમય બદલીને 22 જુલાઈએ બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યુ.
- 7 સપ્ટેમ્બર, 2019ની સવારે 2 વાગ્યે ચંદ્રની સપાટી પરથી 2.1 કિમી ઉપર વિક્રમ લેન્ડરનો ઈસરો સાથેનો સંપર્ક તૂટ્યો.
- ફરી સંપર્ક સાંધવાનો પ્રયાસ થયો પણ સફળતા મળી નહીં.
- ઈસરોના ચીફ ડો. કે સિવને સપ્ટેમ્બર, 2019માં જાહેર કર્યું કે, લેન્ડર ચંદ્રની સપાટી પર ઓર્બિટરના થર્મલ ઈમેજની મદદથી જોવા મળ્યું હતુ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો