લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો
આ એક્સપ્રેસ વે લખનૌના અમૌસી એરપોર્ટથી શરૂ થશે અને ઉન્નાવ થઈને કાનપુરના રિંગ રોડ સાથે જોડાશે. આનાથી બંને શહેરો વચ્ચેનો કુલ પ્રવાસ સમય 1.5 કલાકથી ઘટીને લગભગ 55 મિનિટ થઈ જશે.
ભારતને ટૂંક સમયમાં બીજો એક્સપ્રેસ વે મળશે જે ઉત્તર પ્રદેશના બે સૌથી મહત્વપૂર્ણ શહેરો વચ્ચેનું અંતર ઘટાડશે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી 5 જાન્યુઆરીએ લખનૌ-કાનપુર એક્સપ્રેસ વે (Lucknow-Kanpur Expressway)નો શિલાન્યાસ કરશે.
લખનૌ-કાનપુર એક્સપ્રેસવે વિશે એક રસપ્રદ બાબત એ છે કે તેમાં 3D ઓટોમેટેડ મશીન ગાઇડન્સ (AMG) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. હાઇવે ડેવલપમેન્ટ માટે 3D AMG ટેક્નોલોજીનો ઉપયોગ થનાર ભારતનો આ પહેલો એક્સપ્રેસવે હશે.
केन्द्रीय मंत्री श्री @nitin_gadkari जी आज उत्तर प्रदेश में केंद्रीय मंत्री श्री @rajnathsingh जी और मुख्यमंत्री श्री @myogiadityanath जी की उपस्थिति में 26,778 Cr रु. की लागत वाली 821 किमी कुल लंबाई की NH परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे। #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/VtR00yeTRh
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) January 5, 2022
1935.34 કરોડના આ પ્રોજેક્ટને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે અને તે 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એક્સપ્રેસ વે લખનૌના અમૌસી એરપોર્ટથી શરૂ થશે અને ઉન્નાવ થઈને કાનપુરના રિંગ રોડ સાથે જોડાશે. આનાથી બંને શહેરો વચ્ચેનો કુલ પ્રવાસ સમય 1.5 કલાકથી ઘટીને લગભગ 55 મિનિટ થઈ જશે.
3D AMG ટેકનોલોજી શું છે?
3D AMG ટેક્નોલોજીમાં, બાંધકામના કામને માર્ગદર્શન આપવા માટે 3D એન્જિનિયર મોડલનો ઉપયોગ થાય છે. આ ઓટોમેટેડ મશીનોનો ઉપયોગ કરીને હાઇવે વિકાસ માટે રિયલ ટાઈમ ગાઈડન્સ પૂરું પાડવા માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટેક્નોલોજી સાથે 3D મોડેલિંગ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.
AMG ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર મશીન GPS, રોબોટિક સ્ટેશન અને લેસરના કોમ્બીનેશનનો ઉપયોગ કિનારાઓની કટિંગ સ્થિતિને ઠીક કરવા માટે થાય છે. તે હાઇવે માટે 3D મોડલ બનાવે છે, જે પછી કમ્પ્યુટર-યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને રિફાઈન કરવામાં આવે છે.
NHAI (National Highway Authority of India)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 3D મોડલમાં મશીનની પ્રપોજ્ડ પોઝિશનના રિલેટિવલી મશીનની ઓન ગ્રાઉન્ડ સ્થિતિનું વેલ્યુએશન કરે છે. ત્યાર બાદ ઓપરેટર તરફથી મિનિમમ ઇનપુટ સાથે મશીનની સ્થિતિ (અને હાઇવેનો વિકાસ) નિયંત્રિત કરવા માટે ઓન-બોર્ડ કમ્પ્યુટરમાંથી વિગતોનો ઉપયોગ કરે છે.
3D AMG ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ફાયદા શું છે?
3D AMG ટેકનોલોજીનો ઉપયોગ સમગ્ર પ્રક્રિયાને ઓટોમેટેડ અને વધુ કાર્યક્ષમ બનાવે છે. 3D AMG ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, કોન્ટ્રાક્ટર તેના ફોન અને કોમ્પ્યુટર પર રીઅલ ટાઇમમાં ડેવલપમેન્ટ પર નજર રાખી શકશે. તે એરર માર્જિનમાં ઘટાડો કરતા મજૂરોની સુરક્ષામાં સુધારો કરે છે. તેમજ ડેવલપમેન્ટ ટાઈમ અને પ્રોજેક્ટ કોસ્ટને પણ ઓછું કરે છે.
આ પણ વાંચો: Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો
આ પણ વાંચો: Viral: ટીચર સામે બાળકે ગાયું ગુલાબી આંખે ગીત, લોકો બોલ્યા જલ્દી વાયરલ કરો આ વીડિયો