Viral: ટીચર સામે બાળકે ગાયું ગુલાબી આંખે ગીત, લોકો બોલ્યા જલ્દી વાયરલ કરો આ વીડિયો
હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના મેડમ સામે 'ગુલાબી આંખે જો તેરી દેખી..' ગીત ગાઈ રહ્યો છે અને પછી તે કંઈક એવું કરે છે જે જોઈ તમે પણ હસવા લાગશો.
ભારતમાં પ્રતિભાશાળી બાળકોની કોઈ કમી નથી. ઇન્ટરનેટની આ દુનિયામાં આવા પ્રતિભાશાળી બાળકોના વીડિયો દરરોજ સામે આવે છે. તેમાંના કેટલાક ખુબ સુંદર હોય છે તો કેટલાક ફની હોય છે. હાલ એવો જ એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. જે પોતાની મેડમ સામે ગાવાનું શરૂ કરે છે.
હકીકતમાં, બાળકો ખૂબ જ સુંદર હોય છે. તમે તેમને જે પણ કહો છો, જો તેમનો મૂડ હોય તો તેઓ બધું જ સ્વીકારે છે, નહીં તો તમે તેમને કંઈપણ કરવા દબાણ કરી શકતા નથી. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો (Funny Videos) સામે આવ્યો છે.
જેમાં શિક્ષક બાળકને ગીત ગાવાનું કહે છે. ટીચરની વાત સાંભળીને બાળક ગાવાનું શરૂ કરે છે, પરંતુ ત્યાર બાદ જે થાય છે તે જોઈ તમે પણ કહેશો કે, ‘ખરેખર આ બાળકો પર કંઈ જ દબાણ કરી શકાય નહીં.
વાયરલ થઈ રહેલા વીડિયો(Funny Viral Videos)માં તમે જોઈ શકો છો કે ચાર વર્ષનો વિદ્યાર્થી મેડમ પાસે ઉભો છે. પછી મેડમ તેને મોટેથી ગીત ગાવાનું કહે છે અને આ સાંભળીને તે વિદ્યાર્થી પણ ‘ગુલાબી આંખે જો તેરી દેખી’ ગાવાનું શરૂ કરે છે, પરંતુ પછી આ બાળક અધવચ્ચે જ અટકી જાય છે અને કહે છે ‘મેડમ મારા દાંતમાં દુઃખાવો થઈ રહ્યો છે’ ત્યારે તેના મેડમ તેને ગાવા પર ફોકસ કરવાનું કહે છે.
View this post on Instagram
મેડમની વાત સાંભળીને બાળક ફરી ગાવાનું શરૂ કરે છે, પરંતુ થોડી વાર પછી બાળક કહે છે કે તેને આગળનું ગીત ખબર નથી. બાળકનો આ વીડિયો યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જેના પર લોકોએ ફની કમેન્ટ્સ કરી છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘બાળકની સ્ટાઈલ ખરેખર ફની છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કૃપા કરીને આ બાળકને પણ વાયરલ કરો.’
જણાવી દઈએ કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ghantaa નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેના પર નેટીઝન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. જેને સમાચાર લખ્યા ત્યાં સુધી લાખો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. તમને બાળકનું આ ગીત કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવો.
આ પણ વાંચો: પત્નીને બાળક ન થતા હોવાથી આત્મહત્યા કરવા કરી મજબૂર, પોલીસે 2 ની કરી ધરપકડ
આ પણ વાંચો: Technology News: ક્વેર્ટી કીપેડને પ્રખ્યાત બનાવનાર ફોન હવે કામ કરશે નહીં, જાણો શું છે કારણ