AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: WhatsAppને મળી છૂટ, હવે વધારશે UPI યુઝર્સ, Phone Pe અને Google Payને મળશે ટક્કર

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બુધવારે વોટ્સએપને 100 મિલિયન યુઝર્સ સુધી પહોંચવાની મંજૂરી આપી છે. આ મંજૂરી પછી WhatsApp તેના યુઝર બેઝમાં 60 મિલિયન નવા વપરાશકર્તાઓને જોડવામાં સક્ષમ હશે.

Tech News: WhatsAppને મળી છૂટ, હવે વધારશે UPI યુઝર્સ, Phone Pe અને Google Payને મળશે ટક્કર
WhatsApp Pay (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:34 PM
Share

વોટ્સએપ (WhatsApp)ની કંપની મેટા અને વોટ્સએપ બંને યુઝર્સ માટે સારા સમાચાર છે. અત્યાર સુધી વોટ્સએપ તેની પેમેન્ટ (WhatsApp Pay) સર્વિસ માત્ર થોડા જ યુઝર્સ સુધી પહોંચાડવામાં સક્ષમ હતું, પરંતુ હવે તેને તેનો બિઝનેસ વધારવા અથવા કહો કે યુઝર બેઝ માટે લીલી ઝંડી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બુધવારે વોટ્સએપને 100 મિલિયન યુઝર્સ સુધી પહોંચવાની મંજૂરી આપી છે. આપને જણાવી દઈએ કે આ મંજૂરી પછી WhatsApp તેના યુઝર બેઝમાં 60 મિલિયન નવા વપરાશકર્તાઓને જોડવામાં સક્ષમ હશે, જે તેના વ્યવસાયને વેગ આપશે, સાથે જ વધુ વપરાશકર્તાઓ WhatsApp પેમેન્ટ્સ દ્વારા એક બીજા સાથે પેમેન્ટ પણ કરી શકશે. અત્યાર સુધી વોટ્સએપ પેમેન્ટની સેવા માત્ર 40 મિલિયન યુઝર્સ સુધી પહોંચી હતી.

WhatsApp પેમેન્ટના મર્યાદિત યુઝર્સ

નવેમ્બર 2020માં NPCIએ WhatsAppને મલ્ટી-બેંક મોડલ આધારિત UPI દાખલ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ WhatsAppને વધુમાં વધુ 20 મિલિયન યુઝર્સ સાથે શરૂ કરવાનું કહેવામાં આવ્યું. એક વર્ષ બાદ NPCIએ આ સંખ્યાને બમણી કરીને 40 મિલિયન કરવાની મંજૂરી આપી હતી.

ધ લાઈવ મિન્ટના એક અહેવાલ મુજબ WhatsApp 2018થી તેના બીટા મોડમાં માત્ર 1 મિલિયન વપરાશકર્તાઓ સાથે UPI-આધારિત પેમેન્ટ સિસ્ટમ WhatsApp Pay ચલાવી રહ્યું હતું. તેનું મુખ્ય કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડેટા લોકલાઈઝેશનની નીતિ હતી, એટલે કે દેશમાં જ ડેટા સેન્ટર સ્થાપવાની નીતિ.

વોટ્સએપ પોલિસીના તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરે તે પછી NPCIએ રિઝર્વ બેંકને જાણ કરી કે તે સંતુષ્ટ છે કે WhatsAppએ ડેટા સ્ટોરેજના ધોરણોનું પાલન કર્યું છે અને સેવાને લાઇવ કરી શકાય છે.

ફોન પે અને ગૂગલ પે કરતાં ઘણું પાછળ છે

વોટ્સએપના બહુ ઓછા યુઝર્સ હોવાથી તેના વ્યવહારોની સંખ્યા પણ ઘણી ઓછી રહી છે. જો માર્ચની વાત કરીએ તો વોટ્સએપ પર 2.54 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં 239.78 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ જ સમયગાળામાં Google Pay પર 1.8 બિલિયન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અને ફોન પે પર 2.5 બિલિયન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન થયા છે. હવે જેમ જેમ વોટ્સએપ તેની સેવાનું વિસ્તરણ કરે છે, તેમ બે મોટા પ્લેટફોર્મ ફોન પે અને ગૂગલ પેને જબરદસ્ત ટક્કર મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: આજે પૃથ્વી સાથે ટકરાશે વિશાળ જીઓમેગ્નેટિક સૌર વાવાઝોડું, થઈ શકે છે વૈશ્વિક અંધારપટ, શું તમારે ઘરે રહેવું જોઈએ?

આ પણ વાંચો: Video: પુલ પર ચાલતી ગાડીમાંથી નીચે કુદ્યો શખ્સ, ખતરનાક સ્ટંટ અને હિમ્મત જોઈ લોકો દંગ રહી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">