Tech News: ડાઉનલોડિંગમાં Jio, અપલોડિંગમાં વોડાફોન આઈડિયા ટોપ પર – TRAI
TRAI Speed Test Report March 2022: TRAI દ્વારા માર્ચ મહિના માટે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જીયો (Jio)ની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 21.1 Mbps માપવામાં આવી હતી.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા રિપોર્ટ અનુસાર, રિલાયન્સ જિઓએ માર્ચ 2022માં 4G ડાઉનલોડ સ્પીડમાં બાજી મારી છે. TRAI દ્વારા માર્ચ મહિના માટે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જિઓ (Jio)ની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 21.1 Mbps માપવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ તેમાં 0.5 Mbpsનો ઉછાળો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં Jioની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ 20.6 Mbps હતી. Jio સિવાય માત્ર સરકારી કંપની BSNLએ સ્પીડ વધારી છે. તેની 4G ડાઉનલોડ સ્પીડ માર્ચમાં 6.1 Mbps માપવામાં આવી હતી જે ફેબ્રુઆરીમાં 4.8 Mbps હતી.
ડેટા દર્શાવે છે કે ટેલિકોમ જાયન્ટ્સ એરટેલ અને Vi (Vodafone-Idea)ની 4G સ્પીડ માર્ચમાં ઘટી છે. એરટેલને સૌથી વધુ નુકસાન થયું હતું, તેની 4G ડાઉનલોડ સ્પીડ માર્ચમાં પાછલા મહિનાની સરખામણીમાં 1.3 Mbps ઘટી હતી. સ્પીડના સંદર્ભમાં, Vi ને પણ 0.5 Mbps નું નુકસાન થયું છે. એરટેલની સ્પીડ 13.7 Mbps હતી જ્યારે Vi Indiaની સ્પીડ 17.9 Mbps હતી.
માર્ચ મહિનામાં Jioની 4G ડાઉનલોડ સ્પીડ એરટેલ કરતાં 7.4 mbps અને Vi India કરતાં 3.2 mbps વધુ હતી. Reliance Jio છેલ્લા ઘણા વર્ષોથી સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડમાં સતત નંબર વન સ્થાન ધરાવે છે. Vi India બીજા નંબરે છે, જ્યારે એરટેલ ત્રીજા નંબરે છે.
ભારતી એરટેલ પણ ડાઉનલોડની જેમ સરેરાશ 4G અપલોડ સ્પીડમાં ત્રીજા નંબરે છે. માર્ચ મહિનામાં કંપનીની સરેરાશ અપલોડ સ્પીડ 6.1 Mbps માપવામાં આવી હતી. Vi India 8.2 Mbps સાથે સરેરાશ 4G અપલોડ સ્પીડ સાથે ચાર્ટમાં ટોચ પર છે. રિલાયન્સ જિઓએ તેની અપલોડ સ્પીડ 7.3 Mbps સાથે બીજા નંબર પર જીત મેળવી છે. BSNL એ પણ 5.1 Mbps ની સરેરાશ અપલોડ સ્પીડ સાથે સ્પર્ધા કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.
આ પણ વાંચો: Tech News : WhatsApp iOS યુઝર્સને મળશે ગ્રુપ પોલ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો