PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાન દાહોદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, કહ્યુ ”દાહોદ વિશ્વ સ્તરે સ્પર્ધામાં આગળ વધી રહ્યુ છે”

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:57 PM

PM Narendra Modi Gujarat Visit Day 3 Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 18 એપ્રિલના રોજ ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો બાદ સાંજે દિલ્હી જવા રવાના થશે.

PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાન દાહોદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, કહ્યુ ''દાહોદ વિશ્વ સ્તરે સ્પર્ધામાં આગળ વધી રહ્યુ છે''
PM Narendra Modi Gujarat Visit

PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની કોંફરન્સ નું ઉદ્ઘાટન કરશે અને બપોરે 3.30 વાગ્યે દાહોદમાં 22 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે અને દાહોદમાં આદિવાસી મહાસંમેલનને સંબોધશે. જેમાં 2 લાખની વધુ લોકો આવે તેવી સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 18 એપ્રિલના રોજ ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો બાદ સાંજે દિલ્હી જવા રવાના થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Apr 2022 06:12 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાને આદિવાસી સમાજ પાસે ભેટ માગી, કહ્યુ, દરેક જિલ્લામાં 75 મોટા તળાવો બનાવો

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાને આદિવાસી સમાજ પાસે ભેટ માગી. તેમણે કહ્યુ, દરેક જિલ્લામાં 75 મોટા તળાવો બનાવો.

  • 20 Apr 2022 04:46 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: અહીંના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા: વડાપ્રધાન મોદી

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાને કહ્યુ તે  અહીંના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા. બિરસા મુંડાએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. ભારત હવે એવા કેટલાક દેશોમાંથી એક છે જે શક્તિશાળી 9,000 હોર્સપાવર એન્જિન બનાવે છે. આ નવી ફેક્ટરી હજારો યુવાનોને રોજગાર આપશે અને આ વિસ્તારમાં નવી ફેક્ટરીઓનો વ્યાપ વધારશે. નવા દાહોદની સ્થાપના થશેઃ પીએમ મોદી

  • 20 Apr 2022 04:41 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: સિકલ સેલની બીમારીઓમાંથી આદિવાસીઓને બહાર લાવવા પ્રયત્ન:PM

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાને કહ્યુ કે સરકારે હંમેશા ગરીબોની ચિંતા કરી છે. ગરીબોના ઘરોમાં ચૂલો સળગાવવા માટે તો હું જાગતો રહ્યો. તેમણે કહ્યુ કે દાહોદમાં મારુ સ્વપ્ન પૂર્ણ થવા જઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે દાહોદમાં સારા રસ્તાો માટે કામ કર્યા છે.  તેમણે કહ્યુ સિકલ સેલની બીમારીઓમાંથી આદિવાસીઓને બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આઝાદીની લડતમાં પણ આદીવાસીઓનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યુ.

  • 20 Apr 2022 04:38 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: અઢી વર્ષમાં 6 કરોડથી વધારે પરિવારોને પાણી પહોંચાડવામાં સફળ થયા: વડાપ્રધાન

    PM Modi in Gujarat Day 3 Live:  આદિવાસી મહાસંમેલનમાં વડાપ્રધાને કહ્યુ કે, મારે ઘરે ઘરે નળથી જળ પહોંચાડવુ છે. અઢી વર્ષમાં 6 કરોડથી વધારે પરિવારોને પાણી પહોંચાડવામાં સફળ થયા છીએ. તેમણે કહ્યુ, મે સપનુ જોયુ છે કે મારા ગરીબ આદિવાસીને પાકુ ઘર મળે, શૌચાલય મળે, ગામડામાં જવા પાકો રસ્તો મળે, વીજળી મળે.

  • 20 Apr 2022 04:29 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદ હવે મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે:PM

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રદાન મોદીએ આદિવાસી મહાસંમેલનમાં સંબોધન કર્યુ, તેમણે જણાવ્યુ કે દાહોદમાં મારુ સ્વપ્ન પૂર્ણ થવા જઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે દાહોદ હવે મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે. તેમણે કહ્યુ કે આદિવાસીઓનું જીવન મે ખૂબ નજીકથી જોયુ છે. તેમણે કહયુ આદિવાસી સમાજ સાથે મારુ ઘડતર થયુ છે. તેમણે કહ્યુ કે દાહોદ હવે વિશ્વમાં સ્પર્ધામાં આગળ વધી ગયુ છે. તેમણે કહ્યુ કે મે દાહોદમાં દસકાઓ વિતાવ્યા છે. તેમણે કહ્યુ હુ ગુજરાતમાં સીએમ હતો ત્યારે પણ આટલો મોટો કાર્યક્રમ કરી શક્યો ન હતો. પરંતુ હાલના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોના સાથે હું આજે વાત કરી રહ્યો છુ.

  • 20 Apr 2022 04:12 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદમાં આદિવાસી મહાસંમેલનમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાને પોતોના સંબોધનમાં જણાવ્યુ કે આજે દાહોદને અનેક વિકાસની ભેટ મળવાની છે. તેમણે કહ્યુ કે દાહોદ એ ગુજરાતનો પૂર્વ દરવાજો છે. રાજ્યમાંં 5 લાખ આદિવાસીને નળથી જળ યોજનાનો લાભ આપ્યો હોવાનું જણાવ્યુ. તેમજ આદિવાસી લોકો માટે 5 લાખ પાકા મકાન બનાવ્યા હોવાનું પણ મુખ્ય પ્રધાને જણાવ્યુ. સર્વગ્રાહી વિકાસ વડાપ્રધાનનો સંકલ્પ હોવાનું પણ તેમણે જણાવ્યુ.

  • 20 Apr 2022 04:11 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: આદિજાતિ મહાસંમેલનમાં વડાપ્રધાન મોદીની હાજરી

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદી દાહોદમાં 22 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેનાથી 10 હજાર લોકોને રોજગારીની નવી તકો મળશે.

     

  • 20 Apr 2022 04:03 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રદાન નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રદાન નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા, અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. દાહોદમાં પીએમ મોદી પ્રાદેશિત જળ પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ નવા પ્રોડક્શન હાઉસનું લોકાર્પણ કરશે.

  • 20 Apr 2022 02:13 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદ જતા પહેલા PM નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં આયુષ ડોમની મુલાકાત લીધી

    PM Modi in Gujarat Day 3 Live: પીએમ મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કરાવ્યા બાદ ત્યં હાજર મહાનુભાવોનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ તેઓ દાહોદ જવાના હતા. દાહોદ જતાં પહેલાં મોદીએ આયુષ ડોમની લીધી મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. મહત્ત્વની વાત એ છે કે મહાત્મા મંદિર ખાતે સિક્યોરીટી વિના PMએ ડોમની લીધી મુલાકાત લીધી હતી.

  • 20 Apr 2022 01:04 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: તમામ મહેમાનોને અપીલ છે. અહીં આવેલી દાંડી કુટિરની મુલાકાત લે

    PM Modi in Gujarat Day 3 Live: જે મહેમાન વિદેશથી અને ભારતના વિવિધ ભાગમાંથી આવ્યા છે તેમને કહીશ કે તે અહીં આવેલી દાંડી કુટિરની મુલાકાત લે, ગાંધીજી પરંપરરાગત ચિકિત્સાના હિમાયતી હતા. મુલાકાત તેમને પ્રરણા પુરી પાડશે.

  • 20 Apr 2022 01:01 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: આગામી 25 વર્ષ દુનિયાભરમાં ટ્રેડિશન મેડિસિનનો સ્વર્ણિમ કાળ હશે

    PM Modi in Gujarat Day 3 Live: ટ્રેડિશનલ મેડિસિનના ક્ષેત્રને વિકાસ અને વિસ્તાર ત્યારે જ સંભવ છે જ્યારે તેને પરિસ્થિતિક પરિપેક્ષ્યમાં ઢાળવામાં આવે. આ પહેલી ઇન્વેસ્ટમન્ટ સમિટ છે. તે ગૌરવીની વાત છે. આગામી 25 વર્ષ દુનિયાભરમાં ટ્રેડિશન મેડિસિનનો સ્વર્ણિમ કાળ હશે, આજે આ ક્ષેત્રમાં નવા યુગવે પ્રારંભ થયો છે.

  • 20 Apr 2022 12:56 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: આયુર્વેદની સમૃદ્ધી પાછળ ઓપન સોર્સ જવાબદાર જેને જે મળ્યું તે જોડતા ગયા

    PM Modi in Gujarat Day 3 Live: આયુર્વેદની સમૃદ્ધી પાછળ ઓપન સોર્સ જવાબદાર છે. આ પરંપરાના કારણે જ આયુર્વેદ વિકસિત થયું છે. જેને જે મળ્યું તે જોડતા ગયા અને આમ આયુર્વદનો હજારો વર્ષોથી વિકાસ થઈ રહ્યો છે. નવા વિચારો અને અધ્યયને તેને મજબુત બનાવ્યું છે.

     

  • 20 Apr 2022 12:53 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: 21મી સદીનું ભારત પોતાના જ્ઞાન અને અનુભવોની સમગ્ર દુનિયામાં વહેચણીની સાથે આગળ વધવા માગે છે

    PM Modi in Gujarat Day 3 Live:  21મી સદીનું ભારત પોતાના જ્ઞાન અને અનુભવોની સમગ્ર દુનિયામાં વહેચણીની સાથે આગળ વધવા માગે છે. આપણ વિરાસત માનવતાની વિરાસત છે. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનનારા છીએ. આપણે દુનિયાનું દર્દ ઓછું કરવાના જીવનમંત્રવાળા માણસો છીએ. આપણો આયુર્વેદ હજારો વર્ષોથી છે. લક્ષ્મણ બેભાન થયા હતા ત્યારે હનુમાનજી હિમાલયમાંથી જડીબુટ્ટી લાવ્યા હતા.

  • 20 Apr 2022 12:49 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: કેન્યાના રાષ્ટ્રપતિની દીકરીનો કિસ્સો યાદ કરીને મોદીએ કહ્યું કે આયુર્વેદથી તેમને દૃષ્ટિ પાછી મળી

    PM Modi in Gujarat Day 3 Live: મોદીએ કહ્યું કે હું કેન્યાના રાષ્ટ્રપતિ રાયલા એડિંગા અને તેની દીકરી રોઝ મોરીને યાદ કરવા માગું છું. મોદીએ તેને ગુજરામાં આ સમિટમાં હાજર રહેવા બલદ આવકાર આપ્યો હતો. મોદીએ તેમની સાથેની વિગતો જણાવી હતી. મોદીએ કહ્યું કે રોઝ મોરીના પિતાજી એડિંગા મારા ખુબ સારા મિત્ર છે. એક વખત દિલ્હીમાં તેમણે મને જણાવ્યું હતું કે રોઝ મેરીની જીંદગીમાં મુસિબત આવી હતી, તેની આંખમાં સર્જરી થઈ હતી, જેમાં તેની દૃષ્ટિ જતી રહી હતી. તેમના પિતા અડિંગાએ વિશ્વના મોટામાં મોટા મેડિકલ સંસ્થાનોમાં ઉપચાર કરાવ્યા, પણ સફળતા ન મળી, અંતે ભારતમાં આયુર્વેદના ઉપચારથી સફળતા મળી, રોઝ મેરીની આંખોમાં દૃષ્ટિ પાછી આવી ગઈ.

  • 20 Apr 2022 12:41 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: બીજા દેશો સાથે આયુષ ઔષધીઓની પરસ્પર માન્યતા માટે દેશો સાથે 50થી વધુ એમઓયુ કર્યા

    PM Modi in Gujarat Day 3 Live: બીજા દેશો સાથે આયુષ ઔષધીઓની પરસ્પર માન્યતા પર બળ આપ્યું છે. અલગ અલગ દેશો સાથે 50થી વધુ એમઓયુ કર્યા છે. આપણા એક્સપર્ટ ISO માર્ક મળે તેવા ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે જેથી આયુષ ઉત્પાદનોનું વિશાળ બજાર બનશે.

     

  • 20 Apr 2022 12:38 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: મેડિસિન પ્લાન્ટના ખેડૂતોને સહેલાઈથી બજાર મળે તે માટે કંપનીઓ સાથે જોડાશે

    PM Modi in Gujarat Day 3 Live: આયુષના ક્ષેત્રમાં રોજગાર વધારવાના સ્કોપ છે. આવા પ્લાન્ટનું બજાર અત્યારે લીમિટેડ છે. હવે જરૂરી છે કે આવા પ્લાન્ટના ખેડૂતોને સહેલાઈથી બજાર મળે, આ માટે આયુષ ઇ-માર્કેટ માટે કામ કરી રહી છે. મેડિસિન પ્લાન્ટના ખેડૂતોને એવી કંપની સાથે જોડાશે જે આયુષ પ્રોડ્કટ બનાવે છે.

  • 20 Apr 2022 12:34 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: ભારતમાં હર્બસ પ્લાન્ટનો ખજાનો છે, આ આપણું ગ્રીન ગોલ્ડ છે

    PM Modi in Gujarat Day 3 Live: ભારતમાં હર્બસ પ્લાન્ટનો ખજાનો છે. આ આપણું ગ્રીન ગોલ્ડ છે. અમારી સરકાર હર્બલ અને મેડિસિન પ્લાન્ટના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ ખેડૂતોની આવક વધારવાનું સાધન બની શકે છે.

  • 20 Apr 2022 12:30 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: ભારતના સ્ટાર્ટપનો સ્વર્ણિમ યુગ શરૂ થઈ ગયો છે

    PM Modi in Gujarat Day 3 Live: આયુષ મંત્રાલયે સ્ટાર્ટપ માટે પગલાં લીધાં છે. સ્ટાર્ટપ ચેલેન્જ આયોજીત કરાય છે જેમાં યુવાનો ઉત્સાહ ખુબ સારો છે. ભારતના સ્ટાર્ટપનો સ્વર્ણિમ યુગ શરૂ થઈ ગયો છે. 2022માં જ ભારતના 14 સ્ટાર્ટપ યુનિકોર્મ કલ્બમાં જોડાઈ ગયાં છે.

     

  • 20 Apr 2022 12:27 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: FSSAIએ પણ ગયા અઠવાડિયે જ પોતાના નિયમોમાં આયુષ આહાર નામની કેટેગીરી ઉમેરી

    PM Modi in Gujarat Day 3 Live: FSSAIએ પણ ગયા અઠવાડિયે જ પોતાના નિયમોમાં આયુષ આહાર નામની કેટેગીરી ઉમેરી છે. જેનાથી હર્બલ ઉત્પાદકોને સુવિધા અને પ્રોત્સાહન મળશે.

     

  • 20 Apr 2022 12:24 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: 2014 પહેલાં આયુષમાં 3 બિલિયન ડોલરથી પણ ઓછાનું કામ હતું તે 18 બિલિયન ડોલરને પાર કરી ગયું

    PM Modi in Gujarat Day 3 Live: 2014 પહેલાં આયુષમાં 3 બિલિયન ડોલરથી પણ ઓછાનું કામ હતું તે 18 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. જે પ્રકારે આખી દુનિયામાં આયુષ પ્રોડક્ટની માગ વધી રહી છે તે જોતા આ ગ્રોથ આવનારા વર્ષમાં વધુ વધશે. આયુષના તમામ ક્ષેત્રમાં ઇન્વેસ્ટનમેન્ટની સંભાવના છે.

  • 20 Apr 2022 12:20 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: વિદેશી નાગરિકો ભારતમાં આયુષ ચિકિત્સાનો લાભ લેવા આવી શકે તે માટે આયુષ વિઝા અપાશે

    PM Modi in Gujarat Day 3 Live: વેલનેસ સેન્ટર ખુબ ઝડપથી વિકસિત થઈ શકે છે. વિદેશી નાગરીક ભારમતાં આવીને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માગે છે તે માટે સરકાર આયુષ વિઝા કેટેગીરી તૈયાર કરવાની તૈયારી કરી રહી રહ્યું છે. જેનાથી વિદેશી નાગરીકોને ભારત આવવા જવાની સુવિધા મળશે.

     

  • 20 Apr 2022 12:15 PM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: મોદીએ WHO ના એમડીનું તુલસીભાઈ નામકરણ કર્યું

    PM Modi in Gujarat Day 3 Live: મોદીએ કહ્યું કે આજે એક ખુશનીના સમાચાર આપવા માગું છું. WHO ના એમડી વિશે કહ્યું કે તેમણે મને જણાવ્યું હતું કે મને નાનપણમાં શિક્ષણ ભારતીય શિક્ષેક આપ્યું હતું અને તેનો મને ગર્વ છે. તેમણે મને કહ્યું હતું કે હું પાકો ગુજરાતી બની ગયો છું, મારું નામ ગુજરાતી રાખી દો, હું આજે મહાત્માની ભૂમિ પર તેમનું નામ તુલસીભાઈ રાખું છું.

     

  • 20 Apr 2022 11:58 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: આયુષના ક્ષેત્રમાં ઇનવેસ્ટમેન્ટ વધારવામાં આવે તેનો સમય આવી ગયો છેઃ મોદી

    ઇનોવેશન અને ઇનવેસ્ટમેન્ટ કોઈ પણ ક્ષેત્રનું સામર્થ્ય વધારી છે. સમય આવી ગયો છે કે આયુષના ક્ષેત્રમાં ઇનવેસ્ટમેન્ટ વધારવામાં આવે. આ સમીટ તેની શાનદાર શરૂઆત છે. આયુષના ક્ષેત્રમાં અસિમીત સંભાવના છે. આ ક્ષેત્રમાં અભુતપુર્વ તેજી દેખાઈ રહી છે.

  • 20 Apr 2022 11:32 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન

    PM Modi in Gujarat Day 3 Live: ગાંધીનગર મહાત્મા મંદિરમાં ત્રણ દિવસની આયુષ સમિટનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરાયું છે. આ પ્રસંગે WHOના મહાનિર્દેશક અને મોરેશિયસના વડાપ્રધાન હાજર રહ્યા હતા.

     

  • 20 Apr 2022 10:33 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદ મીરાખેડી સામુહિક આરોગ્ય કેન્દ્રનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

    PM Modi in Gujarat Day 3 Live: વડાપ્રધાનના હસ્તે દાહોદના મીરાખેડી સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાશે 2.90 કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓ સાથે 33 સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સાથે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામા આવ્યું છે.

  • 20 Apr 2022 09:55 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદમાં 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટેના પ્રકલ્પનો શિલાન્યાસ કરશે

    PM Modi in Gujarat Day 3 Live: પીએમ મોદી દાહોદમાં આવેલા પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટીવ (રેલવે એન્જિન)નું ઉત્પાદન કરવા માટેના પ્રકલ્પનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ ખર્ચ થશે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

  • 20 Apr 2022 09:34 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: દાહોદ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે

    PM Modi in Gujarat Day 3 Live:  દાહોદ અને છોટાઉદેપુર અને પંચમહાલના 22 હજાર કરોડના વિકાસ કામોનું વડાપ્રધાન લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. આ સાથે આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે.

  • 20 Apr 2022 09:28 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન

    PM Modi in Gujarat Day 3 Live: ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવશે. આ સંમેનલમાં લગભગ 90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે. આ સંમેલનથી રોકાણની સંભાવનાઓ, આવિષ્કાર, સંશોધન અને વિકાસને તેમજ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સુખાકારી ઉદ્યોગને વેગ મળી શકશે. ગાંધીનગર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જવા થશે રવાના થશે.

  • 20 Apr 2022 09:27 AM (IST)

    PM Modi in Gujarat Day 3 Live: મોદી ટુંક સમયમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કરશે

    PM Modi in Gujarat Day 3 Live: પીએમ મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના ગ્લોબલ આયુષ ઈનવેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કરશે. આયુષ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મોરીશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Published On - Apr 20,2022 9:26 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">