Tech News : WhatsApp iOS યુઝર્સને મળશે ગ્રુપ પોલ ફિચર, જાણો કેવી રીતે કરશે કામ
આ નવું અપડેટ iOS 22.9.0.70 વોટ્સએપ બીટા પર જોવામાં આવ્યું છે. WhatsApp આગામી અપડેટ્સમાં ગ્રૂપ પોલ (Group Poll)ની ફંક્શનલિટી ઉમેરવાનું આયોજન કરી રહ્યું છે અને તે હજુ સુધી બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું નથી.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) iOS પર ગ્રુપ મેમ્બર્સ માટે એક નવા પોલિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. આ વપરાશકર્તાઓને શક્ય વિકલ્પો સાથે WhatsApp પર ગ્રુપમાં ઝડપથી પોલ બનાવવાની મંજૂરી આપશે. આ નવું અપડેટ iOS 22.9.0.70 વોટ્સએપ બીટા પર જોવામાં આવ્યું છે. WhatsApp આગામી અપડેટ્સમાં ગ્રૂપ પોલ (Group Poll) ની ફંક્શનલિટી ઉમેરવાનું આયોજન કરી રહ્યું છે અને તે હજુ સુધી બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. જોકે, કંપનીએ અધિકૃત રીતે જાહેરાત કરી નથી કે તે યુઝર્સ માટે ગ્રુપ પોલ ક્યારે લાઇવ કરવા માંગે છે. આપને જણાવી દઈએ કે પોલ ફીચર ફેસબુક મેસેન્જર, ટ્વિટર અને ટેલિગ્રામમાં પહેલાથી જ હાજર છે.
વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, મેસેજિંગ સર્વિસ એપના ભવિષ્યના અપડેટ્સ માટે ગ્રુપ પોલ કરાવવાની ક્ષમતા વિકસાવી રહી છે. આ કાર્યક્ષમતા ગ્રુપના સભ્યોને વોટ આપવા માટે કેટલાક પૂર્વ-નિર્ધારિત વિકલ્પોમાંથી એક પસંદ કરવાની મંજૂરી આપશે. આ રિપોર્ટમાં iOS માટે WhatsApp ગ્રુપ પોલના ઈન્ટરફેસ સાથે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે.
કેવી રીતે કામ કરશે ફિચર
જ્યારે વપરાશકર્તા વોટ પર ટેપ કરે છે, ત્યારે તેના દ્વારા પસંદ કરાયેલ વિકલ્પ અન્ય સહભાગીઓ સાથે શેર કરવામાં આવશે. વોટ્સએપ ફીચર ટ્રેકર અનુસાર, ગ્રુપ પોલ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે. આનો અર્થ એ થયો કે માત્ર ચોક્કસ વોટ્સએપ ગ્રુપના સભ્યો જ વોટ અને તેનું પરિણામ જોઈ શકશે.
ગ્રેન્યૂલર પ્રાઈવેસી કંટ્રોલ ફિચર
વધુ સારા યુઝર્સ અનુભવ પ્રોવાઈડ કરવા માટે WhatsApp નિયમિતપણે નવી સુવિધાઓ અને અપડેટ્સ બહાર પાડે છે. એક તાજેતરનો અહેવાલ જણાવે છે કે WhatsApp તેના માટે એપ્લિકેશનના લેટેસ્ટ બીટા વર્ઝન પર કેટલાક ટેસ્ટર્સ માટે નવું ગ્રેન્યૂલર પ્રાઈવેસી કંટ્રોલ રજૂ કરી રહ્યું છે. આ ફીચર યુઝર્સને મેસેજિંગ સર્વિસ પર છેલ્લે જોયેલા, તેના લાસ્ટ સીન અને પ્રોફાઇલ ફોટા કોણ જોઈ શકે તેના પર નિયંત્રણ આપવા માટે બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Tech News: સરકારની Paytm સાથે ભાગીદારી, યુઝર્સ લઈ શકશે આયુષ્માન ભારત યોજનાનો ફાયદો, જાણો કેવી રીતે?
આ પણ વાંચો: Tech Tips: Aadhaar Cardને તમારી પ્રાદેશિક ભાષામાં કરી શકો છો અપડેટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો