જાણો સ્માર્ટ ફોનમાં કેમ લાગે છે આગ અને થાય છે વિસ્ફોટ ! આ છે કારણ અને દુર્ઘટના અટકાવવાના ઉપાય

એ ઉપકરણ જે હંમેશા તમારા ખિસ્સામાં હોય છે તેમાં આગની ઘટના જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે સ્માર્ટ ફોન આગ કેમ લાગે છે ? અને તેને રોકવા માટે શું પગલાં લઈ શકાય છે.

જાણો સ્માર્ટ ફોનમાં કેમ લાગે છે આગ અને થાય છે વિસ્ફોટ ! આ છે કારણ અને દુર્ઘટના અટકાવવાના ઉપાય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 12:09 PM

આજના સમયમાં સ્માર્ટફોન જીવનનું જાણે અભિન્ન અંગ બની ગયું છે. આપણે સ્માર્ટફોન ઉપર જરૂરી કામગીરીઓ માટે નિર્ભર છે. ઓફિસનું કામ , ટિકિટ બુકિંગ , હિસાબ – કિતાબ અને ગણાનું સિંચન સહીત હજારો કામ માટે સ્માર્ટફોનની જરૂર પડે છે. તમે સમયાંતરે સ્માર્ટ ફોનમાં આગ લાગવાના સમાચાર સાંભળતા હશો.

એ ઉપકરણ જે હંમેશા તમારા ખિસ્સામાં હોય છે તેમાં આગની ઘટના જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે સ્માર્ટ ફોન આગ કેમ લાગે છે ? અને તેને રોકવા માટે શું પગલાં લઈ શકાય છે. જો વપરાશકર્તાઓ કેટલીક જરૂરી બાબતો પર સાવચેતી સાથે ધ્યાન આપે તો કોઈપણ અકસ્માત ટાળી શકાય છે.

આજકાલ દરેકના હાથમાં મોબાઈલ છે. ઘણીવાર તમારા ખિસ્સામાં રહેતો આ મોબાઈલ કોઈને કોઈ કારણસર બ્લાસ્ટ થઈ જાય છે અને ઘણી વખત આગ લાગવાની ઘટના પણ બને છે. તાજેતરમાં જ અમેરિકામાં મોબાઈલના વિસ્ફોટને કારણે ફ્લાઈટ ખાલી કરવી પડી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ કારણોસર મોબાઈલ બ્લાસ્ટ થાય છે આમ તો સ્માર્ટ ફોનમાં આગ લાગવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ તમે તમારા ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર નિર્ભર કરે છે. અત્યાર સુધી જે કેસો સામે આવ્યા છે તેમાં સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓએ યુઝર્સનો જ દોષ હોવાનો દાવો કર્યો છે.

સૌ પ્રથમ એ હકીકત જાણવી જરૂરી છે કે મોબાઇલ ફોન બ્લાસ્ટ કેમ થાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે બેટરીમાં લાગેલા ઇલેક્ટ્રોડ્સ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે બેટરીમાં ગરમી વધે છે. વધેલા તાપમાનને કારણે બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે. પ્રતિક્રિયાઓ સતત થતી રહે છે અને તેના કારણે તાપમાન વધે છે. આ જ કારણ છે કે ઘણી વખત સ્માર્ટ ફોનમાં આગ કે વિસ્ફોટની ઘટના જોવા મળે છે.

આ કાળજી રાખી અકસ્માત ટાળી શકાય છે હવે યુઝર્સની ભૂલો વિશે જાણીએ કે જેના કારણે આગ અથવા વિસ્ફોટનું જોખમ વધે છે. કંપનીઓ મોબાઇલ ઓવરચાર્જિંગ ટાળવાની સલાહ આપે છે. ડુપ્લીકેટ ચાર્જર પણ કેટલીક વખત આવી ઘટનાઓનું કારણ બને છે. આ ઉપરાંત ઘણી વાર મોટી ક્રેક આવ્યા પછી પણ મોબાઇલનો ઉપયોગ કરતા રહેવું જોખમી સાબિત થઈ શકે છે.

નિષ્ણાતો સલાહ આપે છે કે મોબાઇલનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો અને અયોગ્ય દબાણ ન કરો. ડુપ્લીકેટ પાર્ટ્સના ઉપયોગને ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ઉપયોગ દરમિયાન સ્માર્ટ ફોનનું તાપમાન વધવાનું શરૂ થાય છે તો વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. આવા સમયે વપરાશકર્તાઓને ફોન બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. આ પગલાં ભરીને તમે કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકો છો.

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક નરમાશ વચ્ચે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા? કરો એક નજર

આ પણ વાંચો :  Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">