AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર

આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે.

Multibagger Stock 2021 : પોણા બે રૂપિયાના શેરે એક વર્ષમાં આપ્યું 1,964% રિટર્ન , જાણો રોકાણકારોને માલામાલ બનાવનાર શેર વિશે વિગતવાર
SYMBOLIC IMAGE
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:23 AM
Share

Multibagger Stock 2021 : શેરબજાર(Stock Market)માં રોકાણકારોનો રસ વધી રહ્યો છે તેની પાછળનું સૌથી મોટું કારણ બજારનું શાનદાર પ્રદર્શન છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં મજબૂત તેજી જોવા મળી છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોએ રોકાણકારોને ટૂંકા ગાળામાં સારું વળતર આપ્યું છે. અન્ય તમામ વ્યવસાય મંદીમાં સપડાયા હતા તેવામાં શેરબજારે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે.રોકાણકારોને તેમના રોકાણ સામે સારું વળતર મળતા શેરબજારમાં રોકાણનો ટ્રેન્ડ બની રહ્યો છે.

આજે અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોના 1 લાખ રૂપિયાના રોકાણને માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં 20.53 લાખ રૂપિયામાં તબદીલ કર્યા છે. અમે વાત કરી રહ્યા છીએ આદિનાથ ટેક્સટાઇલ્સ લિમિટેડ(Adinath Textiles)નો માઇક્રોકેપ(Microcap share) શેર વિશે. જબરદસ્ત તેજી સાથે અદીનાથ ટેક્સટાઇલ સ્ટોકે શેરહોલ્ડરોને એક વર્ષમાં 1,953% રિટર્ન આપ્યું છે.

આદિનાથ ટેક્સટાઇલ્સ શેરનો ઇતિહાસ ગયા વર્ષે 25 ઓગસ્ટ 2020 ના રોજ આદિનાથ ટેક્સટાઇલ્સના શેરની કિંમત 1.55 રૂપિયા હતી. બીજી તરફ આ વર્ષે 25 ઓગસ્ટ 2021 ના ​​રોજ આ શેરની કિંમત BSE પર 31.83 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. એટલે કે 12 મહિના પહેલા આદિનાથ ટેક્સટાઇલ સ્ટોકમાં રોકાયેલા 1 લાખ રૂપિયા આજે 20.53 લાખ રૂપિયા થાય છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ પર આ સ્ટોક 44.38 ટકા વધ્યો છે.

આજે શેરે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી ૨૫ ઓગસ્ટ શેર ૩૧.૮૩ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો સ્ટોક ૩૦.૩૨ ના છેલ્લા બંધ ભાવ કરતા ૪.૯૮ ટકા વધ્યો હતો. ૨૬ ઓગસ્ટ બસેપર શેર ૫ ટકા વધી ૩૩.૪૨ રૂપિયા ઉપર બંધ થયો હતો. આજે શેરે ફરી નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. બજાર ખુલ્યું ત્યારે શેર ૫ ટકા વૃદ્ધિ સાથે 35.09 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લા 21 દિવસમાં શેર 176.54% વધ્યો છે. આદિનાથ ટેક્સટાઇલનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધારે છે. આ વર્ષની શરૂઆતથી આ શેર 1,761% વધ્યો છે.

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે ? જૂન ક્વાર્ટરમાં કંપની નફો રૂ. 0.23 કરોડ રહ્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 0.05 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં 360% નો વધારો હતો. મજબૂત ત્રિમાસિક કમાણી હોવા છતાં રોકાણકારોએ શેરને ધ્યાનમાં લેતી વખતે ખૂબ સાવધ રહેવું જોઈએ જે પાછલા વર્ષમાં હજુ વેચાણ બાકી છે. કંપનીનો ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 557.14% વધીને રૂ. 0.32 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 0.07 કરોડ હતો.

આ પણ વાંચો :   EPFO : આ રીતે કરો PF ખાતા સાથે Aadhaar ને લિંક કરો , 31 ઓગસ્ટની છેલ્લી તારીખ ચુકી જશો તો પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  Bank Holiday : આવતીકાલથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે , ફટાફટ પતાવી લો પેન્ડિંગ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">