AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: ચોરાયેલા ફોનને શોધી આપશે ગૂગલની આ એપ, જાણો કેવી રીતે કરશે કામ?

Google Find My Device: જો તમે તાત્કાલિક અસરથી ફોનને સર્ચ કરવા માંગતા હોવ તો ગૂગલની એપ ફાઇન્ડ માય ડિવાઈસ (Find My Device)આમાં તમારી મદદ કરી શકે છે. આ એપ ચોરાયેલો ફોન ઝડપથી શોધવામાં મદદ કરે છે.

Tech Tips: ચોરાયેલા ફોનને શોધી આપશે ગૂગલની આ એપ, જાણો કેવી રીતે કરશે કામ?
Google Find My Device app (Google)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 8:26 AM
Share

અવારનવાર ફોન ચોરીના અહેવાલો આવે છે. ચોરાયેલા ફોનને શોધવા માટે સરકાર દ્વારા મદદ આપવામાં આવે છે. આ માટે કેન્દ્ર સરકારે એક વેબસાઈટ શરૂ કરી છે. પરંતુ જો તમે તાત્કાલિક અસરથી ફોનને સર્ચ કરવા માંગતા હોવ તો ગૂગલની એપ ફાઇન્ડ માય ડિવાઈસ (Find My Device)આમાં તમારી મદદ કરી શકે છે. આ એપ ચોરાયેલો ફોન ઝડપથી શોધવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જો ફોન ક્યાંક પડી ગયો હોય, તો ફાઇન્ડ માય ડિવાઇસની મદદથી, ફોનનું વર્તમાન લોકેશન ટ્રેસ કરી શકાય છે.

Find My Device એપ કેવી રીતે કામ કરશે?

  1. જો તમારો ફોન ચોરાઈ જાય, તો તમારે સૌથી પહેલા અન્ય કોઈ સ્માર્ટફોન પર Google Find My Device એપ ડાઉનલોડ કરવી જોઈએ.
  2. તે પછી Google Find My Device એપ ઓપન કરો. ત્યારપછી ચોરેલા ફોનમાં લોગ ઈન કરો ગૂગલ ફાઇન્ડ માય ડિવાઈસ એપમાં જીમેલમાં લોગઈન કરો.
  3. આ પછી ચોરાયેલા ફોનનું લાઈવ લોકેશન જાણી શકાશે, જેથી ફોનને ટ્રેક કરી શકાશે. સાથે જ તમને તમારા ફોનમાં કેટલી ટકા બેટરી બચી છે તેની માહિતી પણ મળશે.
  4. Google Find My Device એપ, Play Sound, Secure Device અને ERASE Deviceમાં અન્ય ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે.
  5. તમે Play Sound ઓપ્શનની મદદથી ફોનની રિંગ વગાડી શકો છો. ભલે ફોન સાયલન્ટ પર કેમ ન મૂક્યો હોય.
  6. તેમજ Secure Deviceની મદદથી તમે ચોરને મેસેજ મોકલી શકો છો અને તેને ફોન પરત કરવા માટે કહી શકો છો.
  7. ત્રીજો વિકલ્પ છે Erase Device, જેમાંથી ફોનના મહત્વના ડોક્યુમેન્ટ્સ અને ફોલ્ડર્સ ડિલીટ કરી શકાય છે.

Find My Device એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

ગૂગલ ફાઇન્ડ માય ડિવાઇસ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, જ્યાંથી એપને ફોનમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે. આ માત્ર 1.8MBની એપ છે. જેને 100 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: iPhone 14 સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે આવી શકે છે, ઇમરજન્સીમાં યુઝર્સને કરશે મદદ

આ પણ વાંચો: Happy Marriage Life : જો તમે પણ રણબીર આલિયાની જેમ લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા હોય તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">