MONEY9: ટેક્સ બચાવવાનું સૂત્રઃ ‘એક સે ભલે દો, દો સે ભલે ચાર’, HUF કેવી રીતે હળવો કરશે ટેક્સનો બોજ?

HUFનો અર્થ છે હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે Hindu Undivided Family. એક પરિવાર પોતાના તમામ સભ્યો સાથે મળીને એક એન્ટીટી એટલે કે, HUF બનાવીને પોતાની ટેક્સ જવાબદારીને વહેંચી શકે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:22 PM

શું તમે નથી ઈચ્છતા કે, ઈન્કમ ટેક્સ (INCOME TAX)ની કલમ 80C હેઠળ મળતું દોઢ લાખનું ડિડક્શન (DEDUCTION) વધીને 3 લાખ થઈ જાય? એવું ના થઈ શકે કે, બે ઈન્શ્યૉરન્સ ખરીદી શકો અને બંને પર કર-લાભ મળે? ટેક્સમાં મળતી છૂટ બમણી થઈ જાય અને કરપાત્ર આવક ઘટી જાય? અરે, ભાઈ…! અમે આવક છુપાવીને ટેક્સ બચાવવાની વાત નથી કરી રહ્યાં…, પરંતુ પૂરી પ્રામાણિકતાથી અને નીતિ-નિયમોનું પાલન કરીને, સંપૂર્ણ આવક દર્શાવ્યા પછી ટેક્સ બચાવવાની વાત કરી રહ્યાં છીએ અને તેના માટે ઉપયોગી છે એચયુએફ (HUF).

શું છે HUF અને તેનાથી થાય છે કયા ફાયદા?

HUFનો મતલબ થાય છે હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે, હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી. એક પરિવાર પોતાના તમામ સભ્યો સાથે મળીને એક એન્ટીટી એટલે કે, HUF બનાવીને પોતાની ટેક્સ જવાબદારીને વહેંચી શકે છે. આ એન્ટીટીને ઈનકમ ટેક્સના સેક્શન 2(31) હેઠળ એક વ્યક્તિ માનવામાં આવે છે. HUFનું પોતાનું અલગ પાન કાર્ડ હોય છે. આ એન્ટીટી અલગથી ઈનકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે અને ટેક્સ-સેવિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ પણ કરી શકે છે.

HUF કેવી રીતે બચાવે છે ટેક્સ?

ઓછો ટેક્સ ભરવો પડે તે માટે એક પરિવાર પ્રોપર્ટીમાંથી થતી આવકને HUF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. આમ તો, HUFનો મહત્તમ ઉપયોગ વારસાગત સંપત્તિથી થતી આવક બતાવવા માટે થાય છે. HUFને પણ એક વ્યક્તિગત કરદાતાને મળતાં તમામ ટેક્સ-બેનિફિટ્સ મળે છે, એટલે કે, સેક્શન 80C હેઠળ થતાં તમામ પ્રકારનાં રોકાણથી લઈને સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિતનાં કર-લાભ HUFને મળે છે.

હવે, રાજીવનું ઉદાહરણ લઈને સમજીએ કે, તેણે HUF બનાવીને કેવી રીતે ટેક્સ-બોજ હળવો કર્યો. રાજીવની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ, ટેક્સેબલ આવક થાય છે 9.50 લાખ રૂપિયા. તેમને વારસામાં મળેલા ઘરના ભાડાં દ્વારા 6 લાખ રૂપિયાની આવક થાય છે, તેમાંથી 1.80 લાખ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યા પછી, ભાડાંની કરપાત્ર આવક 4.20 લાખ રૂપિયા થાય છે. આમ, રાજીવની કુલ કરપાત્ર આવક 13.70 લાખ રૂપિયા થાય છે. તેમાં સેક્શન 80C અને 80D હેઠળ મળતાં લાભ બાદ કર્યા પછી, ટેક્સેબલ ઈનકમ ઘટીને થઈ જાય છે 11,95,000 રૂપિયા. આટલી આવક પર, જૂના ટેક્સ માળખા પ્રમાણે 1,77,840 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય.

હવે, જો રાજીવ 6 લાખ રૂપિયાની ભાડાંની આવકને HUFમાં દર્શાવી દે તો, ઘણો ફાયદો થશે, કારણ કે HUFને 1.80 લાખ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, સેક્શન 80C હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણનો ફાયદો મળશે અને 80D હેઠળ હેલ્થ ઈન્શ્યૉરન્સ પ્રીમિયમના 25,000 રૂપિયાનો લાભ ગણતરીમાં લઈએ તો, તેમના HUFની કરપાત્ર આવક થઈ જશે 2,45,000 રૂપિયા અને તેના પર ટેક્સ લાગશે ઝીરો, કારણ કે, HUFની આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય, ત્યારે જ ટેક્સ લાગે છે. આવી રીતે, રાજીવની કુલ આવકમાંથી ભાડાંની આવકનો બોજ નીકળી જશે, તો માત્ર 70,200 રૂપિયાનો ટેક્સ ભરવો પડશે, જેમાં સેસ પણ સામેલ છે. તો જોયુંને, HUFની મદદથી રાજીવની ટેક્સ લાયેબિલિટી કેવી રીતે રૂ.1,77,840થી ઘટીને રૂ.70,200 થઈ ગઈ અને રાજીવે લગભગ 1 લાખ રૂપિયાનો ટેક્સ બચાવી લીધો.

HUF કેવી રીતે બનાવાય?

કોઈ પણ હિન્દુ પરિવાર એક થઈને HUF બનાવી શકે છે. બુદ્ધિસ્ટ, જૈન અને શીખ પણ HUF બનાવી શકે છે. HUF કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર જ બનાવી શકે. એક સામાન્ય પૂર્વજના વંશજ એટલે કે, એક પરિવારના લોકો જ HUF બનાવી શકે છે. ઘરનો મોભી HUFનો કર્તા હોય છે. પુરુષ કે મહિલા કોઈ પણ કર્તા બની શકે છે. જન્મના આધારે પરિવારના જે લોકો HUFમાં સામેલ હોય, તેને ‘કો-પાર્સનર’ (co-parcener) કહે છે. જે લોકો લગ્ન પછી સામેલ થાય તેમને સભ્ય કહેવામાં આવે છે. જેમકે, પત્ની, બાળકો અને બાળકોની પત્નીઓને HUFના સભ્ય કહે છે.

2005ના સુધારેલા કાયદા પ્રમાણે, હવે લગ્ન પછી પણ દીકરીઓ પિતાના HUFમાં કો-પાર્સનર્સ તરીકે રહી શકે છે પરંતુ, મહિલાઓ લગ્ન પછી પતિના HUFમાં સભ્ય તરીકે જ માન્ય ગણાશે. HUFનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને HUF ડીડ હેઠળ તમામ સભ્યોના નામની વિગતો દર્શાવવી જરૂરી છે.  HUFને પગારથી આવક થતી નથી, એટલે પરિવારની સંયુક્ત આવકને HUFની આવક ગણવામાં આવે છે.

સામાન્ય પૈતૃક સંપત્તિથી, અથવા તેને વેચવાથી કે તેના ભાડાંથી થતી આવકને HUFની આવક માનવામાં આવે છે. તેના માટે પરિવારની સંયુક્ત સંપત્તિને HUFના નામે ચઢાવવી પડે છે અને તેના પર થતી કમાણી પર HUF ટેક્સ ભરે છે. આ સંપત્તિ HUFને ભેટ તરીકે અથવા વારસામાં મળે છે. ટેક્સ એક્સપર્ટ ગૌરી ચઢ્ઢાનું કહેવું છે કે, HUFને ગિફ્ટ આપીને પોતાની વ્યક્તિગત ટેક્સ લાયેબિલિટી ઘટી જશે એવું માનવાની એક સામાન્ય ભૂલ મોટા ભાગનાં લોકો કરે છે. પરંતુ જો HUFને ગિફ્ટ તરીકે કોઈ પણ પ્રકારની આવક થશે, તો આ આવકને ગિફ્ટ આપનાર સભ્યની આવકમાં ઉમેરવામાં આવશે.

મની નાઈનની સલાહ

HUFથી કરપાત્ર આવક પર લાગતો ટેક્સ ઘટાડવામાં મદદ મળે છે, એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ HUFને ગિફ્ટ આપીને અથવા તમારા નામે બોલતી પ્રોપર્ટીઝને HUFના નામે ટ્રાન્સફર કરીને ખોટી રીતે ટેક્સ બચાવવાથી દૂર રહેવું જોઈએ.

આ પણ જુઓ

કાકા-મામા પાસેથી ગિફ્ટ (GIFT) મળે, તો ટેક્સ (TAX) ભરવો પડે?

આ પણ જુઓ

કરશો આ ભૂલ તો છેલ્લાં મહિનાઓમાં કપાશે ઢગલાબંધ પગાર

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">