AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો

આઈપીએલ શરૂ થવામાં થોડો સમય છે પરંતુ ટીમોની મસ્તી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સે બુધવારે સોશિયલ મીડિયા પર નવો ધમાકો કર્યો અને યુઝવેન્દ્ર ચહલને ટીમનો કેપ્ટન બનાવ્યો.

IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ 'હેક' કરી પોતાને કેપ્ટન બનાવ્યો
Yuzvendra Chahal hack Rajasthan Royals social media account
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 2:01 PM
Share

IPL 2022:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝન શરૂ થવામાં વધુ સમય બાકી નથી. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સામેલ કર્યો છે. રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં ચહલનો ફોટો શેર કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન રોયલ્સના નવા કેપ્ટનને મળો. હવે ચહલને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે કે પછી તેની પાછળ કોઈ કૌભાંડ છે.

વાસ્તવમાં ચહલે મજાકમાં લખ્યું હતું કે હું રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ હેક કરીશ, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે તેના પર એક મીમ શેર કર્યો. આ પછી રાજસ્થાન રોયલ્સે ચહલ સાથે પોતાનો પાસવર્ડ શેર કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સે યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તે તેની પત્ની ધનશ્રી વર્મા સાથે એન્ટ્રી લઈ રહ્યો છે. આ ટ્વિટ પર યુઝવેન્દ્ર ચહલે જવાબ આપ્યો છે કે તે આ એકાઉન્ટ હેક કરશે.

આ પછી જ મજા શરૂ થાય છે અને યુઝવેન્દ્ર ચહલ પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સના ટ્વિટર એકાઉન્ટ પરથી પોતાને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન બનાવે છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન છે અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારા કોચિંગ સ્ટાફની કમાન સંભાળી રહ્યા છે. આ વખતે લસિથ મલિંગા પણ રાજસ્થાન રોયલ્સના સ્ટાફ સાથે જોડાયો છે. રાજસ્થાનની પ્રથમ મેચ 29 માર્ચે રમાશે, જે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે.IPL 2022 ની પ્રથમ મેચ 26 માર્ચે રમાવાની છે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.

આ પણ વાંચો : Gujarat Assembly Session Live: વિધાનસભામાં આજે અપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">