Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં આજે આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:15 PM

Gujarat Assembly Session Highlights: આજે વિધાનસભાના સત્રનો પ્રારંભ થયો છે જેમાં મહેસુલ, આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા શરૂ કરવામાં આવી.

Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં આજે આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા
Gujarat Assembly Session

Gujarat Assembly Session Live: આજે વિધાનસભાના સત્રનો પ્રારંભ થયો છે જેમાં મહેસુલ, આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક , સંસદીય બાબતો, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન મુદ્દે ચર્ચા શરૂ કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Mar 2022 06:33 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજકોટ પોલીસ કમિશ્નર હપ્તાકાંડ મામલો વિધાનસભા ગૃહમાં ગુજયો

    Gujarat Assembly Session Live: રાજકોટ પોલીસ કમિશ્નર હપ્તાકાંડ મામલો વિધાનસભા ગૃહમાં ગુજયો હતો. ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે નિવેદન આપ્યું કે રાજકોટ પોલીસ કમિશનર કટકીખોર ગણાય છે. ખુદ ભાજપના ધારાસભ્ય જ લેખિતમા આપે છે કે રાજકોટ પોલીસ કમિશ્નર સેટિંગના 70 લાખ રૂપિયા લે છે.

  • 16 Mar 2022 06:14 PM (IST)

    Gujarat Assembly Session Live: પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સરકારે ખોટા આંકડા આપ્યાઃ પ્રતાપ દૂધાત

    Gujarat Assembly Session Live: પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને ધારાસભ્ય પ્રતાપ દુધાતે સરકાર પર સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે મેં ગઈ 4 તારીખે પ્રશ્ન પુછેલ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે લીલીયા અને સાવર કુંડલામાં કેટલી અરજી આવી છે. આ સવાલમાં સરકારે ખોટા આંકડા આપ્યા છે. સાવરકુંડલામાં ફક્ત 3 મકાન બનાવવામાં આવ્યા છે. જ્યારે લીલીયામાં માત્ર 1 મકાન બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ સરકાર એક તાલુકામાં 42 અને બીજા તાલુકામાં 59 અરજીઓ આવી હોવાની વાત કરે છે જ્યારે હકીકત એવી છે કે બન્ને તાલુકાઓમાં 1500 અરજીઓ આવેલી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવેલ અરજીઓ સંદર્ભે સરકારે રજૂ કરેલ આંકડામાં વિસંગતતા છે. આ ખૂબ દુઃખદ બાબત છે. હું સરકારને ચેલેન્જ કરું છું અને પુરાવા પણ આપી શકું છું.

  • 16 Mar 2022 05:02 PM (IST)

    Gujarat Assembly Session Live: કલ્‍પસર યોજના અન્‍વયે ભાડભૂત બેરેજનું બાંધકામનું કામ ઓક્ટોબર-૨૦૨૪ સુધી પૂર્ણ કરવા આયોજન

    Gujarat Assembly Session Live: કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલકીના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો કે કલ્‍પસર યોજના અન્‍વયે ભાડભૂત બેરેજનું બાંધકામનું કામ ઓકટોબર-૨૦૨૪ સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. મેસર્સ દિલીપ બિલ્‍ડકોન લિ.-હિન્‍દુસ્‍તાન કન્‍સ્‍ટ્રકશન કું.લિ., ભોપાલને કામગીરી સોંપાઈ છે. અત્યાર સુધી કલ્‍પસર યોજના પાછળ ૩૪૭.૮૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કલ્પસર યોજના હેઠળ હજી ૩૮૧૯.૮૪ કરોડનો ખર્ચ થશે. કલ્પસર હેઠળ ભાડભૂત બેરેજ ૪૧૬૭.૬૯ કરોડના ખર્ચે તૈયાર થશે.

  • 16 Mar 2022 04:55 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્ય સરકારને એસટી નિગમ પાસેથી 3770.97 કરોડનું લેણું બાકી

    Gujarat Assembly Session Live: ધારાસભ્ય શેલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજ્ય સરકારને એસટી નિગમ પાસેથી 3770.97 કરોડનું લેણું બાકી છે. એસટી નિગમ પાસેથી લોનની 3525.16 કરોડની રકમ લેવાની બાકી છે જ્યારે પેસેન્જર ટેક્સની 206.25 કરોડની રકમ પણ નિગમે ચુકવવાની બાકી છે. 3770.97 કરોડ મોટર વહિકલ ટેક્સની રકમની ચુકવણી બાકી છે.

  • 16 Mar 2022 04:52 PM (IST)

    Gujarat Assembly Session Live: અમદાવાદ અને સુરતમાં ઔદ્યોગિક એકમમાં આગમાં કુલ 36 નિર્દોષો હોમાયા

    Gujarat Assembly Session Live: ધારાસભ્ય શેલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જબાબમાં સરકરે જણાવ્યું કે માન્ચેસ્ટર સિટી અમદાવાદમાં ઔદ્યોગિક એકમમાં 2 વર્ષમાં 27 આગના બનાવો બન્યા છે. ડાયમંડ સિટી સુરતમાં 2 વર્ષમાં 52 જેટલા ઔદ્યોગિક એકમમાં આગના બનાવો નોંધાયા છે. અમદાવાદમાં ઓદ્યોગિક એકમમાં લાગેલી આગમાં 19 નિર્દોષોના જીવ હોમાયા છે જ્યારે 5 ઇજાગસ્ટ થયા છે. સુરતમાં લાગેલી ઔદ્યોગિક એકમમાં આગમાં 17 લોકોના જીવ ગયા છે જ્યારે 5 ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ અને સુરતમાં ઔદ્યોગિક એકમમાં આગમાં કુલ 36 નિર્દોષો હોમાયા જ્યારે 10 ઇજાગ્રસ્ત થયા છે.

  • 16 Mar 2022 04:49 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં જીલ્લા પંચાયતોમાં વર્ગ -૧ થી ૪ ની ૪,૨૨૧ જગ્યાઓ ખાલી છે

    Gujarat Assembly Session Live: જીલ્લા પંચાયતમાં સંવર્ગવાર મંજૂર થયેલ મહેકમ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રજૂ કરાઈ હતી. જે પ્રમાણે રાજ્યમાં ૩૩ જીલ્લાઓમાં જીલ્લા પંચાયતોમાં વર્ગ -૧ ની ૩૪૧ ભરાયેલ ૧૪૩ ખાલી , વર્ગ રની ૫૫ ભરાયેલ ૨૯૯ ખાલી , વર્ગ -૩ ની ૨૨૦૮ ભરાયેલ ૩૧૫૮ ખાલી જગ્યા, વર્ગ -૪ ની ૪૮૧ ભરાયેલ ૩૩૮૫ ખાલી જગ્યા છે. રાજ્યમાં જીલ્લા પંચાયતોમાં વર્ગ -૧ થી ૪ ની ભરાયેલ ૩,૩૮૫ જગ્યાઓ સામે ૪,૨૨૧ જગ્યાઓ ખાલી છે.

  • 16 Mar 2022 04:47 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં સિમાંત ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે અને મોટા ખંડૂતો ઘટ્યા છે

    Gujarat Assembly Session Live: નોંધાયેલ ખડૂત ખાતેદાર અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રજુ કરવામાં આવી હતી જે પ્રમાણે રાજ્યમાં એગ્રી સેન્સેસ ૨૦૧૫-૧૬ મુજબ ૨૦,૧૮,૮૨૭ - સીમાંત ખાતેદાર ખેડૂતો , ૧૬,૧૫,૭૮૮ - નાના ખાતેદાર ખેડૂતો , ૧૧,૪૯,૯૫૪ - અર્ધ મધ્યમ ખાતેદાર ખેડૂત , ૪,૯૫,૮૬૯ - મધ્યમ ખાતેદાર ખેડૂતો અને ૩૯,૮૮૮ - મોટા ખાતેદાર ખેડૂતો નોંધાયેલા છે. એગ્રી સેન્સસ ૨૦૧૦-૧૧ની સરખામણીએ ૨૦૧૫-૧૬માં ૧,૧૫,૦૫૩ - સીમાંત , ૮૮,૪૨૯ - નાના, ૩૭,૨૪૫ - અર્ધ મધ્યમ અને ૯૬૦ - મધ્યમ ખાતેદાર ખેડૂતોનો વધારો થયો છે. જ્યારે ૧૧,૭૭૮ - સીમાંત , ૪૬૩ - અર્ધ મધ્યમ , ૭,૩૫૧ - મધ્યમ અને ૪,૪૧૮ - મોટા ખાતેદાર ખેડૂતોનો ઘટાડો થયો છે .

  • 16 Mar 2022 04:43 PM (IST)

    Gujarat Assembly Session Live: પાકિસ્તાન જેલમાં રાજ્યના 519 માછીમારો હોવાનો સ્વીકાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો

    Gujarat Assembly Session Live: વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ઉનામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે 31 ડીસેમ્બર 2021 ની સ્થિતિએ 519 રાજ્યના માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. બે વરસમાં 358 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા છે. જેમાં 2020માં 163 અને 2021માં 195 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા. આ માછીમારોને છોડાવવા માટે રાજ્ય સરકારે 2020માં સાત વાર અને 2021માં 11 રજૂઆતો કરી કુલ ૧૮ રજૂઆતો કરી છે.

  • 16 Mar 2022 04:41 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં ધારાસભ્યોના પ્રોટોકોલ ભંગની 16 ફરિયાદો મળી

    કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરના સવાલ પર સરકારે જવાબ રજૂ કર્યો કે ભાજપ કોંગ્રેસમાં 16 જેટલા ધારાસભ્યોએ અલગ અલગ બાબતે પોતાનો ધારાસભ્ય તરીકેનો પ્રોટોકોલ ન જળવાયો હોવાની ફરિયાદો કરી છે આવી 16 ફરિયાદો મળી છે. ભાજપના કુંવરજી બાવળીયા,જશુ બારડ, વિરજી ઠુમર, અશ્વિન કોટવાલ, પરેશ ધાનાણી સુખરામ રાઠવાએ પ્રોટોકોલ ન જળવાયો હોવાની ફરિયાદ કરી છે.

  • 16 Mar 2022 04:38 PM (IST)

    Gujarat Assembly Session Live: લલીત વસોયાને લલિત વસાવા બનાવી દેવાયા

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના જવાબમાં લલિત વસોયાની અટકમાં ભૂલ કરી હતી અને તેમને લલિત વસાવા કહી દીધા હતા. જેથી લલીત વસોયાએ કહ્યું કે મંત્રીશ્રી લલિત વસાવા નહિ વસોયા બોલો.

  • 16 Mar 2022 04:36 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જશા બારડ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જશા બારડ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. જશાભાઈ બોલવા ઉભા થતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ હાથના ઈશારે જશા બારડને બેસવા માટે કહ્યુ હતું જેથી સામા પક્ષે જશા બારડે આ મુદ્દે જીતુ વાઘાણીને કહ્યું કે આપને મને બેસાડવાનો અધિકાર નથી.એ કામ અધ્યક્ષ કરશે.

  • 16 Mar 2022 04:33 PM (IST)

    Gujarat Assembly Session Live: શિવરાજપુર બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 1204.72 લાખનો ધુમાડો કરાયો

    Gujarat Assembly Session Live: ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે શિવરાજપુર બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 1204.72 લાખનો ખર્ચ કરાયો છે. શિવરાજપુર સુધીનો માર્ગ બનાવવા 725.00 લાખનો ખર્ચ અને ડેવલપમેન્ટ ઓફ શિવરાજપુર બીચ પ્રોજેકટ માટે 479.72 લાખનો ખર્ચ કરાયો છે. શિવરાજપુર બ્રિજના ડેવલપમેન્ટની કામગીરી એચ.કે ઇન્ફ્રાકોન, આઈ એન આઈ ડિઝાઇન સ્ટુડિયો પ્રા. લીને સોંપવામાં આવી છે.

  • 16 Mar 2022 04:26 PM (IST)

    Gujarat Assembly Session Live: ગાંધીનગર અને વડોદરામાં ભરતીમેળામાં કુલ 61,736 બેરોજગાર હાજર રહ્યા હતા

    Gujarat Assembly Session Live: ધારાસભ્ય સુરેશકુમાર પટેલે બેરોજગારી અંગે કરેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં 302 ભરતી મેળા યોજવામાં આવ્યા છે. ગાંધીનગરમાં 102 અને વડોદરામાં 200 ભરતી મેળા યોજવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલા ભરતી મેળામાં 16,635 બેરોજગાર હાજર રહ્યા હતા જ્યારે વડોદરામાં 45,101 જેટલા બેરોજગાર હાજર રહ્યા હતા. આમ ગાંધીનગર અને વડોદરામાં ભરતીમેળામાં કુલ 61,736 બેરોજગાર હાજર રહ્યા હતા.

  • 16 Mar 2022 04:06 PM (IST)

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં હોબાળો, સરકારના મંત્રીઓ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

    Gujarat Assembly Session Live: વિધાનસભા ગૃહમાં વિપક્ષના સભ્યોએ સુત્રોચ્ચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારના મંત્રીઓ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો. વિપક્ષે અવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારા ધારાસભ્યો મંત્રીને ચિઠ્ઠી મોકલે પછી જવાબ આપે છે પછી જ જબાવ અપાય છે. આ મુદ્દે વિધાનસભામાં બંને પક્ષે સામસામે સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે એમ પણ કહ્યું કે સરકારના મંત્રીઓ જવાબ માટે તૈયારી કરીને આવતા નથી.

  • 16 Mar 2022 02:25 PM (IST)

    Gujarat Assembly Session Live: સમગ્ર રાજ્યમાં સરદાર આવાસ યોજનામાં બે વર્ષમાં કોઇ જ કામગીરી નહીં

    Gujarat Assembly Session Live: તળાજા તાલુકાના કનુભાઈ બારૈયાએ પુછેલા સવાલમાં સરકારે રજૂ કરેલી વિગતોમાં રાજ્યમાં 33 જિલ્લાઓમાં બે વર્ષમાં સરદાર આવાસ યોજનાના નામે કોઇ જ કામગીરી કરાઈ નહીં હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં રાજયના એક પણ જિલ્લામાં એક પણ મકાન ની મંજુરી કે તેની ફાળવણી કરાઈ નથી. 40 ટકા રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવતી હોવા છતાં તેના લાભથી 33 જિલ્લા વંચિત છે. 33 જિલ્લામાં સરદાર આવાસ યોજના 2 વર્ષથી માત્ર કાગળ પર જ રહી છે. સરદાર પટેલ ના નામે ચાલતી આવાસ યોજનામાં બે વર્ષમાં એક પણ મકાન ને મંજૂરી નહીં અને એક પણ રૂપિયાની રકમની ફાળવણી કરાઈ નથી.

  • 16 Mar 2022 12:51 PM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કુદરતી આફત બાબતે વર્ષ 2021 22માં 1 હજાર 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયોઃ સરકાર

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે કરેલા સવાલ બદ વિધાનસભામાં કુદરતી આફત અને કેલીમિટી ફંડ બાબતે મહત્વની ચર્ચા થઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કુદરતી આફત બાબતે વર્ષ 2021 22માં 1 હજાર 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. કેન્દ્ર સરકારે 2 વર્ષમાં 1 હજાર 59 કરોડની ગ્રાન્ટ આપી છે. તોકતે વાવાઝોડામાં નુકશાન બદલ સ્પેશિયલ પેકેજમાં 1 હજાર કરોડની ગ્રાન્ટ ndrfને અપાઈ છે. જોકે રાજ્ય સરકાર પાસે 1 હજાર 165 કરોડ હજી પણ વણ વપરાયેલા પડ્યા છે.

  • 16 Mar 2022 12:41 PM (IST)

    Gujarat Assembly Session Live: આખરે ખેડૂતોના વીજળીના પ્રશ્નનું આવ્યું નિરાકરણ, રાજ્ય સરકારે કરી બેઠક

    Gujarat Assembly Session Live: ખેડૂતોના વીજળીના પ્રશ્નના નિરાકરણ મુદ્દે રાજ્ય સરકારે એક બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસના mla પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં Pgvclના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ હવે ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનું શરુ કરાશે. આ ઉપરાંત અત્યાર સુધી વીજળી કાપના લીધે થયેલા નુકસાન ભરપાઈ કરવાની સરકારે બાંહેધરી આપી છે.

     

  • 16 Mar 2022 12:35 PM (IST)

    Gujarat Assembly Session Live: આજથી ખેડૂતોને મળશે 8 કલાક વીજળી, વિરોધ પક્ષે દ્વારા વિધાનસભામાં ઉઠાવાયેલા મુદ્દા બાદ રાજ્ય સરકારે આપી બાંહેધરી

    Gujarat Assembly Session Live: ખેડૂતોને મળતી વીજળીને લઈને વિધાનસભામાં આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. કૃષિ મંત્રીએ કહ્યું કે અમારી આજે ઉર્જા મંત્રી સાથે મીટીંગ હતી જેમાં આ નિર્ણય લેવાયો અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે.

      Gujarat Assembly Session Live:  

  • 16 Mar 2022 12:30 PM (IST)

    Gujarat Assembly Session Live: ટેકાના ભાવે ખરીદી બાદ કપાસ અને મગફળી પાકમાં પ્રોત્સાહક બોનસ ના અપાયા

    Gujarat Assembly Session Live: ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ટેકાના ભાવે ખરીદી બાદ બાદ ખેડૂતોને પ્રોત્સાહક બોનસ આપવામાં આવ્યા નથી. કોંગ્રેસ ધારાસભ્ય પુંજા વંશના પ્રશ્નમાં કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી કે લંબતારી કપાસના પ્રતિ કવીન્ટલ 2020-21માં 5825 અને 2021-22 માં 6025 રૂપિયા ભાવ અપાયો જ્યારે મધ્યમતારી કપાસ માટે 2020-21 માં 5515 અને 2021-22 માં 5726 રૂપિયા ભાવ અપાયો છે. આ ઉપરાંત મગફળીમાં પ્રતિ કવીન્ટલ 2020-21 માં 5275 અને 2022 માં 5550 ટેકનો ભાવ અપાયો છે.

    પુંજા વંશે કહ્યું કે કેન્દ્ર સરકારે આપેલ ટેકનો ભાવ આપી રાજ્ય સરકારે સંતોષ માન્યો છે. ખેડૂતોને વધારે ભાવ આપવા રાજ્ય સરકારે કોઈ પ્રોત્સાહક બોનસ જાહેર કર્યું નથી.

  • 16 Mar 2022 12:20 PM (IST)

    Gujarat Assembly Session Live: જીરાની ટેકાના ભાવે ખરીદી અંગે રાજ્ય સરકારે કોઈ રજુઆત ના કરી

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નમાં કૃષિમંત્રીએ જવાબ રજૂ કર્યો હતો કે ભારત સરકારની ટેકાના ભાવનીતિ હેઠળ જીરાનો સમાવેશ થતો નથી. જીરા મસાલા પાક છે, તેમને પૂરતા ભાવ મળે એ જરૂરી છે. હાલ જીરાના સરેરાશ ભાવ 4200 થી 4500 રૂપિયા છે. જીરાના ક્યારેય ન મળ્યા હોય એવા ભાવ અત્યારે મળી રહ્યા છે. ખેડૂતોને વધારે ભાવ કેન્દ્ર સરકારના પ્રયત્નોથી મળી રહ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવથી 10 થી વધુ પાકોની ખરીદી થાય છે. જીરાના ભાવ ખર્ચ અને ટેકાના ભાવ નીતિ પ્રમાણે બમણા છે. ખર્ચના પ્રમાણમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા હોવાથી કેન્દ્રને અરજી કરવાની રહેતી નથી. તેમણે જણાવ્યું કે 2021માં જીરાનું વાવેતર 4 લાખ 74 હજાર હેકટરમાં થયું હતું. 2021-22માં 2 લાખ 21 હજાર ટન વાવેતર થયું છે. આ વર્ષે જીરાનું 2 લાખ 37 હજાર મેટ્રિક ટન ઉત્પાદનની શકયતા છે.

  • 16 Mar 2022 12:10 PM (IST)

    Gujarat Assembly Session Live: ભાવનગર અને અમરેલી જિલ્લામાં સરદાર આવાસ યોજના હેઠળ એક પણ મકાન મંજૂર નહીંઃ કોંગ્રેસ

    Gujarat Assembly Session Live: તળાજા તાલુકાના કનુભાઈ બારૈયાએ પૂછેલા સવાલ પર ચર્ચામાં કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાવનગર અને અમરેલી જિલ્લામાં સરદાર આવાસ યોજના હેઠળ એક પણ મકાન મંજુર નહીં, છેલ્લા બે વર્ષમાં એક મકાન મંજુર કે તેની ફાળવણી કરાઈ નથી. ૪૦ ટકા રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવતી હોવા છતાં તેનો લાભ ભાવનગર અને અમરેલી જિલ્લામાં એક પણ વ્યક્તિને મળ્યો જ નથી. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સરકારી આવાસ યોજના માત્ર કાગળ પર પર જ રહી છે.

  • 16 Mar 2022 11:47 AM (IST)

    ઈંગ્લેન્ડને પહેલી જીત મળી, સેમિફાઈનલમાં ભારતનો રસ્તો મુશ્કેલ

  • 16 Mar 2022 11:39 AM (IST)

    ઈંગ્લેન્ડને છઠ્ઠો ફટકો, ભારત હજુ જીતથી દૂર

    મેઘના સિંહે 28મી ઓવર લાવીને આ ઓવરમાં 13 રન આપ્યા હતા. હીથર નાઈટે ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ તેણે આગલા બોલ પર સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી. નાઈટે એ જ ઓવરના ચોથા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 16 Mar 2022 11:39 AM (IST)

    Gujarat Assembly Session Live: નૌશાદ સોલંકી વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો કે સુરેન્દ્રનગરમાં 396 વ્યક્તિગત શૌચાલય બનાવાયા હોવાની વાત માત્ર કાગળ પર જ છે

    Gujarat Assembly Session Live: સુરેન્દ્રનગર ના mla નૌશાદ સોલંકીએ પૂછેલા સવાલને પગલે જાહેરમાં શૌચાલયનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો હતો. સુરેન્દ્રનગરના ગામડાઓ વિશે સવાલ પૂછ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં 90 % શૌચાલય બંધ છે. જોકે સરકારે વાત ને નકારી કાઠી હતી. નૌશાદ સોલંકી વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો કે સુરેન્દ્રનગરમાં સૌચલાય બનાવવાનું કામ માત્ર કાગળ પર જ છે. 396 વ્યક્તિગત શૌચાલય બનાવાયા હોવાની વાત માત્ર કાગળ પર જ છે. બહેનો આજે પણ ખુલ્લામાં શૌચ જવા મજબુર છે. જોકે મંત્રી દ્વારા તપાસ કરી જવાબ આપવાનું કહ્યું છે.

Published On - Mar 16,2022 11:31 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">