AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: લસિથ મલિંગાએ સંભાળી રાજસ્થાન રોયલ્સમાં મહત્વની જવાબદારી; તો વોર્નર ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોમાં નહીં રમે

લસિથ મલિંગા આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમી ચુક્યો છે. તો મુંબઈ ટીમ માટે તે બોલિંગ કોચની પણ જવાબદારી નિભાવી ચુક્યો છે.

IPL 2022: લસિથ મલિંગાએ સંભાળી રાજસ્થાન રોયલ્સમાં મહત્વની જવાબદારી; તો વોર્નર ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોમાં નહીં રમે
Lasith Malinga (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 4:42 PM
Share

IPL 2022 માં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગા (Lasith Malinga) ને તેમની ટીમના ફાસ્ટ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ટીમે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સુધી પહોંચાડી હતી. લસિથ મલિંગાએ ગત વર્ષે IPL અને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. IPLમાં તે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે.

લસિથ મલિંગાએ 122 મેચમાં 170 વિકેટ લીધી હતી. લસિથ મલિંગા અગાઉ મુંબઈ ટીમ સાથે બોલિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યો છે. IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ 29 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.

ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નર શરૂઆતની મેચમાં નહીં રમે

IPL 2022 ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ વોર્નર (David Warner) ટૂર્નામેન્ટની પ્રથમ 4 થી 5 મેચમાં નહીં રમે. વોર્નર હાલ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે પાકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં ટીમ 3 ટેસ્ટ, 3 ODI અને 1 T20 મેચ રમવાની છે. પ્રવાસ પુરો થયા બાદ વોર્નર પહેલા ઓસ્ટ્રેલિયા જશે. ત્યારબાદ જ તે IPL માટે દિલ્હીની ટીમ સાથે જોડાશે.

ડેવિડ વોર્નર શેન વોર્નના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયા પરત જશે. ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ લાહોરમાં રમાશે અને 25 માર્ચે સમાપ્ત થશે. વોર્નરે કહ્યું કે IPL હોય કે ન હોય, પરંતુ હું શેન વોર્નની શ્રદ્ધાંજલિ સભામાં ચોક્કસ જઈશ. જ્યારે હું નાનો હતો ત્યારે મારી વોલ પર વોર્નનું પોસ્ટર હતું. હું હંમેશા શેન વોર્ન જેવો બનવા માંગતો હતો.

ડેવિડ વોર્નર ઓછામાં ઓછી 4 થી 5 મેચ નહીં રમી શકે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને 5 એપ્રિલ પછી જ IPLમાં જોડાવાની મંજૂરી આપી છે. વોર્નર 30 માર્ચે મેલબોર્નમાં શેન વોર્નની શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લેશે અને 6 એપ્રિલે મુંબઈ પરત ફરશે. ત્યાર બાદ તેણે બીસીસીઆઈના નિયમ પ્રમાણે 5 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ક્વોરેન્ટાઇન બાદ ખેલાડીઓનો બે વાર આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડી આઈપીએલમાં રમશે.

27 માર્ચના રોજ દિલ્હી પોતાની પહેલી મેચ રમશે

IPLની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ IPL 2022માં તેની પ્રથમ મેચ 27 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. મેગા ઓક્શનમાં દિલ્હીએ ડેવિડ વોર્નરને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ પણ વાંચો : IND VS SL: શ્રીલંકાએ તેમના મોટા ખેલાડીને બેંગ્લોર ટેસ્ટમાંથી હટાવ્યો, 2023 સુધી નહીં મળે તક !

આ પણ વાંચો : IPL 2022: Mark Wood ને ઇજા પહોંચતા નવી ટીમ ચિંતામાં ડૂબી, 7.5 કરોડ ખર્ચેલા ખેલાડીને જોફ્રા આર્ચર જેવી સમસ્યા!

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">