ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે
12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે.
આજથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોરોના (Corona)વિરોધી રસીકરણ (Vaccination) શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) ગાંધીનગરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના કુલ 23 લાખ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. હૈદરાબાદની બાયોલોજિકલ ઈ.લિમિટેજ કંપનીએ બનાવીએ કાર્બેવેક્સ વેક્સિન તૈયાર કરી છે. રસિકરણ અભિયાનમાં રાજ્યનું શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો પણ જોડાશે.
23 લાખ બાળકોને રસી અપાશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આજથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23 લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.
તા.16 માર્ચ, 2022 થી 12 થી 14 વર્ષની વય જૂથના બાળકોને પણ મળશે કોરોના સામે રસીનું સુરક્ષા ચક્ર. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો હવે લઈ શકશે કોવિડ-19 વેક્સિનનો પ્રિકોશન ડોઝ.#LargestVaccineDrive pic.twitter.com/dsyTPHmZRP
— CMO Gujarat (@CMOGuj) March 15, 2022
આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-19 વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ લઈ શકશે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોનાના રસીના 10 કરોડ 41 લાખ 20 હજાર 838 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 15 માર્ચના રોજ 90,715 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. આ સાથે એમણે વધુમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઇ રહ્યું છે. આ સાથે જ હવે 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ પણ લઇ શકશે. આ સાથે જ તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી છે.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. આ સાથે જ પહેલા તબક્કામાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ થયું હતું. જ્યારે હવેથી 12 થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઇ રહ્યું છે.
બાળકોને કોર્બેવેક્સ નામની રસી અપાશે
12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે.. જ્યારે અમદાવાદમાં 2 લાખ 10 હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના 2503 કેસ નોંધાયા છે. જ્યારે 4377 લોકો કોરોનાથી સાજા થયા છે.
આ પણ વાંચો-
ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું
આ પણ વાંચો-