કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે

યોગરાજ સિંહ પોતાના વિવાદોને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે ફરી એક વખત કપિલ દેવ અને ધોની પર નિવેદન આપ્યું છે. યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન કપિલ દેવ અને ધોની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

કપિલ દેવને લઈને યુવરાજ સિંહના પિતાના નિવેદને હંગામો મચાવ્યો, એવી હાલત કરીશ કે દુનિયા થુંકશે
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 2:55 PM

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક ઈન્ટરવ્યુ આપ્યું છે. જેમાં તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. એ વિવાદોને લઈ હવે ચર્ચા થઈ રહી છે. યોગરાજ સિંહે પોતાના ઈન્ટરવ્યુમાં ધોની પર નિશાન સાધ્યું છે. આ સિવાય તેમણે કપિલ દેવને લઈને જે કહ્યું તેનાથી ધમાલ મચી છે. ઈન્ટરવ્યુ દરમિયાન યોગરાજ સિંહે કપિલ દેવ પર આરોપ લગાવ્યો કે, તેના કારણે તેને ટીમમાંથી દુર કરવામાં આવ્યા હતા. યોગરાજ સિંહે ભારત માટે 1 ટેસ્ટ એને 6 વનડે રમી છે.

કપિલ દેવ પર લગાવ્યા ગંભીર આરોપ

કપિલ દેવની સાથે યોગરાજ સિંહેના સંબંધો લાંબા સમયથી વિવાદભર્યા છે. યોગરાજ સિંહે કહ્યું આ ઘટના 1981ની છે. યોગરાજના કહેવા પ્રમાણે, કપિલ દેવ તેને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોતા હતા, જેના કારણે તેણે તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો.

એવું કરીશ કે, દુનિયા આખી થુંકશે

યોગરાજ સિંહે ઈન્ટવ્યુમાં જે વાત કરી છે. હવે તેના પર વાત કરીએ તો, તેમણે કહ્યું હું લોકોને દેખાડવા માંગુ છું કે, યોગરાજ શું છે. જેમણે ખરાબ કર્યું છે તેમાં કેટલાકને કેન્સર છે, કેટલાકે ઘર ગુમાવ્યું છે અને કેટલાકને પુત્ર નથી. યોગરાજે કહ્યું કે તમે સમજી જ રહ્યા હશો કે હું જેની વાત કરી રહ્યો છું. તે મહાન કેપ્ટન મિસ્ટર કપિલ દેવ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

યોગરાજ સિંહે આગળ કહ્યું કપિલ દેવને મેં કહ્યું હતુ કે, હું એવી હાલત કરીશ દુનિયા થુકશે. આજે યુવરાજ સિંહની પાસે 13 ટ્રોફી છે અને કપિલ દેવની પાસે માત્ર એક વર્લ્ડકપ. બસ વાત અહિ પૂર્ણ થઈ જાય છે.

ધોની પર નિશાન સાધ્યું

કપિલ દેવ પર નિવેદન આપતા પહેલા યોગરાજ સિંહે ધોની પર પણ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું તે જિંદગીભર ધોનીને માફ કરશે નહિ, તેમણે ધોની પર ગંભીર આરોપ લગાવતા કહ્યું તેમણે પોતાનું મોંઢુ જોવું જોઈએ. યોગરાજ સિંહ મુજબ ધોનીએ તેના દિકરા યુવરાજ સિંહની જિંદગી બરબાદ કરી છે. તે હજું 4 થી 5 વર્ષ રમી શકતો હતો. યોગરજા સિંહે ભારતને વર્લ્ડકપ જીતાડવા માટે પોતાના દિકરા યુવરાજ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">