WI vs SL: 140 કિલો વજનના ક્રિકેટરની કમાલ, કે જે લીજેન્ડ વિવિયન રિચાર્ડસ ટેસ્ટ ઇતિહાસમાં ન કરી શક્યા

રહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) આમ તો આ નામ ક્રિકેટની દુનિયામાં અજાણ્યુ નથી. ક્રિકેટ પ્રત્યે ઓછો વત્તો લગાવ ધરાવનારા પણ આ નામ ને કંઇક અનોખી રીતે જાણતા હશે. કારણ કે આ નામ ક્રિકેટમાં તેની રમત સાથે તેના વજનને લઇને જાણીતુ બન્યુ હતુ.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 1:00 PM

રહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) આમ તો આ નામ ક્રિકેટની દુનિયામાં અજાણ્યુ નથી. ક્રિકેટ પ્રત્યે ઓછો વત્તો લગાવ ધરાવનારા પણ આ નામ ને કંઇક અનોખી રીતે જાણતા હશે. કારણ કે આ નામ ક્રિકેટમાં તેની રમત સાથે તેના વજનને લઇને જાણીતુ બન્યુ હતુ. વેસ્ટઇન્ડીઝ (West Indies) નો 140 કિલોગ્રામ ભારે ભરખમ વજન ધરાવતો આ ક્રિકેટર તેના દેખાવ થી પણ પ્રચલિત છે. જોકે આ વખતે તે તેના વજનને લઇને નહી પરંતુ, સર વિવિયન રિચાર્ડસ (Sir Vivian Richards) સહિતના ખેલાડીઓ અગાઉ જે નથી કરી શકયા એ આ વેસ્ટઇન્ડીઝ ખેલાડી કરી ચુક્યો છે. વેસ્ટઇન્ડીઝનના એેંટીગા (Antigua Test) માં ટેસ્ટ મેચ રમાઇ રહી છે.

હાલમાં વેસ્ટઇન્ડીઝમાં ઘર આંગણે શ્રીલંકા સામે શ્રેણી રમાઇ રહી છે. વેસ્ટઇન્ડીઝના આ ભારેભરખમ વજન ધરાવતા ક્રિકેટર આમ તો તે બેટીંગ કરતા વધારે તેની સ્પિન બોલીંગને લઇને આકર્ષણ ધરાવતો હતો. પરંતુ પ્રથમ વાર તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઓળખ બેટના દમ થી બનાવી છે. શ્રીલંકા સામે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડીઝની ટીમ પ્રથમ બેટીંગ ઇનીંગમાં સમેટાવા તરફ જઇ રહી હતી. આ દરમ્યાન તેણે તેને અટકાવવાનુ સફળ કાર્ય કરી દખાડ્યુ હતુ. તે ટીમ માટે સંકટ મોચન તો બની ને મેદાને તો આવ્યો જ હતો, પરંતુ સાથે જ તેણે એક મોટો કમાલ પણ કર દેખાડ્યો હતો.

શ્રીલંકાના બોલરો એક એક કરીને કેરેબિયન ટીમના બેટ્સમેનો ને પોતાના શિકાર બનાવી રહ્યા હતા. આ દરમ્યાન રહકીમ કોર્નવોલ જ હતો, જેણે એક છેડો સાચવી રાખ્યો હતો. તેણે કમાલની બેટીંગ પણ કરી દેખાડી હતી. પત્તાની માફક પડતી વિકેટો વચ્ચે તેણે રક્ષણાત્મક રમત રમવાની હતી, તો ઉલ્ટાનુ તેણે આક્રમક રમત રમવાની શરુઆત કરી દીધી હતી. રહકીમ એ 79 બોલમાં 60 રનની રમત બીજા દીવસની રમત ખતમ થવા સુધીમાં બનાવી લીધા હતા. આ દરમ્યાન તેણે 2 છગ્ગા અને 9 ચોગ્ગા પણ લગાવ્યા હતા.

https://twitter.com/btsportcricket/status/1374098746473123844?s=20

ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રહકીમ એ પોતાના બેટ થી પ્રથમ અર્ધશતક લગાવ્યુ છે. સાથે જ તે 140 કિલો વજન ધરાવતા આ બેટસમેન સર વિવિયન રિચર્ડસ ક્રિકેટ સ્ટેડિયમ પર ટેસ્ટ ક્રિકેટમાં અર્ધ શતક લગાવનારા એંટીગાનો પ્રથમ ક્રિકેટર છે. વિવિયન રિચર્ડસ પણ એંટીગાના જ છે. જેમણે વેસ્ટઇન્ડીઝ માટે વિશ્વ ક્રિકેટમાં એક અલગ જ છાપ છોડી હતી. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટોસ જીતીને શ્રીલંકાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનીંગમાં 169 રન કરીને સમેટાઇ ગઇ હતી. જ્યારે વેસ્ટઇન્ડીઝની ટીમ 8 વિકેટ ગુમાવીને 268 રન થી બીજા દીવસના અંતે રમતમાં છે. આમ કેરિબીયન ટીમ 99 રન થી લીડ શ્રીલંકા સામે મેળવી ચુક્યુ છે.

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">