WBBL 2021:સ્મૃતિ મંધાનાએ બિગ બેશ લીગમાં ઈતિહાસ રચ્યો, ભારતીયોની છાતી ગર્વથી ફુલી ગઈ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, મેલબોને 4 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા, ત્યારબાદ સ્મૃતિ મંધાનાએ ઐતિહાસિક ઇનિંગ રમી ઈતિહાસ સર્જયો હતો.

WBBL 2021:સ્મૃતિ મંધાનાએ બિગ બેશ લીગમાં ઈતિહાસ રચ્યો, ભારતીયોની છાતી ગર્વથી ફુલી ગઈ
smriti mandhana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:18 AM

WBBL 2021:ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના (smriti mandhana )એ મહિલા બિગ બેશ લીગ (WBBL)માં ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ 17 નવેમ્બરના રોજ મેલબોર્ન રેનેગેડ્સ વિમેન સામે 64 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 114 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે સ્મૃતિ મંધાના બિગ બેશ લીગ (Women’s Big Bash League)માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

આ ઈનિંગ સાથે સ્મૃતિ મંધાના (smriti mandhana )એ WBBL ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન (Australian batsmen)એશલે ગાર્ડનરના સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરની બરાબરી પણ કરી લીધી છે. જો કે, સ્મૃતિ મંધાનાની આ ઇનિંગ ટીમ માટે કામ આવી ન હતી અને સિડની થંડર 4 રનથી મેચ હારી જતાં અંતિમ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમને છેલ્લા બોલ પર સિક્સની જરૂર હતી, પરંતુ સ્મૃતિ મંધાના ટીમને જીતાડી શકી ન હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મેચમાં ટોસ હાર્યા બાદ મેલબોર્નની ટીમે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. 9ના સ્કોર સુધી ટીમે તેની બે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ એવલિન જોન્સે હરમનપ્રીત કૌર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 91 રન બનાવ્યા હતા.

જોન્સ 33 બોલમાં 42 રન બનાવીને આઉટ થઈ હતી, ત્યારબાદ હરમનપ્રીતે જેસ ડફિન સાથે ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી નોંધાવી હતી. ડફિન 33 રને રન આઉટ થઈ હતી જ્યારે હરમનપ્રીત કૌરે 55 બોલમાં 13 બાઉન્ડ્રીની મદદથી અણનમ 81 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ વતી સામંથા બેટ્સે 2 જ્યારે વોંગે 1 વિકેટ ઝડપી હતી.

ટાર્ગેટનો પીછો કરતા સિડની થંડરે 31ના સ્કોર પર સેમી જોન્સન (12)ની વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ફોબી લિચફિલ્ડ માત્ર 1 રન ઉમેરીને પેવેલિયન પરત ફરી હતી.

ઓપનર સ્મૃતિ મંધાનાએ લીડ સંભાળી હતી. તેણીએ તાહિલા વિલ્સન સાથે ત્રીજી વિકેટ માટે 125 રનની અતૂટ ભાગીદારી કરી હતી, પરંતુ તે હરમનપ્રીત કૌરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવામાં નિષ્ફળ રહી હતી. મેલબોર્ન તરફથી હરમનપ્રીત કૌર અને રિયાન ઓ ડોનેલે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IND vs NZ: રોહિત શર્માએ પોતાના જ રેકોર્ડને બ્રેક કર્યો, કેએલ રાહુલ સાથે મળી બનાવ્યો નવો વિક્રમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">