જગતના તાતનું દુઃખ: અનિયમિત વરસાદી ઋતુ અને હવે માવઠું! ‘ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ ગઈ હોત તો નુકસાન ન થાત’
Ahmedabad: માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોની ફરિયાદ છે કે જો ડાંગરની ટેકાના ભાવે સમયસર ખરીદી કરી લેવામાં આવી હોત તો આજે પાકને નુકસાન ન થાત.
રાજ્યના (Gujarat) કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી હતી. જેને પગલે 18 નવેમ્બર વહેલી સવારે ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા (Rain) જોવા મળ્યા. અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. તો સાણંદમાં (Sanand) કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ ગાંધીનગરના અમુક વિસ્તારો, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધારી છે. અમદાવાદના સાણંદના અને અન્ય તાલુકાના ખેડૂતોમાં વરસાદને કારણે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની ફરિયાદ છે કે ટેકાના ભાવે સમયસર ખરીદી ન થતા ડાંગરનો પાક પલળ્યો છે. અમદાવાદ જિલ્લાના ગોરજ ગામના ખેડૂતોએ સમગ્ર મામલે વિરોધ દર્શાવ્યો છે. સાણંદ પાસે આવેલા ગોરજ ગામે ખેડૂતોએ ડાંગરનો પાક વાવ્યો હતો. પાક લણી પણ લેવામાં આવ્યો હતો. તેમ છતાં વરસાદે ચિંતા વધારી દીધી છે.
ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સિઝન હતી અને પાણીની જરૂરીયાત હતી ત્યારે વરસાદ ના પડ્યો. અને બાદમાં વરસાદ ખુબ વધુ પડ્યો તેથી ડાંગરનો પાક વધુ પ્રમાણમાં ના થયો. જે એક પ્રકારે નુકસાન જ હતું. તો ઓનલાઈન ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવ્યા બાદ, ટેકાના ભાવે ડાંગર લે એ પહેલા માવઠાના કારણે મોટું નુકસાન થયું છે. ખેડૂતોની ફરિયાદ છે કે જો ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી લીધી હોય તો ખેડૂતોને આ નુકસાન ન થાત.
માવઠાના કારણે ખેડૂત સામે દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની ઋતુમાં મોંધા ખેડામણ, ખાતર અને બિયારણ લાવીને પાક વાવ્યો ત્યારે પ્રથમ કેટલાક દિવસો સુધી વરસાદ વરસ્યો નહીં. બાદમાં અતિવૃષ્ટિમાં ઘણો પાક ધોવાઈ પણ ગયો. ત્યારે હજુ સુધી ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન થતા વધ્યું ઘટ્યું પણ માવઠામાં ધોવાઈ જવાની ભીતિ સર્જાઈ છે.
આ પણ વાંચો: Sabarkantha: ઇડરમાં કમોસમી વરસાદ ખાબક્યો, રવિ પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી
આ પણ વાંચો: કારતકમાં કમોસમી: રાજ્યમાં ઠેર ઠેર માવઠાની અસર, જાણો ક્યાં ક્યાં વરસ્યો કમોસમી મેઘો