Vinod Kambli: વિનોદ કાંબલીની મુંબઇમાં ધરપકડ બાદ છૂટકારો, નશામાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો

મુંબઇ પોલીસે વિનોદ કાંબલીની ધરપકડ બાદ જામીન પર છોડ્યો છે.

Vinod Kambli: વિનોદ કાંબલીની મુંબઇમાં ધરપકડ બાદ છૂટકારો, નશામાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો
Vinod Kambli એ બાંદ્રામાં અકસ્માત સર્જ્યો હતો
Follow Us:
| Updated on: Feb 27, 2022 | 9:15 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ આક્રમક બેટ્સમેન વિનોદ કાંબલી પોતાની ગતિવિધિઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાના વર્તનને કારણે ચર્ચામાં રહેલો કાંબલી (Vinod Kambli) ફરી એકવાર સમાચારમાં આવ્યો છે અને આ વખતે તેનું કારણ સારું નથી. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો કાંબલી હવે તેના આક્રમક વર્તનને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મુંબઈ પોલીસે (Mumbai Police) ટીમ ઈન્ડિયા (Team India) ના આ પૂર્વ બેટ્સમેનને નશાની હાલતમાં કાર સાથે ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે કાંબલીની મેડિકલ તપાસ કરાવી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, રવિવાર 27 ફેબ્રુઆરીએ બપોરે કાંબલીની બાંદ્રા સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. કાંબલી પર આરોપ છે કે તેણે દારૂના નશામાં બાંદ્રામાં તેની રહેણાંક સોસાયટીના ગેટ પર વાહનને ટક્કર મારી હતી. આ પછી ત્યાં હાજર સોસાયટીના ગાર્ડ સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને પછી તેની ધરપકડ કરવામાં આવી.

મેડિકલ બાદ જામીન મળ્યા

ન્યૂઝ એજન્સી એએનઆઈએ પોલીસને ટાંકીને કહ્યું કે ધરપકડ બાદ કાંબલીની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી અને પછી તેને જામીન પર છોડવામાં આવ્યો. મુંબઈ પોલીસે કહ્યું, “વિનોદ કાંબલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તેની મેડિકલ તપાસ ભાભા હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેના બ્લડ સેમ્પલ પણ સીએ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો હતો

થોડા મહિના પહેલા જ કાંબલી કોઈ અન્ય કારણોસર ચર્ચામાં હતો. ડિસેમ્બર 2021માં, સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો હતો, જેનો શિકાર ભૂતપૂર્વ ડાબોડી બેટ્સમેન કાંબલી બન્યો હતો. ત્યારબાદ કાંબલીએ બાંદ્રા પોલીસમાં ફરિયાદ કરી. તેણે કહ્યું હતું કે તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા. મોબાઈલ પર મેસેજ આવતા જ તેમને છેતરપિંડીની જાણ થઈ હતી. વિનોદ કાંબલીને એક વ્યક્તિ એ પોતે બેંક ઓફિસર છે એવી ઓળખ આપી હતી. જે બાદ એક લિંક મોકલવામાં આવી હતી. થોડા સમય બાદ કાંબલીની લિંક પર ક્લિક કર્યા બાદ તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા. તેમના મોબાઈલમાં ખાતામાંથી પૈસા ઉપાડવાનો મેસેજ આવ્યો હતો.

કાંબલીની કારકિર્દી

વિનોદ કાંબલીએ 1990 ના દાયકામાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને તે લાંબા સમય સુધી ટીમનો ભાગ હતો. તેણે 17 ટેસ્ટમાં 54ની એવરેજથી 1084 રન બનાવ્યા, જેમાં 4 સદી સામેલ છે. તે જ સમયે, 104 વનડેમાં, તેના બેટથી 2477 રન બનાવ્યા, જેમાં તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી.

આ પણ વાંચોઃ IND vs SL: ભારતીય ટીમની બસમાંથી કારતુસ મળી આવતા ખળભળાટ, મોહાલી ટેસ્ટ માટે કોહલી સહિતના ખેલાડી ચંદીગઢ પહોંચ્યા છે

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">