Tokyo Olympic : સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ કોરોનાની ઝપેટમાં, 3 ખેલાડી કોરોના પોઝિટીવ

|

Jul 18, 2021 | 7:00 PM

ટોકિયો ઓલિમ્પિક 23 શરુ થઈ રહી છે પરંતુ રમતનું આયોજન ખાલી સ્ટેડિયમમાં જ કરવામાં આવશે. કારણ કે, જાપાન (Japan)ની રાજધાનીમાં સતત કોરોના વાયરસ (Corona virus)ના કેસો વધી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) પહેલા જ કોરોના વાયરસ(Coronavirus) ના કેસો વધી રહ્યા છે. વધુ ત્રણ એથલીટ્સના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ (Football team)પણ ઝપેટમાં આવી છે.

Tokyo Olympic : સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ કોરોનાની ઝપેટમાં, 3 ખેલાડી કોરોના પોઝિટીવ
Tokyo Olympics as South Africa football team corona positive

Follow us on

Tokyo Olympic : ઓલિમ્પિક વિલેજમાં શનિવારે કોરોના (corona)સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. હવે સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ (Football team)પણ કોરોનાની ઝપેટમાં આવી છે. ટીમના ત્રણ ખેલાડી કોરોના પોઝિટીવ(Corona positive) આવ્યા છે.

ટોકિયો ઓલિમ્પિક 23 શરુ થઈ રહી છે પરંતુ રમતનું આયોજન ખાલી સ્ટેડિયમમાં જ કરવામાં આવશે. કારણ કે, જાપાન (Japan)ની રાજધાનીમાં સતત કોરોના વાયરસ (Corona virus)ના કેસો વધી રહ્યા છે.ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) પહેલા જ કોરોના વાયરસ(Coronavirus) ના કેસો વધી રહ્યા છે. વધુ ત્રણ એથલીટ્સના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સાઉથ આફ્રિકાની ફુટબોલ ટીમ (Football team)પણ ઝપેટમાં આવી છે. આ ટીમ હજુ સુધી ઓલિમ્પિક (Olympic)વિલેજમાં પહોંચી નથી ત્રણ ખેલાડી (Player) સિવાય વીડિયો એનાલિસ્ટ મારિયા માશાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic ) 23 જુલાઈથી શરુ થવા જઈ રહી છે  ટોક્યો ઓલિમ્પિક પર સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જાપાનના નાગરિકો પણ રમતોનો વિરોધ કરી રહ્યા છે પરંતુ આયોજકો આ આયોજનને સફળ બનાવવામાં કમર કસી રહ્યા છે. આઈઓસીના અધ્યક્ષ થૉમસ બાકનું કહેવું છે કે, કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. તે અંગે ચિંતા કરવાની જરુર નથી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

સાઉથ આફ્રિકા ફુટબોલ ટીમે પુષ્ટિ કરી

સાઉથ આફ્રિકની ફુટબોલ એસોસિએશને આ વાતની પુષ્ટિ કરી કે, ટીમના ખેલાડી કોરોના પોઝિટીવ (Corona positive)આવ્યા છે. ટીમના મેનેજરે કહ્યું કે, અમારી ટીમના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાંથી 2 ખેલાડી અને એક અધિકારી સામેલ છે. ટીમનું દરરોજ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ ત્રણેય ખેલાડીને તાવ આવ્યા બાદ કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આખી ટીમને ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. ટીમે આ સમગ્ર મામલે 5 ટ્રેનિંગ સેશન ખોવાનો વારો આવ્યો હતો.

અત્યાર સુધી ત્રણ કેસો સામે આવ્યા છે

ઓલિમ્પિક(Olympic)ના ખેલ ગામમાં રહેતા બે ખેલાડીઓ સહિત ત્રણ ખેલાડી (Player)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)આયોજન સમિતિએ રવિવારે આ જાણકારી આપતા કહ્યું કે, 23 જુલાઈથી શરુ થનારી રમતોના સફળ આયોજનને લઈ આશંકા થઈ રહી છે. પ્રથમ વખત ખેલ ગામમાં રહેલા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. આયોજકોએ ખેલાડીઓની ઓળખ જાહેર કરી નથી. ત્રીજો ખેલાડી હોટલમાં રોકાયેલો છે.

આયોજન સમિતિએ કોવિડ-19 પોઝિટિવ મામલે જે યાદી તૈયાર કરી છે તે અનુસાર દિવસમાં કુલ 10 કેસ સામે આવ્યા છે. જેમાં રમત-ગમતના 5 લોકો, એક કોન્ટ્રાક્ટર અને એક પત્રકાર પણ સામેલ છે. સમિતિના રેકોર્ડ અનુસાર રમત સાથે જોડાયેલા કોવિડ કેસની સંખ્યા હવે 55 પર પહોંચી છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : યુગાન્ડાનો ખેલાડી હોટલમાંથી ગાયબ થતા, આયોજકો મુંઝવણમાં મુકાયા

 

Next Article