Javelin Throw : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, નીરજ ચોપરા પર સૌની નજર

નીરજ ચોપરા પાસેથી ભારતને મેડલની આશા છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં 7 ઓગસ્ટના રોજ આજે ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે.

Javelin Throw : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, નીરજ ચોપરા પર સૌની નજર
ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 1:00 PM

Javelin Throw : 7 ઓગસ્ટના રોજ એટલે કે આજે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ના ખેલાડીઓ ગોલ્ડ મેડલ માટે લડશે. આ જંગ ક્રિકેટ (Cricket) ના મેદાન પર નહીં પરંતુ જૈવેલિન થ્રોના (ભાલાફેંક) મેદાન પર થશે. જ્યાં ભારતના નીરજ (Neeraj Chopra) અને પાકિસ્તાનના અરશદ નદીમે (Arshad Nadeem) શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. નીરજ એ ફાઇનલ માટે ક્વોલીફાય કર્યું છે.

નીરજ (Neeraj Chopra) એ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમણે શાનદાર શરુઆત કરી તેમના પ્રથમ પ્રયાસમાં જ શાનદાર થ્રો કર્યો હતો અને ફાઇનલની ટિકિટ મેળવી. એશિયન ગેમમાં મેડલ વિજેતા નીરજે પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરના થ્રો સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ.

આ સાથે જ પાકિસ્તાનના નદીમે પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. નદીમે 85.16 નો જૈવેલિન થ્રો (ભાલાફેંક) ફેંકીને ફાઇનલની ટિકિટ મેળવી છે. તેણે તેના ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે પ્રથમ પ્રયાસમાં 78.50 નો સ્કોર કર્યો છે, જ્યારે બીજામાં તેણે વધુ સારું પ્રદર્શન કર્યું અને ફાઇનલની ટિકિટ મેળવી છે. જૈવેલિન થ્રોમાં, ટોચના 12 ખેલાડીઓએ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આજે ફાઇનલ મેચ રમાશે

ભારત અને પાકિસ્તાન બંનેની આ મેચ પર દરેકની નજર રહેશે. નીરજ પાસે ભારતને મેડલની આશા છે. આખો દેશ આશા રાખી રહ્યો છે કે નીરજ એથ્લેટિક્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચશે અને પાકિસ્તાનને પણ તેમના ખેલાડી પાસે મેડલ જીતવાની આશા છે. 7 ઓગસ્ટના રોજ આજે જાપાનની રાજધાનીમાં જૈવેલિન થ્રો (ભાલાફેંક) ફાઇનલ રમાશે. ભારત-પાકિસ્તાનના આ બે દિગ્ગજ ખેલાડીઓ એકબીજા સામે પડકાર ફેકશે.

પાકિસ્તાનનો અરશદનો આદર્શ છે નીરજ

પાકિસ્તાન (Pakistan) ના નદીમ (Arshad Nadeem) પહેલા ક્રિકેટ (Cricket) રમતા હતા, પરંતુ તેમણે આ રમત છોડીને એથ્લેટિક્સમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ નદીમે કહ્યું હતું કે, નીરજને જોયા બાદ જ તેણે જૈવેલિન થ્રો રમવાનું નક્કી કર્યું હતું. હવે 7 ઓગસ્ટે આ પાકિસ્તાની ખેલાડી તેના આદર્શની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ રસપ્રદ અને અનોખી મેચ પર દરેકની નજર રહેશે. નીરજે ઓવરઓલ પ્રથમ સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે નદીમ ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યો છે. બીજા સ્થાને નીરજનો સારો મિત્ર અને કટ્ટર હરીફ જોહાન્સ વેટર છે જેણે 85.64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે.

આ પણ વાંચો : Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

આ પણ વાંચો : Tokyo Olympics: મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીને પદ છોડવાનો કર્યો નિર્ણય

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">